Afghanistan : કાબુલમાં આતંકીઓને ટાર્ગેટ બનાવવા માટે અમેરિકાનો ડ્રોન એટેક- રોયટર્સ

|

Aug 29, 2021 | 7:42 PM

અફઘાનિસ્તાન પર તાલિબાનોએ ત્રણ દીવસમાં બીજો મોટો હુમલો થયો છે. કાબુલ એરપોર્ટ નજીક એક ઘર પર મિસાઈલ હુમલાની માહિતી બહાર આવી રહી છે.

કાબુલના એરપોર્ટ પાસે રવિવારે રોકેટ હુમલો કરવામાં આવ્યો છે (કાબુલ એરપોર્ટ નજીક બ્લાસ્ટ). એરપોર્ટ નજીક સ્થિત રહેણાંક વિસ્તાર ગુલાઇમાં એક રોકેટ ત્રાટક્યું છે. આમાં બેના મોત થયા હતા, જ્યારે 3 ઘાયલ થયા હતા. તો કાબુલમાં આતંકીઓને ટાર્ગેટ બનાવવા માટે અમેરિકાનો ડ્રોન એટેક કર્યો હોવાની વાત સામે આવી છે.  તો કાબુલ એરપોર્ટ પાસે 5 ફાયર ફાઈટર પ્લાન પણ ઉતારવામાં આવ્યા છે.   તો બીજી તરફ એ વાત પણ સામે આવી રહી છે કે, આતંકીનો ખાત્મો બોલાવવા માટે અમેરિકા આ એર સ્ટ્રાઇક કરશે.

તે જ સમયે, હુમલાના થોડા સમય પછી, અમેરિકાએ કહ્યું છે કે તેણે આ હુમલો કર્યો હતો, જેમાં ISIS-K આતંકવાદીઓને રોકેટથી નિશાન બનાવવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, આત્મઘાતી હુમલાખોરને  ઠાર માર્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, કાબુલમાં પાકિસ્તાન દૂતાવાસની સામે કર્તા-પરવાન વિસ્તારમાં તાલિબાન પોસ્ટને નજર અંદાજ કર્યા બાદ એક ડ્રાઈવરને ગોળી મારી દેવામાં આવી હતી.
ત્રણ દિવસ પહેલા રાજધાની કાબુલ સિરિયલ બ્લાસ્ટથી હચમચી ગયું હતું. ગુરુવારે કાબુલ એરપોર્ટ નજીક શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા, જેમાં 169 અફઘાન નાગરિકો અને 13 અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તાલિબાનોએ 15 ઓગસ્ટના રોજ કાબુલ પર કબજો કર્યો ત્યારથી અમેરિકાએ 100,000 થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કા્યા છે અને 31 ઓગસ્ટની સમયમર્યાદા સુધીમાં તેના તમામ માણસો હોવાની આશા છે. બ્રિટને પણ તેના છેલ્લા બાકી રહેલા સૈનિકો સાથે કાબુલ એરપોર્ટ છોડી દીધું છે. તે જ સમયે, ફ્રાન્સે અફઘાનિસ્તાનમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેનું ઓપરેશન સમાપ્ત કર્યું અને કાબુલ એરપોર્ટ પર બાંધવામાં આવેલું તેનું કામચલાઉ દૂતાવાસ પણ બંધ કરી દીધું.

અમેરિકાના રાષ્ટ્ર્પતિ જો બાઇડને ચેતવણી આપી હતી કે ગુરુવારનો બ્લાસ્ટ છેલ્લો નથી. આ સિવાય પણ ઘણા વિસ્ફોટ થઈ શકે છે. અગાઉના દિવસે, બાઇડને કહ્યું હતું કે કાબુલ એરપોર્ટ નજીક વધુ વિસ્ફોટ થઈ શકે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે વિસ્ફોટ આગામી 24 થી 36 કલાકની અંદર થઈ શકે છે.

બીજી બાજુ, ISIS-K એ ગુરુવારે થયેલા આતંકી હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ પછી, અમેરિકાએ વિસ્ફોટો માટે જવાબદારોને ટૂંક સમયમાં સજા કરવાની વાત કરી હતી. વિસ્ફોટના 48 કલાકમાં અમેરિકાએ અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કરીને બદલો લીધો. આઈએસઆઈએસ-કેના નિશાન પર માનવરહિત ડ્રોન દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : સરકારને જાણ કર્યા વગર ગુપ્ત મુલાકાત પર અમેરિકી સાંસદ પહોંચ્યા કાબુલ એરપોર્ટ, પરત જઈને કર્યા ચોંકાવનારા ખુલાસાઓ

આ પણ વાંચો : Viral Video: વરમાળા પહેરાવતી વખતે દુલ્હને કર્યો ઈશારો અને પછી વરારાજાએ આપી આ પ્રતિક્રિયા, જુઓ વિડિયો

Published On - 6:14 pm, Sun, 29 August 21

Next Article