AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અફઘાનિસ્તાનને લઈને વિશ્વના વલણ ઉપર સતત નજર રાખી રહ્યુ છે પીએમ મોદીએ રચેલ એસ જયશંકર, અજીત ડોભાલ સહીતનુ જૂથ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવા માટે ઉચ્ચસ્તરીય જૂથની રચના કરી છે. આ જૂથ અફઘાનિસ્તાનની સતત બદલાતી રહેતી સ્થિતિ ઉપર સતત બારીકાઈથી નજર રાખી રહ્યુ છે. હાલમાં, અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકો અને અફઘાન શીખ-હિન્દુ લઘુમતીઓને બહાર કાઢવાની પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે.

અફઘાનિસ્તાનને લઈને વિશ્વના વલણ ઉપર સતત નજર રાખી રહ્યુ છે પીએમ મોદીએ રચેલ એસ જયશંકર, અજીત ડોભાલ સહીતનુ જૂથ
Prime Minister Modi, S Jaishankar, Ajit Doval (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 9:16 AM
Share

અફઘાનિસ્તાન: પરિસ્થિતિ પર પીએમ મોદીના ઉચ્ચ સ્તરીય જૂથની નજીકથી નજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( PM Modi) અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને કેટલાક ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરીને ઉચ્ચસ્તરીય જૂથની રચના કરી હતી. અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ પર આ જૂથ દરરોજ બેઠક કરી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન મોદીએ આ જૂથને નિર્દેશ આપ્યો છે કે તે પહેલા અફઘાનિસ્તાનમાં ભારતની તાત્કાલિક પ્રાથમિકતા પર ધ્યાન કેન્દ્રિત કરે. અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના અફઘાન શીખ અને હિન્દુ લઘુમતીઓનું સ્થળાંતર ઉપર ભાર આપી રહ્યાં છે.

અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીયોને બહાર કાઢવાની પ્રાથમિકતા સરકારી સૂત્રો અનુસાર, લગભગ બે ડઝન ભારતીયો અને સો જેટલા શીખ-હિન્દુ લઘુમતીઓ હજુ પણ અફઘાનિસ્તાનમાં ફસાયેલા હોવાનો અંદાજ છે. ભારત તેમને બહાર કાઢવા માટે બેકડોર ચેનલનો ઉપયોગ કરી રહ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યારે અફઘાનિસ્તાનમાં 300 અમેરિકનો અને સો જેટલા બ્રિટિશ નાગરિકો ફસાયેલા છે. આ બંને દેશો તેમના નાગરિકોને બહાર કાઢવા માટે રાજદ્વારી અભિયાનનો આશરો લઈ રહ્યા છે. ભારત પણ હવે આવું જ કરવા જઈ રહ્યું છે અને આ બંને દેશોના સતત સંપર્કમાં છે.

આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા પર સતત નજર આ ઉપરાંત, ભારત પોતાની વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ રોકવા માટે રશિયા, કઝાકિસ્તાન, ઈરાન સહિત તમામ પ્રાદેશિક સ્તરે રાજદ્વારી સંપર્કમાં છે. અફઘાનિસ્તાનને લગતા રચાયેલા ઉચ્ચ સ્તરનું જૂથ અફઘાનિસ્તાન મુદ્દે આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓ ઉપર પણ નજર રાખી રહ્યું છે. આમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) નો સમાવેશ થાય છે, જ્યાં ભારતની અધ્યક્ષતામાં ગત સોમવારે અફઘાનિસ્તાનને આતંકનો ગઢ બનતા અટકાવવા માટે એક ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો.

તાલિબાનનું વાસ્તવિક સ્ટેન્ડ બહાર આવે તેની રાહ ભારતે તાલિબાનને માન્યતા આપવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવામાં ઉતાવળ નથી. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, અત્યાર સુધી તાલિબાનોએ ભારતીય નાગરિકો અને ત્યાં રહેતા હિન્દુ-શીખ લઘુમતીઓને નિશાન બનાવ્યા નથી. પરંતુ અફઘાનિસ્તાનમાંથી વિદેશી સૈનિકો પાછા ખેંચાયા બાદ હવે તાલિબાન ટૂંક સમયમાં સરકાર બનાવશે અને ત્યારબાદ ઘણા મુદ્દાઓ પર તેનું વાસ્તવિક વલણ સ્પષ્ટ થશે. તેથી ભારત આ મામલે વધુ રાહ જોવાના મૂડમાં છે. ભારત એ પણ જોશે કે નવી સરકાર તાલિબાન દ્વારા સંપૂર્ણપણે એકલા હાથે હશે કે અન્ય અફઘાન નેતાઓને પણ તેમાં સ્થાન આપવામાં આવશે.

આ પણ વાંચોઃ

IPL 2021: રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝટકો, જોસ બટલર અને બેન સ્ટોક્સ ટૂર્નામેન્ટથી બહાર, આ બે ખેલાડીઓની એન્ટ્રી

આ પણ વાંચોઃ

Maharashtra Rain Update : મહારાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જલગાંવ સહિત ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ , જુઓ VIDEO

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">