Dinosaur Egg: બ્રાઝિલમાં મળ્યો 6 કરોડ વર્ષ જુનો ડાયનોસોરનો માળો, 5 ઈંડા પણ છે સલામત

|

Jan 05, 2022 | 4:30 PM

આ ડાયનાસોરના ઈંડા જમીનની નીચે સુરક્ષિત હતા, જે હવે સમય જતાં રેતીના પથ્થરમાં ફેરવાઈ ગયા છે. લાખો વર્ષો સુધી આ માટી ઈંડાની કુદરતી રક્ષક બની છે.

Dinosaur Egg: બ્રાઝિલમાં મળ્યો 6 કરોડ વર્ષ જુનો ડાયનોસોરનો માળો, 5 ઈંડા પણ છે સલામત
dinosaur eggs

Follow us on

બ્રાઝિલમાં (Brazil) ડાયનાસોરના અશ્મિભૂત ઈંડાનો (Dinosaur Eggs) માળો મળી આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઈંડા 60 મિલિયન વર્ષ જૂના છે. આ ઈંડા જમીનમાં દટાઈ ગયા અને બાદમાં અવશેષ બની ગયા. ડાયનાસોરના આ માળામાં 5 ઈંડા મળી આવ્યા છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે આ ઈંડા પ્રાચીન મગરના છે, પરંતુ તપાસ કરતાં તેમની વાસ્તવિકતા સામે આવી. આ માળો બ્રાઝિલના સાઓ પાઉલો શહેરના પ્રેસિડેન્ટ પ્રુડેન્ટ વિસ્તારમાંથી મળી આવ્યો હતો.

જી1ના રિપોર્ટ અનુસાર પેલિયોન્ટોલોજિસ્ટ વિલિયમ રોબર્ટો નાવાની ટીમે આ ઈંડાનું વ્યાપક વિશ્લેષણ કર્યું છે. તેમને જાણવા મળ્યું કે આ ઈંડા મગરના ઈંડા કરતા મોટા અને જાડા હતા. આ સ્થળ પર મોટાભાગની શોધ માટે જવાબદાર નાવાએ જણાવ્યું હતું કે આ ડાયનાસોરના ઈંડા 4થી 5 ઈંચ લાંબા અને 2થી 3 ઈંચ પહોળા છે. પ્રાચીન મગરના ઈંડા 3 ઈંચથી વધુ લાંબા ન હતા.

આ ડાયનાસોરના ઈંડા જમીનની નીચે સુરક્ષિત હતા, જે હવે સમય જતાં રેતીના પથ્થરમાં ફેરવાઈ ગયા છે. નોવાએ કહ્યું કે લાખો વર્ષોમાં આ માટી ઈંડાની કુદરતી રક્ષક બની છે. વર્ષોથી ઈંડા પર માટીના અનેક સ્તરો જમા થયા છે. આ ઈંડા ગયા વર્ષે કાઢવામાં આવ્યા હતા, પરંતુ તાજેતરમાં જાણવા મળ્યું છે કે તે ડાયનાસોરના ઈંડા છે. આ ઈંડામાં અશ્મિભૂત ગર્ભ પણ હોઈ શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પહેલા ચીનમાં એક ભ્રૂણ સહિત ડાયનાસોરના ઈંડા મળી આવ્યા હતા, જેની ચર્ચા આખી દુનિયામાં થઈ હતી. દરમિયાન, બ્રિટનમાં એક બીચ પર મળી આવેલા ડાયનાસોરના પગના નિશાન દર્શાવે છે કે આ વિશાળ પ્રાણીઓ અહીં 200 મિલિયન વર્ષ પહેલાં એકઠા થયા હતા.

વૈજ્ઞાનિકો લાંબી ગરદનવાળા ડાયનાસોરના જૂથના પગના નિશાનનો અભ્યાસ કરી રહ્યા છે. 3D મોડલ બનાવવા માટે પ્રિન્ટેડ ઈમેજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કરીને સંશોધકો વધુ સરળતાથી અને સચોટ રીતે અભ્યાસ કરી શકે.

આ પણ વાંચો –

નાઈજીરિયામાં પોલીસને મળી મોટી સફળતા, અપહરણ કરાયેલા 100 જેટલા લોકોને બિનશરતી બચાવ્યા

આ પણ વાંચો –

ઈરાકમાં અમેરિકી સૈન્ય મથક નજીક રોકેટ હુમલો, બગદાદ એરપોર્ટને પણ નિશાન બનાવાયું

આ પણ વાંચો –

Corona : WHOએ આપી ચેતવણી, ઓમિક્રોન જેટલો વધુ ફેલાશે તેટલા વધુ ખતરનાક નવા વેરિઅન્ટની શક્યતા

Next Article