Viral Video : ઘર ફેરવાયું બર્ફીલી ગુફામાં, માઈનસ 40 ડિગ્રીમાં જ્યારે ફ્લેટમેટે ખુલ્લો છોડી દીધો દરવાજો, જુઓ રૂમની સ્થિતિનો Video

|

Feb 04, 2023 | 10:26 AM

Heilongjiang : હાલના દિવસોમાં ચીનમાં એક ઘરની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. જ્યાં એક ફ્લેટમેટે પોતાનું ઘર ખુલ્લું છોડી દીધું હતું. જે બાદ આખું ઘર બર્ફીલી ગુફામાં ફેરવાઈ ગયું.

Viral Video : ઘર ફેરવાયું બર્ફીલી ગુફામાં,  માઈનસ 40 ડિગ્રીમાં જ્યારે ફ્લેટમેટે ખુલ્લો છોડી દીધો દરવાજો, જુઓ રૂમની સ્થિતિનો Video
China Heilongjiang flat

Follow us on

જ્યારે પણ તમે ફ્લેટ ભાડે આપવા જાઓ છો ત્યારે મકાનમાલિકના પોતાના નિયમો અને કાયદાઓ હોય છે, જેનું પાલન કરવું પડે છે. સારો ફ્લેટમેટ શોધવો તે રેતીમાં સોય શોધવા જેવું છે. સારા ફ્લેટમેટ એટલે મતલબ એવો થાય છે કે જે સમયસર ભાડું ચૂકવે છે, ભાડાના મકાનને પોતાનું માનીને સાચવે અને તેને સ્વચ્છ રાખે છે અને સારું વર્તન કરે છે પરંતુ એવા ઘણા લોકો છે જેમણે પોતાના ફ્લેટમેટ સાથે આવું કર્યું જેનાથી આખી બિલ્ડિંગ પરેશાન થઈ ગઈ.

આ પણ વાંચો : Gadar 2 Viral Video : ‘ગદર 2’ના આ એક્શનની સામે હેન્ડપંપ ઉખેડવાનું દ્રશ્ય ફેલ, રિલીઝ પહેલાં જ લીક થયો VIDEO

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જુઓ વીડિયો…

મામલો ચીનના હેલોંગજિયાંગ (Heilongjiang) શહેરનો છે. જ્યાં એક વ્યક્તિએ પોતાનું ઘર ખુલ્લું છોડી દીધું હતું અને તે સમયે તાપમાન એટલું ઓછું હતું કે જ્યારે તેનો ફ્લેટમેટ પાછો આવ્યો ત્યારે આખું ઘર ફ્રીજમાં ફેરવાઈ ગયું હતું. દરવાજાની ફ્રેમ અને છત પરથી બરફની જાડી ચાદર લટકતી જોવા મળે છે. દરવાજામાંથી હાડ થીજવતો પવન ફૂંકાઈ રહ્યો હતો અને આખું એપાર્ટમેન્ટ બરફથી ઢંકાઈ ગયું હતું. જ્યાં હવે આ બરફ સંપૂર્ણપણે પીગળી ન જાય ત્યાં સુધી સામાન્ય માણસ માટે જીવવું અશક્ય છે.

આ શહેર આખી દુનિયામાં આઇસ-સિટી તરીકે જાણીતું છે

એક અનુમાન મુજબ, આ ઘરને તેની મૂળ સ્થિતિમાં પાછા આવવામાં લાંબો સમય લાગશે, કારણ કે જે રીતે હીલોંગજિયાંગ પ્રાંતમાં ઠંડી પડે છે, તે જ રીતે તે ગરમ થાય છે. ઉલ્લેખનીય છે કે ચીનનો આ પ્રાંત હેલોંગજિયાંગ સમગ્ર વિશ્વમાં આઇસ-સિટીના નામથી જાણીતો છે. આવા શહેરમાં રહેવું સહેલું નથી. જો તમને લાગે છે કે અહીં તમને શુદ્ધ હવા અને આરામદાયક વાતાવરણ મળશે, તો તે ખોટું છે કારણ કે આ શહેરમાં મોટાભાગે ઠંડુ રહે છે, તેથી આ શહેરમાં ગરમીની જરૂરિયાત વધુ છે.

આઇસ કલાકારો લાભ ઉઠાવે છે

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ પ્રાંત કોઈ વિન્ટર વન્ડરલેન્ડથી ઓછો નથી. વિશ્વભરના આઇસ કલાકારો અહીં ખૂબ જ વિશાળ આર્ટવર્ક બનાવવા માટે આવે છે અને આખો વિન્ટર કેસલ એટલે કે આઇસ ફોર્ટ બનાવવામાં આવે છે. જે 20 ડિસેમ્બરથી જ શરૂ થાય છે અને ફેબ્રુઆરી સુધી ચાલુ રહે છે… આનું કારણ એ પણ છે કે અહીંનું હવામાન એટલું ઠંડું છે કે બરફ ઓગળતો નથી.

Next Article