પૂર્વી અફઘાનિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો ટોચનો કમાન્ડર માર્યો ગયો

|

Aug 09, 2022 | 9:33 AM

પૂર્વી અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં એક રહસ્યમય વિસ્ફોટમાં પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના ટોચના કમાન્ડર ઉમર ખાલિદ ખુરાસાની અને અન્ય ત્રણ અગ્રણી આતંકવાદીઓ માર્યા ગયા હતા. સોમવારે પાકિસ્તાની મીડિયાના એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે. એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારે આ સમાચાર આપ્યા છે.

પૂર્વી અફઘાનિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો ટોચનો કમાન્ડર માર્યો ગયો
Afghanistan (PC: Twitter)

Follow us on

પૂર્વી અફઘાનિસ્તાન (Afghanistan) ના પક્તિકા પ્રાંતમાં એક રહસ્યમય વિસ્ફોટમાં પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના ટોચના કમાન્ડર ઉમર ખાલિદ ખુરાસાની અને અન્ય ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. સોમવારે પાકિસ્તાની મીડિયાના એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારે અહેવાલ આપ્યો છે કે અફઘાન અધિકારીઓ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ખુરાસાની સહિત આતંકવાદી સંગઠનના વરિષ્ઠ કમાન્ડરોને લઈ જતા એક વાહનને રવિવારે રહસ્યમય વિસ્ફોટક ઉપકરણથી નિશાન બનાવવામાં આવ્યું હતું.

અહેવાલમાં જણાવાયું છે કે, ટોચના આતંકવાદીઓ એક મીટિંગ માટે પ્રાંતના બિર્મલ જિલ્લામાં જઈ રહ્યા હતા ત્યારે તેમના વાહન લેન્ડમાઈનથી અથડાઈ હતી. અખબારે એક વરિષ્ઠ અફઘાન અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે વાહનમાં સવાર તમામ લોકો વિસ્ફોટમાં માર્યા ગયા હતા. તેમાં અબ્દુલ વલી મોહમંદ, મુફ્તી હસન અને હાફીઝ દૌલત ખાન જેવા ટોચના TTP કમાન્ડરનો સમાવેશ થાય છે. એમ પેપરમાં જણાવાયું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ “પરામર્શ” માટે જઈ રહ્યા હતા ત્યારે રવિવારે TTP નેતાઓનું વાહન લેન્ડમાઈન હેઠળ આવી ગયું. મોહમંદ આદિવાસી જિલ્લાનો વતની, ખુરાસાની TTP નો ટોચનો કમાન્ડર માનવામાં આવતો હતો. આતંકવાદી જૂથ TTP સમગ્ર પાકિસ્તાનમાં શરિયા કાયદો લાગુ કરવા માંગે છે. ખુરાસાની પર એક કરોડ રૂપિયાનું ઈનામ હતું.

 

અફઘાનિસ્તાનમાં દિવસેને દિવસે બોમ્બ ધડાકા વધી રહ્યા છે

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં અફઘાનિસ્તાન (Afghanistan) માં ક્યાંક ને ક્યાંક બ્લાસ્ટ થઈ રહ્યા છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ (Kabul) માં શનિવારે થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે અને 22 લોકો ઘાયલ થયા છે. તાલિબાનના એક અધિકારીએ આ જાણકારી આપી. તાલિબાન દ્વારા નિયુક્ત પ્રવક્તા ખાલિદ ઝદરાને જણાવ્યું હતું કે વિસ્ફોટ પશ્ચિમી કાબુલના પુલી-એ સોખ્તા વિસ્તારમાં થયો હતો. તેમણે કહ્યું કે હુમલાની જવાબદારી તાત્કાલિક કોઈએ લીધી નથી.

આ પહેલા સર-એ-કરેજ વિસ્તારમાં એક મસ્જિદ પાસે વિસ્ફોટ થયો હતો. જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા. તે જ સમયે અગાઉ કાબુલના એક સ્ટેડિયમમાં વિસ્ફોટ થયો હતો. જેમાં બે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

Next Article