America : વૈજ્ઞાનિક પીટર હૉટઝે કહ્યું, ભારતીય રસીએ વિશ્વને ઘાતક કોરોનાથી બચાવ્યું

|

May 25, 2021 | 5:42 PM

America :  અમેરિકાના એક ટોચના વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે વૈશ્વિક સંસ્થાઓના સહયોગથી ભારતે( India)  તૈયાર કરેલી  કોરોના (Corona)  રસીએ વિશ્વને કોરોના રોગચાળામાંથી ઉગાર્યુ છે. તેમણે કહ્યું કે ભારત(India) ના ફાળાને ઓછો આંકી શકાય તેમ નથી.

America : વૈજ્ઞાનિક પીટર હૉટઝે કહ્યું, ભારતીય રસીએ વિશ્વને ઘાતક કોરોનાથી બચાવ્યું
US scientist Dr Peter Hotez (File Photo )

Follow us on

America :  અમેરિકાના એક ટોચના વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે વૈશ્વિક સંસ્થાઓના સહયોગથી ભારતે( India)  તૈયાર કરેલી  કોરોના (Corona)  રસીએ વિશ્વને કોરોના રોગચાળામાંથી ઉગાર્યુ છે. તેમણે કહ્યું કે ભારત(India) ના ફાળાને ઓછો આંકી શકાય તેમ નથી.

ફાર્મસી ઓફ વર્લ્ડ છે ભારત

હ્યુસ્ટનના  બાયલોર  કોલેજ ઓફ મેડિસનમાં નેશનલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિનના ડીન ડો.પીટર હૉટઝે  વેબિનારમાં જણાવ્યું હતું કે વિશ્વમાં કોરોના(Corona)  વાયરસને રોકવામાં ભારતની કોવિડ રસી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના વૈજ્ઞાનિક ડોક્ટર હૉટઝે જણાવ્યું હતું કે આ વૈશ્વિક રોગચાળામાં ભારતના મોટા યોગદાન વિશે વિશ્વ સંપૂર્ણ માહિતગાર નથી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

તેમણે કહ્યું હતું કે, રોગના ક્ષેત્રમાં તેના વિશાળ અનુભવ અને જ્ઞાનના કારણે રોગચાળા દરમિયાન ભારતને ‘ફાર્મસી ઓફ વર્લ્ડ’ કહેવામાં આવતું હતું. ડો.પીટર હૉટઝે કહ્યું કે એમઆરએનએની બે રસીનો પ્રભાવ વિશ્વના ઓછી અને મધ્યમ આવકવાળા દેશો પર થતો નથી. પરંતુ ભારતની કોરોના(Corona)  રસીઓએ ‘વિશ્વને બચાવી’ લીધી છે અને તેના યોગદાનને ઓછો આંકી શકાય નહિ.

ભારતે વાયરસ સામે લડવાની ભેટ આપી

વેબિનારમાં ” કોવિડ -19 : વેકસિનેશન એન્ડ પોટેન્શિયલ રિટર્ન ટુ નૉર્મલસી – ઇફ એન્ડ વ્હેન ” વિષય પર બોલતા ડો.હૉટઝે કહ્યું કે કોવિડ -19 રસીનું સંશોધન એ વાયરસ સામે લડવામાં વિશ્વને ભારતની ભેટ છે. વેબિનારનું આયોજન ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ગ્રેટર હ્યુસ્ટન (આઈએસીસીજીએચ) દ્વારા કરવામાં આવ્યું હતું.

ડો. હૉટઝે કહ્યું કે ‘આ ખૂબ જ વિશેષ છે અને હું તેને જાતે જોઈ રહ્યો છું, કારણ કે હું ભારતમાં અમારા સાથીદારો સાથે સાપ્તાહિક ટેલિકોન્ફરન્સમાં છું, તમે એક ભલામણ કરો છો, અને થોડા જ દિવસોમાં રસી તમને ઉપલબ્ધ કરાવી દેવામાં આવે છે. ડો. હોટેઝે કહ્યું કે, તેમને આ નિવેદન આપવા દબાણ કરવામાં આવ્યું ન હતું, પરંતુ તેમને લાગ્યું કારણ કે ‘આ વૈશ્વિક રોગચાળા સાથેની લડાઈમાં ભારતના વિશાળ પ્રયત્ન વિશે વિશ્વના લોકોને ખરેખર જાગૃત કરવાની જરૂર છે.

ડો. હૉટઝે કહ્યું કે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓએ સહયોગથી પોષાય તે ભાવે કોરોના વાયરસ રસી પર કામ કર્યું છે. તેમણે કહ્યું કે એવા પુરાવા છે કે રસીકરણ રોગને અટકાવે છે અને હોસ્પિટલથી દૂર રાખે છે. તેમજ એસિમ્પટોમેટિક ટ્રાન્સમિશનને પણ અટકાવે છે.

America એ ભારતને સાચો મિત્ર ગણાવ્યો 

આ અગાઉ America  એ ભારતની પ્રશંસા કરી હતી અને તેને એક સાચો મિત્ર ગણાવ્યો હતો. યુ.એસ.એ કહ્યું કે તે વૈશ્વિક સમુદાયને મદદ કરવા માટે તેના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રનો ઉપયોગ કરી રહ્યું છે. ભારતે કોવિડ -19 રસીને ભુટાન, માલદીવ, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર, મોરેશિયસ અને સેશેલ્સને સહાય રૂપે મોકલી છે. આ રસી સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને મોરોક્કોને વ્યવસાયિક પુરવઠા તરીકે મોકલવામાં આવી છે.

Published On - 5:40 pm, Tue, 25 May 21

Next Article