ન્યૂયોર્ક કોર્ટના આદેશથી USના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો, દરરોજ ચૂકવવો પડશે 10,000 ડોલરનો દંડ !

Donald Trump Daily Fine: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દરરોજ 10,000 ડોલરનો દંડ ભરવો પડશે. જી હા ન્યૂયોર્કની કોર્ટ દ્વારા તેને દોષી ઠેરવવામાં આવ્યો છે,જેથી તેણે આગામી આદેશ સુધી આ દંડ ભરવાનો રહેશે.

ન્યૂયોર્ક કોર્ટના આદેશથી USના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો, દરરોજ ચૂકવવો પડશે 10,000 ડોલરનો દંડ !
Former US President donald trump
| Edited By: | Updated on: Apr 28, 2022 | 8:18 AM

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને(US Former President Donald Trump) ન્યૂયોર્કના ન્યાયાધીશે કોર્ટની (New York) અવમાનના માટે દોષિત ઠેરવ્યા છે. તેમના પર આરોપ છે કે તેઓ તેમના વ્યવસાયિક વ્યવહારોની તપાસના ભાગરૂપે ન્યૂયોર્કના એટર્ની જનરલ દ્વારા જાહેર કરાયેલા સમન્સનો પૂરતો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા હતા. આ સાથે જ ન્યાયાધીશ આર્થર એન્ગોરોને  (State Judge Arthur Engoron) ટ્રમ્પને દરરોજ 10,000 ડોલરનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે. એન્ગોરોને બેન્ચે ચુકાદો સંભળાવતા પહેલા મેનહટન કોર્ટરૂમમાં કહ્યું “મિસ્ટર ટ્રમ્પ, હું જાણું છું કે તમે તમારા વ્યવસાયને ગંભીરતાથી લો છો અને હું મારા કામને ગંભીરતાથી લઉં છું.”

ટ્રમ્પને દંડ ચૂકવવા માટે કહેવામાં આવ્યું

કોર્ટે સોમવારે આ મામલામાં પોતાનો ચુકાદો આપ્યો હતો અને આ સાથે જ ટ્રમ્પને દંડ ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે. એટર્ની જનરલ લેટિયા જેમ્સને 2019ની તપાસમાં ટ્રમ્પના  નાણાકીય લાભ માટે સંપત્તિની ખોટી રજૂઆત કરી હોવાનુ સામે આવ્યુ હતુ. તેમના લેખિત આદેશમાં એન્ગોરોને જણાવ્યું હતું કે ટ્રમ્પે માન્ય કોર્ટના આદેશનો અનાદર કર્યો છે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને દરરોજ દંડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે જો ભવિષ્યમાં આવો જ વિલંબ થશે તો એટર્ની જનરલની ઓફિસ તેનાથી સંબંધિત કારણો પર કાર્યવાહી કરશે.

મિલકતના મૂલ્યની કથિત ખોટી રજૂઆત

એન્ગોરોને કહ્યું કે તપાસ પહેલા જ પુરાવા મળી ચુક્યા છે. જેમાં ગોલ્ફ ક્લબ અને પેન્ટહાઉસ એપાર્ટમેન્ટ સહિતની અન્ય મિલકતોનું યોગ્ય મૂલ્ય આંકવામાં આવ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. તેમણે કહ્યું, ‘દરેક દિવસ આદેશનું પાલન કર્યા વિના પસાર થઈ રહ્યો હતો.’ ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ તો તેઓ અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ હતા. તેમનો ચાર વર્ષનો કાર્યકાળ વિવાદોથી ભરેલો રહ્યો છે. ટ્રમ્પે પણ આ મામલે કહ્યું છે કે તેમણે કંઈ ખોટું કર્યું નથી. ઉપરાંત તેમણે તેમની સામેની તપાસને રાજકીય પ્રેરિત ગણાવી છે. ઉલ્લેખનીય છે કે, એટર્ની જનરલ લેટીસિયા જેમ્સ ડેમોક્રેટિક પાર્ટીના છે.

ટ્રમ્પે સમયમર્યાદાનું પાલન કર્યું ન હતું

ટ્રમ્પના વકીલ એલિના હબ્બાએ આ બાબતે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી ન હતી. સોમવારની સુનાવણી બાદ તેમણે કહ્યું કે ટ્રમ્પ અપીલ કરશે. કોર્ટમાં હાજર થવાના આદેશને રદ કરવાના મામલામાં પણ ટ્રમ્પને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે. તે 3 માર્ચની સમયમર્યાદા સુધીમાં કોર્ટમાં દસ્તાવેજો રજૂ કરવામાં પણ નિષ્ફળ રહ્યો હતો. આ પછી, તેમના વકીલોની વિનંતી પર સમયમર્યાદા 31 માર્ચ સુધી વધારી દેવામાં આવી હતી. અગાઉ જેમ્સે કહ્યું હતું કે તપાસમાં ટ્રમ્પના સંગઠન વિરુદ્ધ જરૂરી પુરાવા મળ્યા છે. જેમાં નાણાકીય નિવેદનોએ એક દાયકા કરતાં વધુ સમયથી સંપત્તિના મૂલ્યની ખોટી રજૂઆત કરવામાં આવી હતી.

 

 

આ પણ વાંચો :  ફિનલેન્ડ-સ્વીડનનો નાટોમાં જવાનો નિર્ણય, બંને દેશના અખબારોએ કર્યો ચોકાવનારો દાવો- આ તારીખે કરશે એપ્લાઈ

આ પણ વાંચો : Saudi Arabia : 30 વર્ષથી ટોઈલેટમાં બની રહેલા ‘ભારતીય નાસ્તા’ પર લાગ્યો પ્રતિબંધ