AMERICA: ઈયાન વાવાઝોડાને કારણે ફ્લોરિડામાં તબાહી, 3 લાખ ઘરોમાં વીજળી ડૂલ, અત્યાર સુધીમાં 54ના મોત

|

Oct 02, 2022 | 2:31 PM

AMERICA: આ વાવાઝોડાને કારણે આ વિસ્તારમાં ભારે વિનાશ થયો છે. આ વાવાઝોડું 240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યું છે, જેના કારણે તેની પકડમાં આવેલા વિસ્તારમાં ઘણું નુકસાન થયું છે.

AMERICA:  ઈયાન વાવાઝોડાને કારણે ફ્લોરિડામાં તબાહી, 3 લાખ ઘરોમાં વીજળી ડૂલ, અત્યાર સુધીમાં 54ના મોત
ઈયાન વાવાઝોડાએ ફ્લોરિડામાં તબાહી મચાવી હતી
Image Credit source: PTI

Follow us on

AMERICA: અમેરિકી રાજ્ય ફ્લોરિડામાં અધિકારીઓએ હરિકેન ઈયાનથી (Hurricane Ian)ઘણા વધુ લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે, જેણે અત્યાર સુધીમાં દેશમાં 47 લોકોના જીવ લીધા છે. વૈશ્વિક સ્તરે હરિકેન ઈયાનથી મૃત્યુઆંક વધીને 54 થઈ ગયો છે. આ વાવાઝોડાને કારણે આ વિસ્તારમાં ભારે વિનાશ થયો છે. આ વાવાઝોડું (storm)240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યું છે, જેના કારણે તેની પકડમાં આવેલા વિસ્તારમાં ઘણું નુકસાન થયું છે.

મૃત્યુના આંકડા ફ્લોરિડા રાજ્યના ડોકટરોની એક ટીમ દ્વારા સંકલિત કરવામાં આવ્યા હતા, અને તેમના અનુસાર, તોફાન પછી આવેલા પૂરમાં ડૂબી જવાથી ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. શક્તિશાળી તોફાને પશ્ચિમી ક્યુબા, ફ્લોરિડા અને દક્ષિણ કેરોલિનામાં તબાહી મચાવી દીધી છે. યુએસ નેશનલ ગાર્ડના વડા અને ફોર સ્ટાર જનરલ ડેનિયલ હોંકસને એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે માત્ર શનિવારે જ ફ્લોરિડાના દક્ષિણપશ્ચિમ કિનારેથી એક હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે નદીમાં પૂરના કારણે બચાવ કામગીરી અને પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં અવરોધ ઊભો થયો હતો. તેમણે કહ્યું કે મિયાક્કા નદીમાં આવેલા પૂરને કારણે આંતરરાજ્ય રૂટ નંબર 75નો કેટલોક ભાગ ધોવાઈ ગયો હતો જેના કારણે શનિવારે તેના પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ વિસ્તારમાં અન્ય ઘણી જાહેર અને ખાનગી મિલકતોને નોંધપાત્ર નુકસાન થયું છે. ઘણી જગ્યાએ મકાનો અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણું નુકસાન થયું છે. જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અધિકારીઓએ જણાવ્યું હતું કે તોફાનથી ઉત્તર કેરોલિનામાં ચાર લોકોના મોત થયા હતા અને આમાંના મોટાભાગના મૃત્યુ વૃક્ષો પડવાથી અને વીજળી પડવાથી થયા હતા. તેમણે કહ્યું કે રાજ્યમાં 2,80,000 ઘરોમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો છે. નોર્થ કેરોલિનામાં વાવાઝોડાને કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

Published On - 2:30 pm, Sun, 2 October 22

Next Article