US Train Accident : અમેરીકામાં હાઇ સ્પીડ ટ્રેન પાટા પરથી ઉતરી, ટ્રેનમાં 150 થી વધુ યાત્રીઓ હતા સવાર

|

Sep 26, 2021 | 9:33 AM

ટ્રેનમાં લગભગ 147 મુસાફરો અને 13 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. શનિવારે બપોરે બનેલી આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. એમ્પાયર બિલ્ડર નામની આ ટ્રેન શનિવારે સાંજે 4 વાગ્યે જોપ્લિન નજીક અકસ્માતનો શિકાર થઇ હતી

US Train Accident : અમેરીકામાં હાઇ સ્પીડ ટ્રેન પાટા પરથી ઉતરી, ટ્રેનમાં 150 થી વધુ યાત્રીઓ હતા સવાર
At least three people died when an Amtrak train that runs between Seattle and Chicago derailed in north-central Montana

Follow us on

અમેરિકામાં સિએટલ અને શિકાગો વચ્ચે દોડતી એક એમટ્રેક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હોવાના અહેવાલો છે. ટ્રેન એજન્સી દ્વારા ઉત્તર-મધ્ય મોન્ટાનામાં બનેલી આ ઘટનાની માહિતી આપવામાં આવી છે. એજન્સીએ જણાવ્યું છે કે આ ટ્રેન દુર્ઘટનામાં લગભગ 3 લોકોના મોત થયા છે.

ટ્રેન એજન્સીના જણાવ્યા અનુસાર, ટ્રેનમાં લગભગ 147 મુસાફરો અને 13 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. શનિવારે બપોરે બનેલી આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. એમ્પાયર બિલ્ડર નામની આ ટ્રેન શનિવારે સાંજે 4 વાગ્યે જોપ્લિન નજીક ક્રેશ થઈ હતી. એમટ્રેક ટ્રેન એજન્સીના પ્રવક્તા જેસન અબ્રામે આ અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું છે. આ ઘટના કેનેડાની સરહદથી 48 કિમી દૂર હેલેનામાં બની હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

એજન્સી હાલમાં સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરી રહી છે જેથી ઘાયલ મુસાફરોને સલામત હોસ્પિટલમાં લઈ જઈ શકાય. આ સાથે જ ફસાયેલા મુસાફરોને સુરક્ષિત બહાર કાવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર જે ફોટોગ્રાફ્સ આવ્યા છે તેમાંથી જોવા મળે છે કે ટ્રેકની આજુબાજુ ઘણા બોક્સ પડેલા છે. મુસાફરો તેમના સામાન સાથે ટ્રેકની બંને બાજુ ઉભા છે.

વર્ષ 2017 માં પણ આવી જ એક ઘટના બની હતી અને તે ઘટના સિએટલ શહેરથી 64 કિમી દક્ષિણે બની હતી. તે અકસ્માતમાં, એક એમટ્રેક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને રસ્તા પર કાર સાથે અન્ય વાહનો સાથે ટકરાઈ. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. એમટ્રેક ટ્રેન અમેરિકાની હાઇ સ્પીડ ટ્રેન છે અને 48 મિનિટમાં 100 કિલોમીટરનું અંતર કાપી લે છે.

આ પણ વાંચો –

RSSની વિચારધારા સાથે બાથ ભીડવા કોંગ્રેસની તૈયારી, દેશભરમાં કેરલ મોડેલનું ‘જવાહર બાલ મંચ’નું થશે વિસ્તરણ

આ પણ વાંચો –

Punjab Cabinet Expansion: આજે પંજાબ સરકારના નવા મંત્રી મંડળમાં શામેલ થશે 7 નવા ચહેરા, આ મંત્રીઓની બાદબાકી છે નક્કી

આ પણ વાંચો –

Birthday Special : અર્ચના પુરન સિંહે 4 વર્ષ સુધી પોતાના લગ્ન છુપાવ્યા હતા, જાણો અર્ચના-પરમીતની લવ સ્ટોરી

Next Article