અમેરિકન-ભારતીય વૈજ્ઞાનિકોએ ‘મંગળ’ પર પાણીમાંથી ઈધણ તૈયાર કરવાની રીત શોધી

|

Dec 03, 2020 | 12:24 PM

મંગળ ગ્રહ પર ઉપસ્થિત ખારા પાણીમાંથી ઇંધણ(FUEL) હવે બનાવી શકાશે. અમેરીકામાં ભારતીય મૂળના વૈજ્ઞાનિકની ટીમેં પાણીથી ઓક્સીજન અને હાઈડ્રોજન ઈધણ પ્રાપ્ત કરવાની ટેકનીકની શોધ કરી લીધી છે. વૈજ્ઞાનિકોએ જાણ્યું કે મંગળ ગ્રહ પર તાપમાન ઘણું ઓછું છે અને છતાં ત્યાં પાણી જામી નથી જતું અને એજ આધાર પર ટીમ દ્વારા એ નિષ્કર્ષ પર પોહ્ચવામાં આવ્યું […]

અમેરિકન-ભારતીય વૈજ્ઞાનિકોએ મંગળ પર પાણીમાંથી ઈધણ તૈયાર કરવાની રીત શોધી

Follow us on

મંગળ ગ્રહ પર ઉપસ્થિત ખારા પાણીમાંથી ઇંધણ(FUEL) હવે બનાવી શકાશે. અમેરીકામાં ભારતીય મૂળના વૈજ્ઞાનિકની ટીમેં પાણીથી ઓક્સીજન અને હાઈડ્રોજન ઈધણ પ્રાપ્ત કરવાની ટેકનીકની શોધ કરી લીધી છે. વૈજ્ઞાનિકોએ જાણ્યું કે મંગળ ગ્રહ પર તાપમાન ઘણું ઓછું છે અને છતાં ત્યાં પાણી જામી નથી જતું અને એજ આધાર પર ટીમ દ્વારા એ નિષ્કર્ષ પર પોહ્ચવામાં આવ્યું કે પાણીમાં મીઠા(salt)નું પ્રમાણ ખુબ વધારે છે.

પ્રો.વિજય રમાનીએ ટીમનું કર્યું નૈતૃત્વ

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

અમેરિકા સ્થિત વોશિંગન્ટન વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર વિજય રમાનીએ રિસર્ચરોની ટીમને લીડ કરી હતી અને તેમણે મંગળ ગ્રહની પરિસ્થિતિ પ્રમાણે શૂન્યથી 36 ડીગ્રી નીચે તાપમાનમાં પરીક્ષણ કર્યા હતા. વૈજ્ઞાનિકોએ કહ્યું કે વીજળીની મદદથી પાણીમાં રહેલ સંયોજનને ઓક્સીજન અને હાઈડ્રોજન ઇંધણમાં ફેરવવા માટે પેહલા પાણીમાં એનામાં ભળેલા મીઠાને અલગ કરવું જરૂરી છે. આ પરિસ્થિતિમાં તે લાંબી અને ખર્ચાળ પ્રક્રિયા થવા સાથે મંગળ ગ્રહના વાતાવરણનાં હિસાબથી  ખતરનાક પણ હશે.

પ્રોફેસર રમાનીનું શું કેહવું છે?

પ્રોફેસરના જણાવ્યા પ્રમાણે મંગળ ગ્રહની સ્થિતિમાં પાણીને બે દ્રવ્યમાં વેહંચી નખાય તેવું ઇલેક્ટ્રોલાઈઝર, મંગળ ગ્રહ અને આગળના મિશનની રણનીતિક ગણનાને એકદમ બદલી નાખશે. આ પ્રયોગ સમાનરૂપથી પૃથ્વી પર પણ ઉપયોગી સાબિત થશે કે જ્યાં સમુદ્ર ઓક્સીજન અને હાઈડ્રોજનનો સ્ત્રોત છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article