Afghanistan War : તાલિબાનના કબજા વચ્ચે હેલિકોપ્ટર અમેરિકી દૂતાવાસ પર ઉતર્યું, રાજદ્વારીઓએ સંવેદનશીલ દસ્તાવેજો સળગાવી દીધા

|

Aug 15, 2021 | 5:18 PM

તાલિબાન હવે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર ઉભું છે. આ દરમિયાન અમેરિકાના રાજદ્વારીઓએ કેટલાક દસ્તાવેજો સળગાવી દીધા છે. તેને સંવેદનશીલ દસ્તાવેજો તરીકે વર્ણવવામાં આવી રહ્યા છે.

Afghanistan War : તાલિબાનના કબજા વચ્ચે હેલિકોપ્ટર અમેરિકી દૂતાવાસ પર ઉતર્યું, રાજદ્વારીઓએ સંવેદનશીલ દસ્તાવેજો સળગાવી દીધા
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

રવિવારે તાલિબાનોએ જલાલાબાદ પર કબજો કર્યાના થોડા કલાકો બાદ અમેરિકી હેલિકોપ્ટર અહીં અમેરિકી દૂતાવાસ પર ઉતર્યા હતા. રાજદ્વારીઓના સશસ્ત્ર એસયુવી વાહનો દૂતાવાસની નજીક આવતા જોવા મળ્યા હતા અને તેમની સાથે વિમાનની સતત અવરજવર હતી. જો કે, યુએસ સરકારે હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપી નથી.

દૂતાવાસની છત પાસે ધુમાડો ઉઠતો જોવા મળ્યો હતો, જે અમેરિકાના બે સૈન્ય અધિકારીઓના જણાવ્યા મુજબ રાજદ્વારીઓ દ્વારા સંવેદનશીલ દસ્તાવેજો સળગાવવાના કારણે થયો હતો. અમેરિકા તેના દૂતાવાસના કર્મચારીઓને બહાર કાઢવાના પ્રયાસોને તીવ્ર બનાવી રહ્યું છે. આ માટે સૈનિકો પણ મોકલવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને પોતાના સૈનિકોને અહીંથી બહાર કાઢવા માટે મોટો નિર્ણય લીધો હતો. 1 મેથી શરૂ સૈનિકોને પરત બોલાવવાની શરૂઆત થઈ હતી આ બાદ દેશમાં તાલિબાન કબ્જો કરી રહ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કાબુલના દરવાજે ઉભેલા આતંકવાદીઓ
તાલિબાન ચારે બાજુથી રાજધાની કાબુલ તરફ આગળ વધી રહ્યું છે. અહેવાલો અનુસાર, તેણે પોતાના લડવૈયાઓને કાબુલના દરવાજા પર ઉભા રહેવાનો આદેશ આપ્યો છે અને શહેરને ‘બળ દ્વારા’ કબજે કરવામાં આવશે નહીં. જોકે ત્યાંથી ગોળીબારનો અવાજ સ્પષ્ટપણે સંભળાય છે. અફઘાનિસ્તાન સરકારના ગૃહમંત્રી દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન ચારે બાજુથી કાબુલ તરફ આગળ વધી રહ્યું છે.

દેશના મોટા ભાગ પર કબજો
અગાઉ એવા અહેવાલ હતા કે તાલિબાનોએ દેશના મોટાભાગના ઉત્તરીય, પશ્ચિમ અને દક્ષિણ ભાગોને કબજે કર્યા છે. હવે માત્ર પૂર્વ ભાગ અફઘાન સરકારના હાથમાં બાકી છે. બીજી બાજુ, હજારો સામાન્ય લોકો કાબુલમાં ઉદ્યાનો અને ખુલ્લી જગ્યાઓમાં આશ્રય લઈ રહ્યા છે. રવિવારે કાબુલમાં શાંતિ હતી પરંતુ ઘણા એટીએમમાંથી રોકડ ઉપાડ અટકાવી દેવામાં આવી હતી. સેંકડો લોકો તેમના જીવનની મૂડી ઉપાડવાની આશા સાથે ખાનગી બેન્કોની બહાર ભેગા થયા હતા.

 

આ પણ વાંચો : Afghanistan: તાલિબાનનું નિવેદન, કાબુલ પર બળપૂર્વક કબજો નહીં કરે, લોકો શાંતિપૂર્વક રાજધાની સોંપી દે

આ પણ વાંચો :એક એકરમાં આ વૃક્ષના 120 છોડનું વાવેતર કરો અને 12 વર્ષમાં કરોડપતિ બનો ! જાણો કેવી રીતે

Next Article