Modi in US, UNGA summit Highlights: પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આતંકવાદ, કોરોના અને અફઘાનિસ્તાન સહિતના મુદ્દાઓ પર કરી વાત

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 7:40 PM

PM Modi Addressing 76th UNGA LIVE Updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 76 માં સત્રને કર્યું સંબોધિત.

Modi in US, UNGA summit Highlights: પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આતંકવાદ, કોરોના અને અફઘાનિસ્તાન સહિતના મુદ્દાઓ પર કરી વાત
Pm Narendra Modi addresses united nations general assembly session 76

PM Modi Speech in UN General Assembly: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં શનિવારે સંબોધન સમાપ્ત થયું છે. તેઓ UNGAના 76માં સત્રને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને કોરોના વાયરસને કારણે જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લોકશાહી પર કહ્યું કે, તેમણે કહ્યું કે, “આ વર્ષે 15 ઓગસ્ટના રોજ ભારતે આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. અમારી વિવિધતા એ અમારા મજબૂત લોકશાહીની ઓળખ છે.” આ સાથે તેમણે આતંકવાદ પર નામ લીધા વગર પાકિસ્તાન પર પણ નિશાન સાધ્યું હતું.

આ ઉપરાંત પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, કોરોના રોગચાળાએ વિશ્વને વૈશ્વિક અર્થવ્યવસ્થાને વધુ વૈવિધ્યસભર બનાવવાનું શીખવ્યું છે, તેથી વૈશ્વિક મૂલ્યની શ્રૃંખલાનો વિસ્તાર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારૂ ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ આ ભાવનાથી પ્રેરિત છે. આઝાદીના 75 વર્ષ નિમિત્તે ભારત ભારતીય વિદ્યાર્થીઓએ બનાવેલા 75 ઉપગ્રહો અવકાશમાં લોન્ચ કરવાના છે.” બાદમાં અફઘાનિસ્તાન મુદ્દે પીએંમએ કહ્યું કે, ‘અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ અને આતંકવાદી હુમલાઓ ફેલાવવા માટે ન થાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.’

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Sep 2021 07:20 PM (IST)

    પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાનનો ઉલ્લેખ કર્યો

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું, “કોરોના રોગચાળાએ વિશ્વને વૈશ્વિક અર્થવ્યવસ્થાને વધુ વૈવિધ્યસભર બનાવવાનું શીખવ્યું છે, તેથી વૈશ્વિક મૂલ્યની શ્રૃંખલાનો વિસ્તાર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારૂ ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ આ ભાવનાથી પ્રેરિત છે. આઝાદીના 75 વર્ષ નિમિત્તે ભારત ભારતીય વિદ્યાર્થીઓએ બનાવેલા 75 ઉપગ્રહો અવકાશમાં લોન્ચ કરવાના છે.”

  • 25 Sep 2021 07:14 PM (IST)

    રસી ઉત્પાદકોને કર્યા આમંત્રિત

    સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે હું વિશ્વભરના રસી ઉત્પાદકોને ભારતમાં આવવા અને રસી બનાવવા માટે પણ આમંત્રણ આપું છું.

  • 25 Sep 2021 07:13 PM (IST)

    અફઘાનિસ્તાન પર બોલ્યા પીએમ

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ અને આતંકવાદી હુમલાઓ ફેલાવવા માટે ન થાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે પણ સાવચેત રહેવું જોઈએ કે, કોઈ પણ દેશ નાજુક પરિસ્થિતિઓને તેમના સ્વાર્થ માટે સાધન તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ ન કરે.'

  • 25 Sep 2021 07:09 PM (IST)

    ભારતે DNA રસી વિકસાવી છે: પીએમ મોદી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રને સંબોધતા કહ્યું કે, ''ભારતનું રસી વિતરણ પ્લેટફોર્મ કોવિન એક જ દિવસમાં લાખો રસી ડોઝ સંચાલિત કરવા માટે ડિજિટલ સહાય પૂરી પાડે છે. હું યુએનજીએને જાણ કરવા માંગુ છું કે, ભારતે વિશ્વની પ્રથમ ડીએનએ રસી વિકસાવી છે જે 12 વર્ષથી ઉપરના તમામ લોકોને આપવામાં આવી શકે છે.''

  • 25 Sep 2021 07:07 PM (IST)

    તેમના બાળપણનો કર્યો ઉલ્લેખ

    પીએમ મોદીએ કહ્યું, આપણી વિવિધતા એ આપણા મજબૂત લોકશાહીની ઓળખ છે. એક એવો દેશ કે જેમાં ડઝનેક ભાષાઓ, સેંકડો બોલીઓ, ખાણી -પીણી છે. આ વાઇબ્રન્ટ લોકશાહીનું ઉદાહરણ છે. આ ભારતની લોકશાહીની તાકાત છે કે, એક નાનો બાળક જે એક સમયે રેલવે સ્ટેશનના ચાના સ્ટોલ પર તેના પિતાની મદદ કરતો હતો. તે ભારતના વડાપ્રધાન તરીકે આજે ચોથી વખત UNGAને સંબોધિત કરી રહ્યા છે.

