Afghanistan: તાલિબાનની ક્રૂરતાનું વધુ એક ઉદાહરણ આવ્યું સામે, પત્રકારની હત્યા કરીને ક્રેનથી લટકાવ્યો મૃતદેહ

|

Sep 25, 2021 | 9:46 PM

તાલિબાને ફરી એકવાર તેની નિર્દયતા બતાવવાનું શરૂ કર્યું છે. તેણે એક પત્રકારની હત્યા કરી અને તેનો મૃતદેહ ક્રેનથી લટકાવી દીધો. આ કેસ દેશના હેરત શહેરનો છે.

Afghanistan: તાલિબાનની ક્રૂરતાનું વધુ એક ઉદાહરણ આવ્યું સામે, પત્રકારની હત્યા કરીને ક્રેનથી લટકાવ્યો મૃતદેહ
File photo

Follow us on

તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ નિર્દયતાની તમામ હદ વટાવી દીધી છે, એક પત્રકારની હત્યા કરી અને તેના મૃતદેહને ક્રેનથી લટકાવી દીધો હતો. મળતી માહિતી મુજબ, પત્રકાર ઓનર અહમદની હત્યા કરવામાં આવી હતી અને તેનો મૃતદેહ હેરાત શહેરના મુખ્ય ચોકમાં લટકાવવામાં આવ્યો હતો.

મૃતદેહને જોવા માટે લોકોની ભારે ભીડ પણ અહીં એકઠી થઈ હતી. સાક્ષીઓએ જણાવ્યું હતું કે તાલિબાન લડવૈયાઓ ચાર મૃતદેહો પશ્ચિમ અફઘાનિસ્તાનના શહેરના મુખ્ય ચોકમાં લાવ્યા હતા. અહીં એક મૃતદેહ લટકાવવામાં આવ્યો હતો, જ્યારે ત્રણ મૃતદેહોને બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા.

મીડિયા અહેવાલો અનુસાર, તાલિબાન ચાર મૃતદેહને ક્રોસરોડ પર લાવ્યા હતા. તેમણે કહ્યું કે આ તમામ અપહરણના પ્રયાસ દરમિયાન પકડાયા હતા અને પછી પોલીસે તેમને મારી નાખ્યા છે. જાહેરમાં હત્યા અને ફાંસીને લગતા આ સમાચાર અંગે તાલિબાને હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. પરંતુ આ ઘટના બતાવે છે કે આ માનવાધિકાર સંગઠને ફરી એક વખત તેના જૂના ક્રૂરતા નિયમોનો અમલ શરૂ કર્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હાથ પગ કાપવા જેવી સજા આપવાનું શરૂ કરવામાં આવશે.
એક દિવસ પહેલા તાલિબાન નેતા મુલ્લા નુરુદ્દીન તુરાબીએ કહ્યું હતું કે તાલિબાન સરકાર ફરી એક વખત જાહેરમાં લોકોને ફાંસી આપવાનું અને તેમના હાથ -પગ કાપવાનું શરૂ કરશે. અગાઉના તાલિબાન શાસન (1996-2001) દરમિયાન શરિયા કાયદાના કડક અમલ માટે તુરાબી જવાબદાર છે. આવી સજા આપવા સંબંધિત મંત્રાલય ફરી એકવાર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ જ મંત્રાલય હેઠળ તાલિબાને અગાઉના શાસનમાં ક્રૂર હત્યાનો આદેશ આપ્યો હતો.

ચોરી કરવા બદલ હાથ કાપવાની સજા
તાલિબાનના એક અધિકારીએ તાજેતરમાં કહ્યું હતું કે તેમની સરકાર લોકોને “ઇસ્લામિક નિયમો” અનુસાર સજા કરશે. મોહમ્મદ યુસુફ નામના આ અધિકારીએ કહ્યું કે જો કોઈ વ્યક્તિ જાણી જોઈને કોઈની હત્યા કરે છે તો તે વ્યક્તિની હત્યા કરવામાં આવશે પરંતુ જો હત્યા જાણીજોઈને કરવામાં ન આવે તો અન્ય પ્રકારની સજા હોઈ શકે છે. યુસુફે કહ્યું કે ચોરના હાથ કાપી નાખવામાં આવશે.

આ પણ વાંચો :Modi in US, UNGA summit Highlights: પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આતંકવાદ, કોરોના અને અફઘાનિસ્તાન સહિતના મુદ્દાઓ પર કરી વાત

આ પણ વાંચો : નોકરીયાતો માટે મહત્વના સમાચાર, UAN થી આધાર લિંકની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવાઈ, આ રીતે કરો લિંક

Published On - 9:24 pm, Sat, 25 September 21

Next Article