
જ્યારથી બાંગ્લાદેશની કમાન મોહમ્મદ યુનુસના હાથમાં આવી છે, ત્યા ભારત વિરોધ તાકતોને વધુ બળ મળી રહ્યુ છે. લઘુમતી હિંદુઓને સતત ટાર્ગેટ કરી તેમના પર હુમલા કરાઈ રહ્યા છે. તેમની સંપત્તિ લૂંટવામાં આવી રહી છે. તેમની દીકરીઓને ઉઠાવી જઈ તેમની સાથે દુષ્કૃત્ય કરવામાં આવી રહ્યુ છે. એવામાં હવે ચીન અને પાકિસ્તાન પણ આ મોકાનો લાભ લેવાનો પુરો પ્રયાસ કરી રહ્યા છે. એશિયામાં ભારત બાંગ્લાદેશનો સૌથી મોટો પાર્ટનર છે અને ભારતે બાંગ્લાદેશની પરિયોજનામાં મોટા પાયે રોકાણ કરી રાખ્યુ છે. એવામાં બાંગ્લાદેશ માટે ભારતના સંબંધો વણસવા અથવા તો ભારતને કિનારે કરીને ચીન અને પાકિસ્તાનને વધુ મહત્વ આપવુ બાંગ્લાદેશ માટે જરા પણ ફાયદાકારક સાબિત થશે નહીં. ભારતનો વિરોધ માલદિવ માટે ઘણો મોંઘો સાબિત થયો… આર્થિક કંગાલીની કગાર પર આવી ગયુ બે વર્ષ પહેલા માલદીવમાં જનરલ ઈલેક્શન હતા, આના થોડા સમય પહેલા જ પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સના નેતા મોહમ્મદ મોઈજ્જુએ ભારત વિરુદ્ધ બોલવાનું શરૂ કરી દીધુ. તેમણે તત્કાલિન સરકાર પર ભારત સાથે મિત્રતા રાખવાનો આરોપ લગાવતા કહ્યુ...
Published On - 8:21 pm, Mon, 22 December 25