Afghanistan : જનાજાની નમાજ દરમિયાન મસ્જિદમાં બ્લાસ્ટ, 11ના મોત, અનેક ઘાયલ

|

Jun 08, 2023 | 9:23 PM

અફઘાનિસ્તાનમાં ફરી એકવાર મસ્જિદને નિશાન બનાવવામાં આવી છે, જ્યાં જનાજાની નમાજ પઢવામાં આવી રહી હતી, તે જ સમયે આતંકવાદીએ બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો.

Afghanistan : જનાજાની નમાજ દરમિયાન મસ્જિદમાં બ્લાસ્ટ, 11ના મોત, અનેક ઘાયલ

Follow us on

Kabul  : અફઘાનિસ્તાનમાં તાલિબાનના પ્રાંતીય ડેપ્યુટી ગવર્નરના અંતિમ સંસ્કાર દરમિયાન થયેલા વિસ્ફોટમાં 11 લોકોના મોત થયા છે. ગયા અઠવાડિયે એક હુમલા દરમિયાન ડેપ્યુટી ગવર્નરની હત્યા કરવામાં આવી હતી. તાલિબાન સરકારના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે વિસ્ફોટ અફઘાનિસ્તાનના ઉત્તરીય ક્ષેત્ર બદખ્શાન પ્રાંતમાં એક મસ્જિદની અંદર થયો હતો. આ હુમલામાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્તાર ચીન અને તાજિકિસ્તાનની સરહદ પાસે છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

પોલીસ વડા નજીબુલ્લાહ બદખ્શીએ જણાવ્યું છે કે ઉત્તર બાલાગન પ્રાંતના પૂર્વ પોલીસ કમાન્ડર સફીઉલ્લાહ સમીમનું પણ આ વિસ્ફોટમાં મોત થયું છે. બદખ્શીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અફઘાનિસ્તાનના ફૈઝાબાદના રહેવાસી અશરફ નૈલે કહ્યું છે કે તે નજીકમાં બનેલી કોર્ટની અંદર હતો. સવારે લગભગ 11 વાગે તેણે જોરદાર ધડાકો સાંભળ્યો. આ બ્લાસ્ટ મસ્જિદની અંદર થયો હતો. બ્લાસ્ટ બાદ અનેક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ મંગળવારે કાર વિસ્ફોટની જવાબદારી લીધી હતી. જે વિસ્ફોટમાં બદખાનના ડેપ્યુટી ગવર્નરનું મોત થયું હતું. તાલિબાન સરકાર ઈસ્લામિક સ્ટેટના સભ્યો સામે દરોડા પાડી રહી છે. આ આતંકી સંગઠને અફઘાનિસ્તાનના શહેરી વિસ્તારોમાં અનેક મોટા હુમલા કરવાનો દાવો કર્યો છે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

આ પણ વાંચો : Russia-Ukraine War: યુક્રેનમાં બે વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, ઝેલેન્સકીએ કહ્યું- રશિયાએ યુદ્ધમાં 500 બાળકોને માર્યા

ઈસ્લામિક સ્ટેટ સતત તાલિબાનના વહીવટીતંત્રને નિશાન બનાવી રહ્યું છે. આ સંગઠને માર્ચમાં થયેલા હુમલામાં ઉત્તર બલ્ખના ગવર્નરની હત્યાની જવાબદારી પણ સ્વીકારી હતી. ઇસ્લામિક સ્ટેટ જૂથે તાલિબાન વહીવટી અધિકારીઓને નિશાન બનાવ્યા છે, અને માર્ચમાં એક હુમલામાં ઉત્તર બલ્ખ પ્રાંતના ગવર્નરની હત્યા કરવાનો દાવો કર્યો છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article