Mosque Blast: અફઘાનિસ્તાનમાં શુક્રવારની નમાઝ બાદ મસ્જિદ હુમલો, બોમ્બ વિસ્ફોટમાં 50 લોકોના મોત

|

Oct 08, 2021 | 7:21 PM

અફઘાનિસ્તાનના (Afghanistan) કુન્દુઝ પ્રાંતમાં મોટો વિસ્ફોટ થયો છે. જેમાં 50 લોકોના મોત થયા છે. તાલિબાનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ શિયા મસ્જિદ પાસે થયો હતો.

Mosque Blast: અફઘાનિસ્તાનમાં શુક્રવારની નમાઝ બાદ મસ્જિદ હુમલો, બોમ્બ વિસ્ફોટમાં 50 લોકોના મોત
File photo

Follow us on

Blast in Afghanistan Kunduz City: અફઘાનિસ્તાન (Afghanistan)માં ફરી એકવાર મસ્જિદને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર તાલિબાન અધિકારીનું કહેવું છે કે કુન્દુઝ શહેરમાં શુક્રવારની નમાઝ બાદ શિયા મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો છે. સાક્ષીઓએ જણાવ્યું કે જ્યારે તેઓ નમાજ કરી રહ્યા હતા, ત્યારે તેઓએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો. જો કે હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

 

 

તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુહાજિદે જણાવ્યું હતું કે “આજે બપોરે રાજધાની કુન્દુઝના બંદર ખાન આબાદ જિલ્લામાં અમારા શિયા દેશબંધુઓની મસ્જિદમાં વિસ્ફોટ થયો છે. જેના પરિણામે આપણા ઘણા નાગરિકો શહીદ અને ઘાયલ થયા છે.” સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર અનેક લોકોના મોત નિપજ્યા છે. પ્રાંતની રાજધાની કુન્દુઝના લોકોએ જણાવ્યું હતું કે શુક્રવારની નમાઝ દરમિયાન એક શિયા મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો.

 

લોહીથી લથપથ જમીન પર પડયા છે મૃતદેહ

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરો બતાવે છે કે જમીન પર લોહીથી લથપથ કેટલાય મૃતદેહો પડેલા છે. અન્ય વીડિયોમાં મહિલાઓ અને બાળકો સહિત પુરૂષો અન્ય લોકોને ઘટનાસ્થળેથી દૂર લઈ જતા જોવા મળે છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે ઈજાગ્રસ્તોમાં આંતરરાષ્ટ્રીય સહાય જૂથનો એક કર્મચારી પણ છે. કુન્દુઝ સેન્ટ્રલ હોસ્પિટલનું કહેવું છે કે 50 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

કાબુલમાં મસ્જિદ પર પણ હુમલો થયો હતો

આશરે પાંચ દિવસ પહેલા કાબુલની એક મસ્જિદના ગેટ પર જીવલેણ બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં ઘણા નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલાની જવાબદારી ISIS-K હુમલાઓ એટલે કે ઈસ્લામિક સ્ટેટ-ખોરાસન દ્વારા લેવામાં આવી હતી. તે વૈશ્વિક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટની અફઘાનિસ્તાન શાખા છે.

 

આ હુમલો તાલિબાનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. કારણ કે પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદની માતાના મૃત્યુના લગભગ એક સપ્તાહ બાદ અહીં એક શોક સભા યોજાઈ હતી. લોકોએ ભોજન લીધા બાદ જ મસ્જિદના ગેટ પર હુમલો કરવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો : Air India Bid Winner : એર ઇન્ડિયાની કમાન ટાટા ગ્રુપના હાથમાં, 18 હજાર કરોડની લગાવી હતી બોલી

 

આ પણ વાંચો :કાશ્મીરમાં આ વર્ષમાં અત્યાર સુધી આતંકી હુમલામાં 28 લોકોના મોત, 22-23 ઓક્ટોબરે શ્રીનગર અને જમ્મૂનો પ્રવાસ કરી શકે છે HM અમિત શાહ

Next Article