  • 25 Sep 2021 07:03 PM (IST)

    પીએમ મોદીએ પાકિસ્તાન પર સાધ્યું નિશાન

    પીએમ મોદીએ આતંકવાદને લઈને પાકિસ્તાન પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, જે દેશો આતંકવાદનો ટૂલની જેમ ઉપયોગ કરી રહ્યા છે, તેમણે સમજવું પડશે કે, તે તેમના માટે પણ ખતરો છે.

  • 25 Sep 2021 06:54 PM (IST)

    ભારત લોકશાહીની જનની છે: પીએમ મોદી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, ભારત લોકશાહીની જનની છે અને હું તેનું પ્રતિનિધિત્વ કરું છું. તેમણે કહ્યું કે, “આ વર્ષે 15 ઓગસ્ટના રોજ ભારતે આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. અમારી વિવિધતા એ અમારા મજબૂત લોકશાહીની ઓળખ છે.''

  • 25 Sep 2021 06:50 PM (IST)

    કોરોના કોરોના પર બોલ્યા PM મોદી

    પીએમ મોદીએ કહ્યું કે, સમગ્ર વિશ્વ 100 વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારીનો સામનો કરી રહ્યું છે. હું એવા બધાને શ્રદ્ધાંજલિ આપું છું જેમણે આવા ભયંકર રોગચાળામાં પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેમના પરિવારો માટે મારી સંવેદના વ્યક્ત કરું છું.

  • 25 Sep 2021 06:47 PM (IST)

    અબ્દુલ્લા શાહિદને પાઠવ્યા અભિનંદન

    પીએમ મોદીએ તમામને નમસ્કાર કર્યા બાદ અબ્દુલ્લા શાહિદને અધ્યક્ષ પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા.

  • 25 Sep 2021 06:42 PM (IST)

    વિશ્વ સૌથી મોટી મહામારી સામે લડી રહ્યું છે: પીએમ મોદી

    પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બોલ્યા, 'વિશ્વ સૌથી મોટી મહામારી સામે લડી રહ્યું છે'

  • 25 Sep 2021 06:36 PM (IST)

    સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પહોંચ્યા PM મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધવા માટે સંયુક્ત રાષ્ટ્ર મથક પહોંચી ગયા છે.

  • 25 Sep 2021 06:28 PM (IST)

    પીએમ મહિલા સશક્તિકરણ પર બોલી શકે છે

    તિરુમૂર્તિએ આગળ કહ્યું, 'એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારત વિકાસશીલ વિશ્વમાં અગ્રણી અવાજ તેમજ આબોહવા પરિવર્તન, ટકાઉ વિકાસ લક્ષ્યો, રસીઓની ન્યાયીક પહોંચ, ગરીબી નિવારણ અને આર્થિક પુન: પ્રાપ્તિ, મહિલા સશક્તિકરણ પર સુરક્ષા પરિષદના સભ્ય બનશે. અને સરકારી માળખા, આતંકવાદ વિરોધી, શાંતિ નિર્માણમાં તેમની ભાગીદારી, UNSC સુધારાઓ વૈશ્વિક મુદ્દાઓ પર તેમનો અવાજ ઉઠાવશે. સામાન્ય સભામાં સંબોધન બાદ પીએમ મોદી ભારત માટે રવાના થશે.

  • 25 Sep 2021 06:16 PM (IST)

    પીએમ નરેન્દ્ર મોદી કયા મુદ્દાઓ પર બોલશે?

    સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ અગાઉ કહ્યું હતું કે, પીએમ મોદી હંમેશા વિશ્વ સામેના મુખ્ય મુદ્દાઓ અને ભારતમાં અમારા માટે મહત્વ અને ચિંતાના મુદ્દાઓ પર બોલતા રહ્યા છે. સ્થાનિક મોરચે અમારી સિદ્ધિઓ સહિત (PM Modi Speech at UNGA). તિરુમૂર્તિએ કહ્યું કે, કોરોનાવાયરસ રોગચાળો અને તેની માનવતાવાદી અસર સિવાય, વૈશ્વિક આર્થિક મંદી અને વિકાસ માટે ધિરાણ, આતંકવાદ અને સંબંધિત મુદ્દાઓ, આબોહવા પરિવર્તન, ચાલુ આંતરરાષ્ટ્રીય સંઘર્ષો, અફઘાનિસ્તાન સ્થિતિ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) જેવા અન્ય મુદ્દાઓ ભારત તરફથી સુધારાની વાત કરી શકે છે.

Published On - Sep 25,2021 6:14 PM

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">