CORONA મહામારી વચ્ચે વિશ્વ યુદ્ધના ભણકારા, રશિયન સૈન્ય નિષ્ણાંતોએ આપી ચેતવણી

|

Apr 06, 2021 | 7:01 PM

CORONAની મહામારી વચ્ચે હવે WORLD WARના ભણકારા વાગી રહ્યાં છે. RUSSIAના સૈન્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, આગામી 4 સપ્તાહમાં દુનિયા WORLD WARની સાક્ષી બનશે. CORONA સંકટ વચ્ચે જો WORLD WAR શરૂ થશે.

CORONA મહામારી વચ્ચે વિશ્વ યુદ્ધના ભણકારા, રશિયન સૈન્ય નિષ્ણાંતોએ આપી ચેતવણી
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

CORONAની મહામારી વચ્ચે હવે WORLD WARના ભણકારા વાગી રહ્યાં છે. RUSSIAના સૈન્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, આગામી 4 સપ્તાહમાં દુનિયા WORLD WARની સાક્ષી બનશે. CORONA સંકટ વચ્ચે જો WORLD WAR શરૂ થશે. તો તેના પરિણામ વિશે વિચારીને જ દુનિયાના લોકોમાં કંપારી ફેલાઇ છે.

RUSSIA-યુક્રેન સીમા પર વધતા તણાવથી WORLD WARની આશંકા વધી ગઈ છે. સૈન્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો એક મહિનાની અંદર જ દુનિયાને CORONA સંકટની વચ્ચે જ ભીષણ યુદ્ધનો સામનો કરવો પડશે. RUSSIAએ તણાવ વધવાની સ્થિતિમાં તાજેતરમાં જ તેમની વિવાદિત સીમા પર તેમના 4,000 સૈનિકો મોકલ્યા છે. રશિયન સેનાની આ હલચલના કારણે યુરોપ હાઈ એલર્ટ પર છે. તેના પછીથી WORLD WARનું જોખમ પણ વધી ગયું છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે સ્વતંત્ર રશિયન સૈન્ય વિશ્લેષક પાવેલ ફેલગેનહરે કહ્યું છે કે, જે પ્રમાણેની સ્થિતિ છે તેને જોઈને એવું કહેવું ખોટું નથી કે, આગામી થોડા સપ્તાહોમાં યુરોપીયન અથવા વિશ્વ યુદ્ધ જેવું મોટું જોખમ સામે આવવાનું છે. પાવેલ ફેલગેનહરે કહ્યું કે, જોખમ વધી રહ્યું છે અને ઝડપથી વધી રહ્યું છે. મીડિયામાં ભલે આ વિશે વધારે વાત ના થતી હોય પરંતુ અમને ખુબ ખરાબ સંકેતો દેખાઈ રહ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સીમા પર RUSSIAN ટેન્કોની હલચલ વધી
રશિયન સૈન્ય નિષ્ણાતો પાવેલ ફેલગેનહરે કહ્યું કે, જો યુદ્ધ શરૂ થશે તો તે માત્ર બે દેશો સુધી જ સીમિત નહીં રહે. તેમાં યુરોપીય વિશ્વ સ્તર પર યુદ્ધનું સ્વરૂપ લે તેવી ક્ષમતા છે. ફેલગેનહરનું આ નિવેદન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના તે આદેશ પછી આવ્યું છે જેના અંતર્ગત તેમણે ટેન્ક અને અન્ય બખ્તરબંધ વાહનો સાથે 4,000 રશિયન સૈનિકોની વિવાદિત સીમા પર મોકલ્યા છે. ત્યારપછી યુરોપે પણ તેમની સેનાને હાઈ એલર્ટ કરી દીધી છે.

આ કારણોથી થઈ શકે છે WORLD WAR
નોંધનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે જો યુદ્ધ થશે તો તે વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ જાય તેના ઘણાં કારણો છે. પહેલાં તો એ કે રશિયા અને અમેરિકા વિરોધી છે અને યુક્રેન અમેરિકાનું ખાસ છે. તેથી જો રશિયા યુક્રેનને નુકસાન પહોંચાડશે તો અમેરિકા તેનો સાથે આપશે અને આ રીતે અન્ય દેશો પણ તેમની સાથે જોડાશે.

Published On - 6:57 pm, Tue, 6 April 21

Next Article