Afghanistan Crisis: તાલિબાનના પ્રવક્તાએ કહ્યું ‘આ દિવસે થશે સરકારની રચનાનું એલાન’

|

Sep 03, 2021 | 9:52 PM

તાલિબાનના (Taliban) પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે(Zabiullah Mujahid) કહ્યું છે કે આ દિવસે અફઘાનિસ્તાનમાં નવી સરકારની જાહેરાત કરવામાં આવશે.

Afghanistan Crisis: તાલિબાનના પ્રવક્તાએ કહ્યું આ દિવસે થશે સરકારની રચનાનું એલાન
Zabiullah Mujahid (File photo)

Follow us on

લગભગ 20 વર્ષથી અફઘાનિસ્તાન (Afghanistan)માં અમેરિકા અને નાટો દેશો સામે લોહિયાળ હુમલા કરનારા તાલિબાન આતંકવાદીઓ સરકાર બનાવી શકે છે. જો કે તાલિબાનના મોટાભાગના ટોચના નેતાઓ હજુ પણ કંદહારમાં છે અને તેમની વાતચીત હજુ પૂર્ણ થઈ નથી. તાલિબાન (Taliban) દ્વારા નવી અફઘાન સરકારની (Afghanistan Government) રચનાની તારીખ વધુ એક દિવસ મોકૂફ રાખવામાં આવી છે.

 

ઉગ્રવાદી સંગઠનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદના જણાવ્યા અનુસાર નવી અફઘાન સરકારની રચના શુક્રવારે જાહેર થવાની હતી. પરંતુ હવે તેમાં એક દિવસનો વિલંબ થયો છે. મુજાહિદે કહ્યું કે નવી સરકારની રચનાની જાહેરાત હવે શનિવારે કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે કતારમાં તાલિબાનની રાજકીય કાર્યાલયના અધ્યક્ષ મુલ્લા અબ્દુલ ગની બરાદર તાલિબાન સરકારના વડા હોવાની શક્યતા છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજો થયાને બે અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. આ સ્થિતિમાં કટ્ટરપંથી ઈસ્લામિક જૂથ આજે સરકારની રચનાની જાહેરાત કરે તેવી અપેક્ષા હતી. એવું માનવામાં આવે છે કે કાબુલમાં ઈરાની નેતૃત્વ જેવું શાસન હશે. આમાં તાલિબાનના ટોચના ધાર્મિક નેતા મુલ્લા હેબતુલ્લા અખુંદઝાદા અફઘાનિસ્તાનના સર્વોચ્ચ નેતા હશે અથવા સુપ્રીમ લીડર રહેશે. તાલિબાનના માહિતી અને સંસ્કૃતિ આયોગના વરિષ્ઠ અધિકારી મુફ્તી ઈનામુલ્લા સામંગાણીએ કહ્યું કે નવી સરકાર પર ચર્ચાઓ લગભગ સમાપ્ત થઈ ગઈ છે અને મંત્રીમંડળ પર જરૂરી ચર્ચાઓ પણ થઈ છે.

 

સર્વોચ્ચ નેતા પાસે રાજકીય, ધાર્મિક અને લશ્કરી બાબતો પર અંતિમ અધિકાર 

ઈરાનમાં સર્વોચ્ચ નેતા દેશની સર્વોચ્ચ રાજકીય અને ધાર્મિક સત્તા છે. તેમનો હોદ્દો રાષ્ટ્રપતિની સરખામણીમાં ઊંચો છે. સર્વોચ્ચ નેતા દેશની સેના, સરકાર અને ન્યાયતંત્રના વડાઓની નિમણૂક કરે છે. દેશના રાજકીય, ધાર્મિક અને લશ્કરી બાબતોમાં સુપ્રીમ લીડરને અંતિમ અધિકાર છે.

 

ઈનામુલ્લા સામંગણીએ કહ્યું મુલ્લા અખુંદઝાદા સરકારના નેતા હશે અને તેના પર કોઈ પ્રશ્ન નથી. સાંગાણીએ સંકેત આપ્યો કે રાષ્ટ્રપતિ તેમની દેખરેખ હેઠળ કામ કરશે. મુલ્લા અખુંદઝાદા તાલિબાનના ટોચના ધાર્મિક નેતા છે અને 15 વર્ષથી બલુચિસ્તાન પ્રાંતના કાચલાક વિસ્તારમાં એક મસ્જિદમાં સેવા આપી રહ્યા છે.

 

નવી વહીવટી વ્યવસ્થાનું નામ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત હજુ નક્કી કરવાનું બાકી છે. દોહામાં તાલિબાનની રાજકીય કાર્યાલયના નાયબ નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનીકઝાઈએ ગુરુવારે વિદેશી મીડિયા ચેનલોને જણાવ્યું હતું કે નવી સરકારમાં તમામ અફઘાન જાતિઓ અને મહિલાઓનો સમાવેશ થશે. તેમણે કહ્યું કે જે કોઈ પણ છેલ્લા 20 વર્ષમાં અફઘાનિસ્તાનમાં અગાઉની સરકારોમાં સામેલ હતો તેને નવા તાલિબાન વહીવટમાં સ્થાન મળશે નહીં.

 

 

આ પણ વાંચો  : Ajab Gajab: આ દેશમાં એક એવું ગામ છે જેમાં મહિલા અને પુરુષ બોલે છે અલગ-અલગ બોલી, આ પાછળ કારણ છે ચોંકાવનારું

 

આ પણ વાંચો :સપ્ટેમ્બરની આ તારીખથી બેકાર થઈ જશે એન્ડ્રોઈડ ફોન! બચવા માટે કરો આ ઉપાય

Next Article