Dubai એરપોર્ટ પર હવે મુસાફરનો ચહેરો જ બનશે તેમનો પાસપોર્ટ

|

Mar 08, 2021 | 9:01 PM

હવે Dubai  એરપોર્ટ પર મુસાફરોને સ્કેનિંગ માટેની લાંબી લાઈનોથી રાહત મળી છે. અહીં એરપોર્ટ ઓથોરિટીએ નવી ફેસ રિકગઝેશન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે.

Dubai એરપોર્ટ પર હવે મુસાફરનો ચહેરો જ બનશે તેમનો પાસપોર્ટ

Follow us on

હવે Dubai  એરપોર્ટ પર મુસાફરોને સ્કેનિંગ માટેની લાંબી લાઈનોથી રાહત મળી છે. અહીં એરપોર્ટ ઓથોરિટીએ નવી ફેસ રિકગઝેશન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. જેને નામ આપવામાં આવ્યું છે “બાયોમેટ્રિક પેસેન્જર જર્ની”. આના લીધે  મુસાફરોને ઘણી સુવિધા મળશે.

 

યાત્રા માટેની આ પ્રક્રિયા હશે
જ્યારે મુસાફરો Dubai આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચે છે.  ત્યારે તે ફેસ અને આઈરિસ માન્યતા દ્વારા ચેક ઈન કરવામાં આવશે. આ ફક્ત એક જ વાર થશે અને ભવિષ્ય માટે ડેટા એકત્રિત કરવામાં આવશે. આ પછી મુસાફરો  જેટલા સ્માર્ટ ગેટ્સથી પસાર થશે ત્યાં બાયોમેટ્રિક તકનીકના ડેટા સાથે મેચ થશે અને દરવાજા ખોલવામાં આવશે. આની માટે તમારી પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 ફક્ત 9 સેકંડમાં મુસાફરની ઓળખ થશે 

હવે બિઝનેસ  લાઉન્જ પર જવા માટે બોર્ડિંગ પાસ બતાવવાની જરૂર નથી. માત્ર  ફેસ રિકગઝેશનથી જ દરવાજો ખુલશે અને મુસાફરો અહીં પહોંચી શકશે. મુસાફરોની ઓળખ આઈરિશ દ્વારા કરવામાં આવી રહી છે. આ બંનેનો ઉપયોગ કરીને ઓળખ પૂર્ણ કરવાની પ્રક્રિયામાં ફક્ત 9 સેકન્ડનો સમય લાગશે. આ પ્રોજેક્ટનું નામ બાયમેટ્રિક પેસેન્જર જર્ની રાખવામાં આવ્યું છે.

 

122 સ્માર્ટગેટ્સમાંથી પસાર થશે મુસાફરો

કોવિડ-19 રાઉન્ડમાં સંપર્ક મુક્ત પ્રવાસ આવશ્યક છે. હવે મુસાફરો એરલાઈન્સ સ્ટાફના સંપર્કમાં આવશે નહીં. આની માટે 122 સ્માર્ટગેટ્સ બનાવવામાં આવ્યા છે. જેમાં ઓળખ પ્રક્રિયા 9 સેકંડમાં પૂર્ણ કરવામાં આવી રહી છે.

 

 

આ પણ વાંચો: રાજ્યસભાના સાંસદ ડૉ.નરેન્દ્ર જાધવ HEPA માસ્ક પહેરી સંસદમાં આવ્યા

Next Article