મોદી-જિનપિંગ મુલાકાત પૂર્વે, ભારત સાથે સંબંધ સુધારવા ચીનની પહેલ, રેર અર્થ મેગ્નેટ, ખાતર અને ટનલ બોરિંગ મશીનો પરનો પ્રતિબંધ હટાવ્યો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંંગની મુલાકાત પહેલા, વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ચીનના વિદેશ પ્રધાનની મુલાકાત થઈ હતી. આ મુલાકાત, ચીને, ખાતર, દુર્લભ ધાતુ (રેર અર્થ મેગ્નેટ) અનેટનલ બોરિંગ મશીન પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમાંથી કેટલાકનું શિપમેન્ટ ભારત માટે શરૂ પણ થઈ ગયું છે.

મોદી-જિનપિંગ મુલાકાત પૂર્વે, ભારત સાથે સંબંધ સુધારવા ચીનની પહેલ, રેર અર્થ મેગ્નેટ, ખાતર અને ટનલ બોરિંગ મશીનો પરનો પ્રતિબંધ હટાવ્યો
| Edited By: | Updated on: Aug 19, 2025 | 2:35 PM

ચીને ભારતમાં ટનલ બોરિંગ મશીનોની નિકાસ તેમજ રેર અર્થ મેગ્નેટ પુરવઠા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. ચીને કહ્યું છે કે તેણે ખાતર, રેર અર્થ મેગ્નેટ તેમજ ટનલ બોરિંગ મશીનોની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. ચીને પ્રતિબંધ હટાવીને ભારતને એક સાથે ત્રણ સારા સમાચાર આપ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ સોમવારે વિદેશ મંત્રી જયશંકરને ખાતરી આપી હતી કે, ચીને ભારતની ત્રણ મહત્વપૂર્ણ માંગણીઓ પર કાર્યવાહી શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતને કેટલીક શિપમેન્ટ પણ મળવા લાગી છે.

ખાતર (ખાસ કરીને ડાય-એમોનિયમ ફોસ્ફેટ) પર અચાનક પ્રતિબંધ લગાવવાથી રવી સિઝનના પાકને અસર થઈ હોવાથી ભારતે સ્પષ્ટપણે ચીન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, ચીને ભારતના માળખાગત પ્રોજેક્ટ્સ માટે જરૂરી ટનલ બોરિંગ મશીનનો પુરવઠો પણ બંધ કરી દીધો હતો, જેમાં વિદેશી કંપનીઓ દ્વારા ચીનમાં બનાવેલા મશીનોનો પણ સમાવેશ થાય છે.

ઓટો અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રને ફાયદો થશે

ઓટો અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગે પણ ચીન દ્વારા રેર અર્થ મેગ્નેટ અને ખનિજો પરના પ્રતિબંધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, કારણ કે તેનાથી ઉત્પાદન પર ખરાબ અસર પડી શકે છે. બંને દેશો વચ્ચે વધતા તણાવ અને સુરક્ષા કારણોસર આ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. જોકે, અમેરિકાએ વિશ્વના એક પછી એક દેશ ઉપર લાગાવી રહેલ ટેરિફ બાદ અર્થતંત્ર માટે ચિંતાજનક બાબતો આકાર પામી રહી હતી.

જો કે, LAC પર સૈનિકો પાછા ખેંચાયા પછી, વાંગ અને જયશંકર ગયા મહિને બે વાર મળ્યા હતા અને બંને દેશો ધીમે ધીમે સંબંધો સુધારવા સંમત થયા હતા. આમાં વિશ્વાસ વધારવો અને આર્થિક પ્રતિબંધો હળવા કરવાનો સમાવેશ થાય છે.

આ કરાર પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ સમયે અમેરિકાએ ભારત સામે કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયા સાથે ભારતના સંબંધોની ટીકા કરી છે અને કુલ 50% ટેરિફ લાદ્યો છે, જેમાં વધારાના 25% રાષ્ટ્રીય સુરક્ષા ટેરિફ છે. બીજી તરફ, અમેરિકાએ ચીન પ્રત્યે પોતાનું વલણ નરમ પાડ્યું છે, વેપાર યુદ્ધ યુદ્ધવિરામને વધુ 90 દિવસ લંબાવ્યો છે અને હાઇ-ટેક ચિપ્સના નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે.

ચીનને લગતા નાના મોટા મહત્વના તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.