Kabul Airport Attack: કાબુલમાં ફરીથી થઈ શકે છે વધુ આતંકી હુમલો, રાષ્ટ્રપતિ જો બાઈડેનની સુરક્ષા ટીમે જાહેર કર્યું એલર્ટ

|

Aug 28, 2021 | 8:09 AM

અમેરિકન કમાન્ડરોએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને ISIS -K ની નિશાન બનાવવાની યોજનાઓ વિશે પણ અપડેટ કર્યા

Kabul Airport Attack: કાબુલમાં ફરીથી થઈ શકે છે વધુ આતંકી હુમલો, રાષ્ટ્રપતિ જો બાઈડેનની સુરક્ષા ટીમે જાહેર કર્યું એલર્ટ
Kabul Airport Attack

Follow us on

Kabul Airport Attack: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની રાષ્ટ્રીય સુરક્ષા ટીમે રાષ્ટ્રપતિને જણાવ્યું છે કે કાબુલમાં બીજો આતંકવાદી હુમલો થવાની અપેક્ષા છે અને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ એરપોર્ટ પર સૌથી વધુ સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે. એમ પણ કહ્યું કે આ મિશનના આગામી થોડા દિવસો અત્યાર સુધીનો સૌથી ખતરનાક સમય હશે.

રાષ્ટ્રપતિ  બાઇડેનને આ વિશે જાણ કરવામાં આવી હતી જ્યારે તેઓ તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે સિચ્યુએશન રૂમમાં મળ્યા હતા, જેમાં ક્ષેત્રના ટોચના કમાન્ડરો અને રાજદ્વારીઓ સામેલ હતા.

ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ સુરક્ષિત વીડિયો ટેલિકોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. રાષ્ટ્રપતિએ યુએસ લશ્કરી હાજરી સમાપ્ત થયા પછી પણ ત્રીજા દેશના નાગરિકો અને અફઘાનિસ્તાનને દેશ છોડવા માટે સલામત માધ્યમ મેળવવા આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે રાજદ્વારી પ્રયાસો ચાલુ રાખવા નિર્દેશ આપ્યો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ દરમિયાન, અમેરિકન કમાન્ડરોએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને ISIS -K ની નિશાન બનાવવાની યોજનાઓ વિશે પણ અપડેટ કર્યા.

13 અમેરિકી સૈનિકો સહિત 100 થી વધુ લોકોના મોત થયા છે
તે જ સમયે, વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેન સાસાકીએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન છોડવા માંગતા અમેરિકનો અને અફઘાનના ઇવેક્યુએશન ઓપરેશનના આગામી થોડા દિવસો અત્યાર સુધીના સૌથી જોખમી દિવસો હશે. એમ પણ કહ્યું કે યુએસ આર્મી (UA Army) દર થોડા કલાકોમાં હજારો લોકોને એરલિફ્ટ કરી રહી છે.

એક દિવસ પહેલા ગુરુવારે, બે આત્મઘાતી હુમલાખોરો અને બંદૂકધારીઓએ કાબુલના હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલો કર્યો હતો, જેમાં 13 અમેરિકન સૈનિકો સહિત 100 થી વધુ લોકો માર્યા ગયા હતા. ઇસ્લામિક સ્ટેટના અફઘાનિસ્તાન સાથી ISIS-K એ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

ગુરુવારે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને હુમલાખોરોને કાબુલ એરપોર્ટની બહાર થયેલા બોમ્બ વિસ્ફોટો અંગે ચેતવણી આપતા સ્પષ્ટપણે કહ્યું હતું કે હવે તેઓએ તેની કિંમત ચૂકવવી પડશે. હુમલામાં અમેરિકન સૈનિકોના મોતથી ગુસ્સે ભરાયેલા જો બાઇડેને કહ્યું છે કે ન તો અમે તેને ભૂલીશું અને ન તો માફ કરીશું. હવે અમે શિકાર કરીશું અને તેઓએ આ મૃત્યુની કિંમત ચૂકવવી પડશે.

આ પણ વાંચો: સુરતમાં સાકાર થનારો જેમ્સ એન્ડ જવેલરી પાર્ક વિશ્વકક્ષાનો બનાવાશેઃ સીએમ રૂપાણી

આ પણ વાંચો: Indian Railways: હવે ટ્રેનમાં AC યાત્રા થશે સસ્તી, AC થ્રી ટાયરથી 8 ટકા ઓછું હશે સ્પેશિયલ ઈકોનોમી AC-3 ટાયરનું ભાડું

 

Next Article