New Zealand: જ્વાળામુખીમાંથી નીકળી રહી છે રાખ, ફ્લાઈટ બંધ થતાં મદદીય કાર્યવાહીમાં થઈ રહ્યું છે મોડુ

|

Jan 18, 2022 | 4:52 PM

જ્વાળામુખીના વિસ્ફોટ પછી ટોંગાના પ્રશાંત ટાપુમાં જ્વાળામુખીની રાખ સૌથી મોટી ચિંતા બની ગઈ છે. રનવે પર રાખના જાડા પડના સંચયને કારણે સહાય સામગ્રી પહોંચાડવામાં ઘણો વિલંબ થઇ રહ્યો છે.

New Zealand: જ્વાળામુખીમાંથી નીકળી રહી છે રાખ, ફ્લાઈટ બંધ થતાં મદદીય કાર્યવાહીમાં થઈ રહ્યું છે મોડુ
Ashes emerging after Tonga Volcano eruption magma stuck on New Zealand runways

Follow us on

એરપોર્ટ રનવે પર રાખના જાડા પડને (Ashes on runway) કારણે પેસિફિક ટાપુ ટોંગાને (Tonga) સહાય પહોંચાડવામાં વિલંબ થયો છે. ટોંગા સમુદ્રની નીચે જ્વાળામુખી ફાટવા (Volcanic eruptions)થી મોટા પ્રમાણમાં નુક્સાન થયુ છે. ન્યુઝીલેન્ડની સેના હાલમાં સૌથી મહત્વપૂર્ણ પીવાનું પાણી અને અન્ય સામગ્રી મોકલી રહી છે. પરંતુ તેણે કહ્યું કે રનવે પર રાખના કારણે ફ્લાઈટ ઓછામાં ઓછી એક દિવસ મોડી પડશે.

શનિવારના વિસ્ફોટથી રાખનો ઊંચો ઢગલો અગાઉની ફ્લાઈટ્સને પણ અહીં પહોંચવા દેતો ન હતો. ન્યુઝીલેન્ડ ટોંગામાં બે નૌકાદળના જહાજો પણ મોકલી રહ્યું છે, જે મંગળવારે રવાના થશે. આ સાથે તેણે રાહત અને પુનઃવિકાસના પ્રયાસો હેઠળ 1 મિલિયન ન્યુઝીલેન્ડ ડોલરની પ્રારંભિક રકમ પ્રદાન કરવા માટે પણ પ્રતિબદ્ધ છે.

ઓસ્ટ્રેલિયાએ સિડનીથી બ્રિસબેન માટે નૌકાદળનું એક જહાજ પણ મોકલ્યું છે. જેથી જરૂર જણાય તો સહાય મિશનની તૈયારી પૂર્ણ કરવામાં આવે. પેરુવિયન રાજધાની લિમાના અહેવાલો અનુસાર અસામાન્ય રીતે ઊંચા મોજાઓને કારણે સમુદ્રની નીચે જ્વાળામુખી ફાટી નીકળવાના કારણે પેરુવિયન કિનારે તેલનો ફેલાવો થયો. પરંતુ અધિકારીઓએ જણાવ્યું હતું કે લીકને થોડા કલાકોમાં નિયંત્રણમાં લાવવામાં આવ્યું હતું અને વિસ્તારને સાફ કરવાનું કામ ચાલુ હતું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પેરુની સિવિલ ડિફેન્સ ઈન્સ્ટિટ્યૂટે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે રવિવારે પેસિફિક કિનારે લા પમ્પિલા રિફાઈનરીમાં એક તેલથી ભરેલા જહાજને ઉંચા મોજાને કારણે નુક્સાન થયુ છે, જેને કારણે તેમાં ભરેલું તેલ ઢોળાય ગયુ છે.

જ્વાળામુખી ફાટી નીકળ્યા પછી ટોંગા બાકીના વિશ્વથી અલગ પડી ગયું છે. ટાપુ હાલ રાખની ચાદરથી ઢંકાયેલો છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ત્યાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં વ્યસ્ત છે. ઓસ્ટ્રેલિયાના પેસિફિક મંત્રી જેડ સેસેલજાએ જણાવ્યું હતું કે પ્રારંભિક અહેવાલો મોટાપાયે જાનહાનિનો સંકેત આપતા નથી. પરંતુ દરિયાકિનારા પર ગયેલી ઓસ્ટ્રેલિયન પોલીસે ઘણું નુકસાન થયું હોવાનું જણાવ્યું છે.

રેડ ક્રોસે તેને પેસિફિકમાં દાયકાઓમાં સૌથી ખરાબ જ્વાળામુખી વિસ્ફોટ ગણાવ્યો અને કહ્યું કે તે રાહત અને સહાય પૂરી પાડવા માટે તેના નેટવર્કને સક્રિય કરી રહ્યું છે. પેસિફિક મહાસાગર ક્ષેત્રમાં સંસ્થાના વડા કેટી ગ્રીનવુડે જણાવ્યું હતું કે સુનામીથી લગભગ 80,000 લોકો પ્રભાવિત થયા છે. ટોંગા સાથે વાતચીત હજુ પણ મર્યાદિત છે.

ટાપુને બાકીના વિશ્વ સાથે જોડતી અંડરવોટર કેબલની માલિકીની કંપનીએ જણાવ્યું હતું કે તાર કપાઈ ગયા હોય શકે છે અને તેના સમારકામમાં અઠવાડિયા લાગી શકે છે. આને કારણે મોટાભાગના લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકતા નથી અને દેશની બહાર કોઈને કૉલ કરી શકતા નથી.

આ પણ વાંચો –  તાલિબાન શાસનમાં મહિલાઓની સ્થિતિ વધુ કથળી, હવે તેમને જાહેર જીવનમાંથી દૂર કરવાના થઈ રહ્યા છે પ્રયાસો, યુએનએ વ્યક્ત કરી ચિંતા

આ પણ વાંચો – Twindemic in Europe: યુરોપમાં એક સાથે બે મહામારીએ કર્યો પગપેસારો, કોરોના વચ્ચે આ નવી ‘આપત્તિ’થી પરેશાન થયા લોકો

Next Article