અમેરિકામાં ટ્રમ્પ બાજી મારશે કે બાઇડન ટ્રમ્પને હરાવશે પર સૌ કોઈની નજર, ડોનાલ્ડ ટ્રમ્પના ખાતામાં અત્યાર સુધીમાં 8 રાજ્ય, મતદાનની ટકાવારી 67 ટકા રહી

|

Nov 04, 2020 | 11:42 AM

અમેરિકામાં ટ્રમ્પ બાજી મારશે કે બાઇડન ટ્રમ્પને હરાવશે તેને લઇને મતોની ગણતરી ચાલી રહી છે, તાજા આંકડા અનુસાર બાઇડને 10 રાજ્યમાં જીત મેળવી લીધી છે તો ડોનાલ્ડ ટ્રમ્પના ખાતામાં અત્યાર સુધીમાં 8 રાજ્ય આવ્યા છે. આ વખતે 160 મિલિયન એટલે કે 16 કરોડ લોકોએ મત નાંખ્યા છે, મતદાનની ટકાવારી 67 ટકા રહી છે, જે એક […]

અમેરિકામાં ટ્રમ્પ બાજી મારશે કે બાઇડન ટ્રમ્પને હરાવશે પર સૌ કોઈની નજર, ડોનાલ્ડ ટ્રમ્પના ખાતામાં અત્યાર સુધીમાં 8 રાજ્ય, મતદાનની ટકાવારી 67 ટકા રહી

Follow us on

અમેરિકામાં ટ્રમ્પ બાજી મારશે કે બાઇડન ટ્રમ્પને હરાવશે તેને લઇને મતોની ગણતરી ચાલી રહી છે, તાજા આંકડા અનુસાર બાઇડને 10 રાજ્યમાં જીત મેળવી લીધી છે તો ડોનાલ્ડ ટ્રમ્પના ખાતામાં અત્યાર સુધીમાં 8 રાજ્ય આવ્યા છે. આ વખતે 160 મિલિયન એટલે કે 16 કરોડ લોકોએ મત નાંખ્યા છે, મતદાનની ટકાવારી 67 ટકા રહી છે, જે એક સદીનો સૌથી મોટો આંકડો છે, ટ્રમ્પ અને બાઇડન સતત લોકોને મતદાન કરવાની અપીલ કરી રહ્યાં હતા.

આપને કહી દઇએ કે અમેરિકામાં લગભગ 40 લાખ ભારતીય મૂળના લોકો છે, જેમાંથી 25 લાખ લોકો મતદાનના અધિકારી છે, 13 લાખથી વધુ ભારતીય અમેરિકી ટેક્સાસ, મિશિગન, ફ્લોરિડા અને પેનસિલ્વેનિયા જેવા રાજ્યોમાં મતદાન કરી રહ્યાં છે. મહત્વનું છે કે જો બાઇડને પણ જનતાને અપીલ કરી હતી કે જાઓ, મત આપો અમેરિકા. તેમણે ટ્વીટ કર્યું કે, ‘2008 અને 2012માં તમે આ દેશનું નેતૃત્વ કરવા માટે બરાક ઓબામાનો સાથ આપવા પર મારા પર ભરોસો મુક્યો. આજે ફરી એક વખત હું તમને વિશ્વાસ અપાવું છું કે મારા પર અને કમલા હેરિસ પર ભરોસો રાખો. અમે વચન આપીએ છીએ કે તમને નિરાશ નહીં કરીએ.

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 11:41 am, Wed, 4 November 20

Next Article