અજીત ડોભાલને કારણે ચીનને 2 કિલોમીટર સુધી પાછળ ખસવું પડ્યુ, સરહદેથી હજુ તબક્કાવાર પાછળ જશે ચીન

અજીત ડોભાલને કારણે ચીનને 2 કિલોમીટર સુધી પાછળ ખસવું પડ્યુ, સરહદેથી હજુ તબક્કાવાર પાછળ જશે ચીન

લદાખની ગલવાન ખીણપ્રદેશમાંથી ચીનને 2 કિલોમીટર સુધી પાછળ હટવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કરેલી વીડીયો કોન્ફરન્સ થકીની વાતચીત મહત્વની હોવાનું બહાર આવ્યું છે. ગઈકાલે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યીની વચ્ચે ગત 15 જૂનથી ભારત ચીન વચ્ચે સર્જાયેલ સીમા વિવાદના તમામ મુદ્દે વિડીયો કોન્ફરન્સથી વાતચીત થઈ હતી. […]

Bipin Prajapati

|

Jul 06, 2020 | 10:58 AM

લદાખની ગલવાન ખીણપ્રદેશમાંથી ચીનને 2 કિલોમીટર સુધી પાછળ હટવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કરેલી વીડીયો કોન્ફરન્સ થકીની વાતચીત મહત્વની હોવાનું બહાર આવ્યું છે. ગઈકાલે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યીની વચ્ચે ગત 15 જૂનથી ભારત ચીન વચ્ચે સર્જાયેલ સીમા વિવાદના તમામ મુદ્દે વિડીયો કોન્ફરન્સથી વાતચીત થઈ હતી. આ વાતચીતના અંતે ભારત અને ચીન વાસ્તવિક નિયત્રણ રેખા ઉપર સર્જાયેલ સીમા વિવાદનો અંત લાવવા સહમત થયા છે. અને તબક્કાવાર બન્ને દેશના સૈન્ય પાછળ હટશે. ભારત-ચીન વચ્ચેની સીમા વિવાદને લઈને સર્જાયેલ તણાવ દુર કરવા દ્વિપક્ષીય સમજુતી અને પ્રોટોકોલ મુજબ શાંતિ અને સુલેહ માટે અજીત ડોભાલ અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વાતચીત ચાલુ રાખશે.

અજીત ડોભાલે કહ્યું કે, બન્ને દેશોએ વાસ્તવિક નિયત્રણ રેખાનું સન્માન કરવું જોઈએ. વાસ્તવિક સ્થિતિને બદલવા માટે એક તરફી કાર્યવાહી ના કરવી જોઈએ. ભવિષ્યમાં પણ એવી કોઈ કાર્યવાહી ના કરવી જોઈએ કે જેનાથી બન્ને દેશની સરહદ વિસ્તારની શાંતિ અને સલામતી સામે કોઈપણ પ્રકારનો ખતરો કે ભય ઊભો થાય. ચીનનુ સૈન્ય પાછળ હટ્યુ હોવા અંગેના સમાચાર પ્રસારીત થયા બાદ, ચીનના વિદેશ વિભાગના પ્રવકત્તા ઝાઓ લીજીયાને કહ્યા મુજબ, 30મી જુને ભારત અને ચીનના કમાન્ડરસ્તરની વાતચીત થઈ હતી. બે તબક્કાની વાતચીતમાં જે મુદ્દે સહમતી સધાઈ હતી તેના પર અમલ થઈ રહ્યો છે. અગ્રીમ હરોળની સૈન્યપાંખમાં વાતચીત મુજબની પ્રગતિ થઈ છે. સરહદે પ્રવર્તતો તણાવ દુર કરવા માટે કેટલાક પગલાઓ લેવાયા છે. ભારત પણ ચીન તરફ આગળ વધવા સામે નક્કર કાર્યવાહી કરશે. રાજનૈતિક અને સૈન્યસ્તરની વાતચીત કાયમ રહેશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati