વિદેશમાં જઈ રૂપિયા કમાવાના સપના જોતા લોકો ચેતજો, ગુજરાતી યુવકને કેન્યામાં બંધક બનાવીને માગી લાખો રૂપિયાની ખંડણી

|

Mar 02, 2019 | 11:30 AM

ચરોતર ,ગુજરાતના પ્રદેશના મોટાભાગના લોકો દુનિયાભરના દેશોમાં સ્થાયી થયા છે અને સમયાંતરે નાણા કમીને માદરે વતન આવી સ્થાયી પણ થઇ જતા હોય છે. અમે આજે એક એવા કિસ્સાની વાત કરવા જઈ રહ્યા છે જે કિસ્સો વિદેશમાં રૂપિયા કમાવા જતા લોકો માટે લાલબત્તી સમાન છે. શું છે સમગ્ર ઘટના ? વાત છે આણંદ જીલ્લાના ચિખોદરા ગામની […]

વિદેશમાં જઈ રૂપિયા કમાવાના સપના જોતા લોકો ચેતજો, ગુજરાતી યુવકને કેન્યામાં બંધક બનાવીને માગી લાખો રૂપિયાની ખંડણી

Follow us on

ચરોતર ,ગુજરાતના પ્રદેશના મોટાભાગના લોકો દુનિયાભરના દેશોમાં સ્થાયી થયા છે અને સમયાંતરે નાણા કમીને માદરે વતન આવી સ્થાયી પણ થઇ જતા હોય છે. અમે આજે એક એવા કિસ્સાની વાત કરવા જઈ રહ્યા છે જે કિસ્સો વિદેશમાં રૂપિયા કમાવા જતા લોકો માટે લાલબત્તી સમાન છે.

શું છે સમગ્ર ઘટના ?

વાત છે આણંદ જીલ્લાના ચિખોદરા ગામની ગામમાં આવેલ નવજીવન સોસાયટીમાં રહેતા યોગેશભાઈ દલવાડી એ પોતાના દીકરા ભાગ્યેશને રૂપિયા કમાવા માટે આફ્રિકા ખંડના કેન્યામાં મોકલ્યો હતો જ્યાં ભાગ્યેશ કિસી ટાઉનમાં ગુજરાતના રાજેશ અશોક પટેલના શિવલિંગ સુપર સ્ટોર માં મેનેજર તરીકે નોકરીએ જોડાયો હતો. 

જોકે ભારત થી કેન્યા જનાર ભાગ્યેશનો પાસપોર્ટ સ્ટોર માલિક ધ્વરા જમા લેવામાં આવ્યો હતો અને અઢી વર્ષની મુદત પૂર્ણ થાય ત્યારે તેને ભારત પરત આવવું હોય ત્યારે પરત આપવાની બાહેધરી આપવામાં આવી હતી જોકે ભાગ્યેશ જોડે સ્ટોર માલિક ધ્વરા ગળામ જેવું વર્તન કરવાનું છેલ્લા ૧૦ મહિનાથી ચાલુ કરવામાં આવ્યું હતું. ભાગ્યેશને ૧૦ મહિનાનો પગાર પણ માલિક ધ્વરા ચુકવવામાં ન આવતા, ભાગ્યેશ ધ્વારા માલિક પાસે પાસપોર્ટ પરત માંગતા માલિક ધ્વરા સ્થાનિક ગુંડાઓ પાસે ભાગ્યેશ ને ઢોર માર મરાવવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ભાગ્યેશના પિતાને સ્ટોર માલિક ધ્વરા ફોન કરી 20 લાખ રૂપિયા આપો તો જ તમારા દીકરાનો પાસપોર્ટ પરત આપું કહી ખંડણી માંગવામાં આવતા કેન્યામાં ભાગ્યેશ અને ચીખોદરામાં ભાગ્યેશના પરિવાર પર આફત આવી પડી છે

ભાગ્યેશ દલવાડી પર કેન્યામાં અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવતા ચીખોદરામાં રહેતા તેના માતા પીતા પણ નિસહાય બની ગયા છે અને પોતાના લાડકવાયાને લાવવા સરકારે મદદ કરવી જોઈએ તેટલીજ અપેક્ષા રાખી રહ્યા છે ,૨૦ દિવસથી ભાગ્યેશની સહાય હોવાને કારણે તેના પિતા અને ભાઈ ધ્વારા સ્થાનિક એમપીની મદદથી ભારતના વિદેશ મંત્રીને પત્ર પણ લખવામાં આવ્યો પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી વિદેશ મંત્રાલય તરફથી કરવામાં આવી નથી. 

આ પણ વાંચો : પાકિસ્તાનના વધુ એક જૂઠ્ઠાણાં પરથી ઉઠ્યો પડદો, પ્રત્યક્ષદર્શીઓએ જ બાલાકોટમાં હુમલો થયો હોવાની વાત સૌ પ્રથમ વખત સ્વીકારી

20 દિવસથી કેન્યાના કિસી ગામમાં સહાયની સ્થિતિમાં ભટકી રહેલ ભાગ્યેશ કોઈ પણ ભોગે ભારત આવી જવા માગે છે ત્યારે ભાગ્યેશ ના ભાગ્ય બદલવામાં ભારતનું વિદેશ મંત્રાલય કોઈ કાર્ય કરશે કે કેમ તે આગામી સમયમાં જ સામે આવી જશે, કારણ કે ભાગ્યેશ ધ્વરા તેના પિતાને સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું છે કે જો તેને તેના માલિક ધ્વરા પાસપોર્ટ પરત આપવામાં નહિ આવે તો તે ત્યાં જ આત્મહત્યા કરી લેશે. 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:25 am, Sat, 2 March 19

Next Article