Corona Vaccine Update: USAમાં ફાઈઝર રસી લેનારાઓ પર સરવે, આવ્યા ચોંકાવનારા પરિણામ

|

Sep 06, 2021 | 4:07 PM

વેક્સીનના(Vaccine) પરિણામો જોઈને ખાસ કરીને વૃદ્ધો માટે રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો (CDC) બુસ્ટર ડોઝ માટેની ભલામણને સમર્થન આપે છે. અભ્યાસ મુજબ, છ મહિના પછી વ્યક્તિઓના એન્ટિબોડીઝના સ્તરમાં ઘટાડો થયો છે.

Corona Vaccine Update: USAમાં ફાઈઝર રસી લેનારાઓ પર સરવે, આવ્યા ચોંકાવનારા પરિણામ
Vaccine

Follow us on

Corona Vaccine Update: કોરોના(Corona) સામેનું એક માત્ર હથિયાર હોય તો તે છે કોરોના રસી(Corona Vaccine) આજે વિશ્વભરમાં કોરોના સામેની લડતમાં જીત મેળવા માટે વેક્સીન અગત્ય બની ગઈ છે. આ વચ્ચે વેક્સિનને લઈને ખરાબ સમાચાર આવ્યા છે. વરિષ્ઠ નર્સિંગ હોમના રહેવાસીઓ અને તેમની સંભાળ રાખનારાઓમાં ફાઇઝર રસીઓ દ્વારા થયેલ COVID-19 એન્ટિબોડી બીજા ડોઝના છ મહિના પછી 80 ટકાથી વધુ ઘટી છે.

અમેરિકાના એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. અમેરિકાની કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટી અને બ્રાઉન યુનિવર્સિટીની આગેવાની હેઠળના અભ્યાસમાં  ફાઇઝર (pfizer) વેક્સીન લીધેલા 120 નર્સિંગ હોમના રહેવાસીઓ અને 92 આરોગ્ય કામદારોના લોહીના નમૂનાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

અભ્યાસ કરનાર લોકોએ હ્યુમરલ ઇમ્યુનિટીને જોઈને જેને એન્ટિબોડી-મેડિએટેડ ઇમ્યુનિટી પણ કહેવાય છે, સાર્સ સિઓવી-2 વાયરસ વિરુદ્ધ શરીરની સુરક્ષા માપી શકાય છે. જેનાથી કોરોના થાય છે. અભ્યાસ હજી પ્રકાશિત થયો નથી અને પ્રિપ્રિન્ટ સર્વર ‘MedArchive’ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. અભ્યાસ મુજબ, તે દર્શાવે છે કે છ મહિના પછી વ્યક્તિઓમાં એન્ટિબોડીનું સ્તર 80 ટકાથી વધુ ઘટ્યું છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

પરિણામો બૂસ્ટર ડોઝને ટેકો આપે છે
સંશોધકોના જણાવ્યા મુજબ, 76થી વધુ વય ધરાવતા વરિષ્ઠ અને 48 વર્ષની વય ધરાવતા લોકોમાં પરિણામ સરખા હતા. કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ કેનેડીએ જણાવ્યું હતું કે, રસીકરણના છ મહિના પછી આ નર્સિંગ હોમના 70 ટકા રહેવાસીઓના લોહીમાં “પ્રયોગશાળા પ્રયોગોમાં કોરોનાવાયરસ ચેપને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ઓછી હતી.” કૈનેડેએ કહ્યું હતું કે, પરિણામ રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્રઆઈ બુસ્ટર ડોઝનું સમર્થન કરે છે. ખાસ કરીને વૃદ્ધો માટે.

તાજેતરના અભ્યાસમાં આ વાત સામે આવી છે
તાજેતરના એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ -19 રસીઓ ફાઇઝર અને એસ્ટ્રાઝેનેકાથી કોરોના વાયરસના ડેલ્ટાના વેરિઅન્ટ સામે આલ્ફા સ્વરૂપ કરતાં ઓછી અસરકારક છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. જો કે, સંશોધકોએ જણાવ્યું હતું કે કોવિશિલ્ડ તરીકે ઓળખાતા ફાઇઝર બાયોએન્ટેક અને ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી હજુ પણ ડેલ્ટા ફોર્મ સાથે નવા ચેપ સામે વધુ સારી સુરક્ષા પૂરી પાડે છે.

આ પણ વાંચો : Kabul International Stadium : તાલિબાન શાસન બાદ પ્રથમ વખત ક્રિકેટ મેચનું આયોજન, મેચ જોવા તાલિબાનો રાઈફલ લઈને પહોંચ્યા

આ પણ વાંચો :’23, મધર ટેરેસા ક્રેસન્ટ’: અઢી દાયકા સુધી કોંગ્રેસનું પાવર સેન્ટર રહેલું ઘર આખરે ખાલી કરાયુ, દિકરી મુમતાઝે શેર કર્યો ઈમોશનલ VIDEO

Next Article