બ્રિટેનમાં હાહાકાર બાદ અમેરિકાના કોલોરાડોમાં કોરોનાનાં નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ

|

Dec 30, 2020 | 4:08 PM

છેલ્લા કેટલાક દિવસો પહેલા બ્રિટન કોરોનાના નવા સ્ટ્રેનએ હાહાકાર મચાવી દીધો હતો. હવે આ નવો સ્ટ્રેન અમેરિકામાં મળી આવ્યો છે. અમેરિકાના કોલોરાડોમાં નવા સ્ટ્રેનનો પહેલો કેસ સામે આવ્યો છે. સમાચાર એજન્સી રોયટર્સ ના રીપોર્ટ મુજબ કોલોરાડોના ગવર્નર જોર્ડ પોલીસએ મંગળવારે જણાવ્યું કે બ્રિટનમાં મળી આવેલો નવો સ્ટ્રેન કોલોરાડોમાં મળ્યો છે. આ નવા સ્ટ્રેનનો પહેલો કેસ […]

બ્રિટેનમાં હાહાકાર બાદ અમેરિકાના કોલોરાડોમાં કોરોનાનાં નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ

Follow us on

છેલ્લા કેટલાક દિવસો પહેલા બ્રિટન કોરોનાના નવા સ્ટ્રેનએ હાહાકાર મચાવી દીધો હતો. હવે આ નવો સ્ટ્રેન અમેરિકામાં મળી આવ્યો છે. અમેરિકાના કોલોરાડોમાં નવા સ્ટ્રેનનો પહેલો કેસ સામે આવ્યો છે. સમાચાર એજન્સી રોયટર્સ ના રીપોર્ટ મુજબ કોલોરાડોના ગવર્નર જોર્ડ પોલીસએ મંગળવારે જણાવ્યું કે બ્રિટનમાં મળી આવેલો નવો સ્ટ્રેન કોલોરાડોમાં મળ્યો છે. આ નવા સ્ટ્રેનનો પહેલો કેસ છે.

રાજ્યના સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સ્ટ્રેન 20 વર્ષના એક યુવાનમાં જોવા મળ્યો છે. જેને ડેનવરના દક્ષીણ-પૂર્વમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. ચોકાવનારી વાત એ છે કે આ વ્યક્તિએ ક્યાય ટ્રાવેલ કર્યું નથી. કોલોરાડો રાજ્ય પ્રયોગશાળાએ આ વાયરસની પૃષ્ટિ કરી છે અને રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્રને જાણ કરી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગવર્નર પોલીસના જણાવ્યા અનુસાર કોવિડ 19ના આ નવા સ્વરૂપ વિશે એમને વધારે જાણકારી નથી, પરંતુ યુનાઇટેડ કિંગડમના વૈજ્ઞાનીક લોકોને ચેતવી રહ્યા છે કે આ વધુ ગંભીર સંક્રમણ છે. કોલોરાડોના નાગરીકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા અમારી પ્રાથમીકતા છે. અને અમે આ ઘટના પર જીણવટ પૂર્વક નજર રાખી રહ્યા છીએ.

Next Article