ટ્રમ્પના પાકિસ્તાન પ્રેમનો ખૂલાસો, મુલ્લા મુનીરે ખોલ્યો ખજાનો, ખુશામતખોરી અને મોટી લાલચો આપી જીત્યુ ટ્રમ્પનું દિલ

Pakistan US Mineral Deal Donald Trump: પાકિસ્તાને ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા માટે ભારતના મુકાબલે ત્રણ ગણા વધુ પૈસા અમેરિકામાં લોબીંગ માટે ખર્ચ કર્યા. એટલુ જ નહીં મુનીરે મિનરલ ડીલની લાલચ આપી ટ્રમ્પને પોતાના પક્ષે કરી લીધા છે.

ટ્રમ્પના પાકિસ્તાન પ્રેમનો ખૂલાસો, મુલ્લા મુનીરે ખોલ્યો ખજાનો, ખુશામતખોરી અને મોટી લાલચો આપી જીત્યુ ટ્રમ્પનું દિલ
| Updated on: Nov 14, 2025 | 3:09 PM

અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી બીજીવાર સત્તામાં આવ્યા છે, તેમનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ ઘણો વધી ગયો છે. તેમના પહેલા કાર્યકાળમાં પાકિસ્તાનની આર્થિક મદદ બંધ કરનારા ટ્રમ્પે પાકિસતાનના આર્મી ચીફ અસીમ મુનીરને વ્હાઈટ હાઉસમાં લંચ કરાવ્યુ. બાદમાં શાહબાઝ શરીફ અને અસીમ મુનીરે ટ્રમ્પને ફરી અમેરિકા બોલાવ્યા અને તેમનુ વ્હાઈટ હાઉસમાં સ્વાગત કર્યુ. ટ્રમ્પ પાકિસ્તાનના જેહાદી જનરલની પ્રશંસા વારંવાર કરી રહ્યા છે. એ પણ ત્યારે જ્યારે અસીમ મુનીરે ISI દ્વારા પહલગામમાં આતંકી હુમલો કરાવ્યો. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો. અમેરિકી અખબાર ધ ન્યુયોર્ક ટાઈમ્સે ખૂલાસો કર્યો છે કે ટ્રમ્પને પોતાની તરફે કરવા માટે અસીમ મુનીરે અનેક પ્રકારની લાલચો આપી. એટલુ જ નહીં કંગાળ પાકિસ્તાને અમેરિકા માટે પોતાનો ખજાનો ખોલી દીધો છે.

ન્યૂ યોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, ટ્રમ્પની નીતિઓ જાહેર થાય તે પહેલાં પાકિસ્તાને વોશિંગ્ટનમાં એક પ્રભાવશાળી લોબી ફર્મ સાથે એક મોટો કરાર કર્યો હતો. આનાથી ટ્રમ્પના પાકિસ્તાન પ્રત્યેના વલણમાં પરિવર્તન આવ્યું. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ટ્રમ્પ માટે નોબેલ શાંતિ પુરસ્કારની માંગણી કરીને પોતાની ખુશામતખોરી વધુ તેજ કરી દીધી. વધુમાં, પાકિસ્તાને બલુચિસ્તાનમાંથી રેર અર્થ અને ખનિજો સાથે ટ્રમ્પને આકર્ષવાનું શરૂ કર્યું. ટ્રમ્પને આકર્ષવા માટે, પાકિસ્તાને ટ્રમ્પના વ્યવસાયિક ભાગીદાર અને તેમના ભૂતપૂર્વ બોડીગાર્ડ સહિત છ લોબી ફર્મ પર ભારત કરતાં ત્રણ ગણા વધુ પૈસા ખર્ચ્યા.

આસીમ મુનીરે પૈસા ખર્ચીને ટ્રમ્પનું દિલ જીત્યું

એટલું જ નહીં, પાકિસ્તાને યુએસ સાથે 500 મિલિયન રૂપિયાના ખનિજ સોદા પર પણ હસ્તાક્ષર કર્યા અને અમેરિકન ઉત્પાદનો માટે તેનું બજાર ખોલ્યું. મુનીરની આ ચાલનો પાકિસ્તાનને ભારત વિરુદ્ધ ફાયદો થયો. આનાથી ટ્રમ્પે ભારત વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવ્યો, જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ પાકિસ્તાનની તરફેણમાં બોલવા લાગ્યા. અમેરિકાએ ભારત કરતાં પાકિસ્તાન પર ઘણા ઓછા ટેરિફ લાદ્યા છે. વધુમાં, અમેરિકા પાકિસ્તાન સાથે અનેક ડિલ અંગે પણ વાટાઘાટો કરી રહ્યું છે. વધુમાં, અમેરિકા હવે પાકિસ્તાનને આકર્ષક ડીલ ઓફર કરી રહ્યું છે. ટ્રમ્પ સતત દાવો કરે છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યુ. દિલ્હીએ આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે, જ્યારે પાકિસ્તાન ખુલ્લેઆમ કહી રહ્યું છે કે અમેરિકન રાષ્ટ્રપતિએ યુદ્ધ રોકાવ્યુ હતુ.

રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને ટ્રમ્પની નજીકની છ લોબી ફર્મ સાથે 50 લાખ ડોલરની ડીલ પર સાઈન કરી છે. આમા Seiden Law LLP અને
જેવેલિન એડવાઇઝર્સનો સમાવેશ થાય છે, જે બંને ટ્રમ્પના આંતરિક વર્તુળનો ભાગ છે. આનાથી પાકિસ્તાનને ટ્રમ્પનું દિલ જીતવામાં સફળતા મળી છે. આ ડીલ પર હસ્તાક્ષર કર્યા પછી, અસીમ મુનીરને વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે પ્રાઈવેટ લંચ આપવામાં આવ્યું હતું. આ પહેલી વાર બન્યું જ્યારે કોઈ પાકિસ્તાની સેના પ્રમુખને અમેરિકન રાષ્ટ્રપતિ ખુલ્લેઆમ મળ્યા હોય અને તેમનું સ્વાગત કર્યુ હોય. આ પછી, ભારતે પણ યુએસમાં તેના લોબિંગ ખર્ચમાં વધારો કર્યો છે.

1985 પછી ક્યારેય વિધાનસભાની ચૂંટણી ન લડનારા નીતિશ કુમાર કેવી રીતે બન્યા બિહારના મુખ્યમંત્રી?