અડધી રાતે ડિજીટલ હુમલાથી દુનિયામાં ખળભળાટ, એક હજારનાં બદલામાં બે હજાર ડોલર આપવાનું ટ્વીટ

|

Jul 16, 2020 | 11:22 AM

આઈફોન કંપની એપલ, ટેસ્લાના CEO એલન મસ્ક, એમેઝોનના CEO જેફ બેજોસ, માઈક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત ઘણી જાણીતી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ બુધવારે હેક થયા છે. હેકર્સે ક્રિપ્ટોકરન્સી બિટકોઈન મોકલવાના નામે છેતરપિંડી કરવા માટે આવી ખ્યાતનામ હસ્તીઓના નામનો સહારો લીધો છે.આ લોકોના એન્કાઉન્ટમાંથી હેકર્સે પોસ્ટ કરી કે અમે સમાજસેવા […]

અડધી રાતે ડિજીટલ હુમલાથી દુનિયામાં ખળભળાટ, એક હજારનાં બદલામાં બે હજાર ડોલર આપવાનું ટ્વીટ
http://tv9gujarati.in/addhi-raate-digi…ar-aapvanu-tweet/

Follow us on

આઈફોન કંપની એપલ, ટેસ્લાના CEO એલન મસ્ક, એમેઝોનના CEO જેફ બેજોસ, માઈક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત ઘણી જાણીતી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ બુધવારે હેક થયા છે. હેકર્સે ક્રિપ્ટોકરન્સી બિટકોઈન મોકલવાના નામે છેતરપિંડી કરવા માટે આવી ખ્યાતનામ હસ્તીઓના નામનો સહારો લીધો છે.આ લોકોના એન્કાઉન્ટમાંથી હેકર્સે પોસ્ટ કરી કે અમે સમાજસેવા કરવા માંગીએ છીએ. તમે 30 મિનિટમાં અમને જેટલી કિંમતના બિટકોઈન મોકલશો, તેનાથી ડબલ કિંમતના અમે તમને પાછા આપીશું.

કેબ કંપની ઉબેર, અરબપતિ રોકાણકાર વોરન બફેટ, અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન અને અમેરિકાની મીડિયા સેલિબ્રિટી કિમ કર્દાશિયા વેસ્ટ સહિત અન્ય જાણીતા લોકોના ટ્વિટર એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યા છે. ટ્વિટરના CEO જેક ડોર્સીએ કહ્યું કે,આ મુશ્કેલ ઘડી છે. અમે તપાસ કરી રહ્યા છીએ. જ્યારે સ્પષ્ટ થઈ જશે કે આ કેવી રીતે થયું છે ત્યારે અમે જાણકારી શેર કરીશું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ટ્વિટરે હેક કરાયેલા એકાઉન્ટ ડિસેબલ કરીને હેકર્સ દ્વારા કરવામાં આવેલા તમામ ટ્વિટ હટાવી દીધા છે. જે એકાઉન્ટને નિશાન પર લેવામાં આવ્યા છે તેમના લાખોની સંખ્યામાં ફોલોઅર છે.  એકાઉન્ટ હેક થઈ ગયા બાદ ટ્વીટર એક્શનમાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે તમે હાલમાં કોઈ પણ પાસવર્ડ બદલી નહી શકો. આપને જણાવી દઈએ કે BITCOIN દુનિયાની પહેલી ક્રિપ્ટો કરન્સી છે જે ખાસ કરીને ડીજીટલ દુનિયા માટે બનાવવામાં આવી છે. આ લેવડદેવડમાં ખાતાથી ખાતામાં બીટકોઈન ટ્રાન્સફર કરી શકાય છે બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી પડતી.

Next Article