Iran-Israel war : જવું હતુ કુવૈત…પહોંચી ગયા પાકિસ્તાન….8 ભારતીય કરાંચીમાં ફસાયા

મિડિલ ઈર્સ્ટમાં સંધર્ષના કારણે એરસ્પેસ બંધ થવાથી એક એર અરેબિયા ફ્લાઈટ કરાંચી એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાં 8 ભારતીય મુસાફરો પણ સામેલ હતા. જેમાં કેરળના 3 સભ્યો પણ સામેલ છે. તો ચાલો જાણો શું છે સમગ્ર મામલો

Iran-Israel war : જવું હતુ કુવૈત...પહોંચી ગયા પાકિસ્તાન....8 ભારતીય કરાંચીમાં ફસાયા
| Updated on: Mar 02, 2026 | 11:09 AM

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે એરસ્પેસ બંધ થવાથી એક ફ્લાઈટને પાકિસ્તાનના કરાંચી એરપોર્ટ પર ઉતરવું પડ્યું હતુ. જેમાં 8 ભારતીય પ્રવાસી પણ સવાર હતા આમાંથી 3 લોકો કેરળના છે. આ જાણકારી નોર્કા રુટ્સે આપી છે. જે રાજ્ય સરકારની એજન્સી છે જે બિન-નિવાસી કેરળવાસીઓના કામકાજનું ધ્યાન રાખે છે.

  મુસાફરોને જલ્દી ભારત લાવવા માટે પ્રયાસ કરશે

અધિકારીઓના જણાવ્યા અનુસાર એક પરિવાર અઝરબૈઝાનના બાકુથી શારજ્હા થઈ કુવૈત જઈ રહ્યો હતો. અન્ય ભારતીય મુસાફરો પણ એર અરેબિયા ફ્લાઈટમાં હતા. મિડિલ ઈર્સ્ટમાં સંધર્ષને લઈ અનેક દેશોએ પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. જેનાથી મુસાફરોની હવાઈ સેવા પ્રભાવિત થઈ છે.આ સ્થિતિને કારણે ફ્લાઈટને કરાંચીમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. કરાંચી એરપોર્ટ પર ફસાયેલા મુસાફરો પણ પોતાની આગામી મુસાફરીની રાહ જોઈ રહ્યો છે. કારણ કે,ખાડી દેશમાં એરસ્પેસ બંધ છે. નોર્કા રુટ્સે જણાવ્યું કે, તે ભારતના વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં છે અને મુસાફરોને જલ્દી ભારત લાવવા માટે પ્રયાસ કરશે.

અધિકારીઓનું કહેવું છે કે, કરાંચીથી ભારત આવ્યા બાદ કોલંબો જવાની યોજના પર વિચાર કરવામાં આવશે. આ સિવાય નાર્કો રુટ્સે ખાડી વિસ્તારમાં ફસાયેલા એનઆરકે અને તેના પરિવાર માટે એક હેલ્પ ડેસ્ક પણ શરુ કર્યું છે. જેનાથી તેને જરુરી જાણકારી મળી શકે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઈમ્સ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જો જરૂર પડે તો અમેરિકી સૈન્ય ઈરાન પર ચારથી પાંચ અઠવાડિયા સુધી હુમલા ચાલુ

આયતુલ્લાહ અલી ખામેનીનું મૃત્યું

તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ યાતાયાતની સર્વિસ નથી. બંન્ને દેશ એક બીજાના એરસ્પેસનો ઉપયોગ કરવાની પણ પરવાનગી નથી. 28 ફેબ્રુઆરીના રોજ ઈઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત અભિયાન હેઠળ ઈરાન પર હુમલો કર્યો છે. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનીનું મૃત્યું થયું છે. મિડિલ ઈસ્ટનો જંગ ભડકાવવાના કારણે અનેક દેશોએ પોતાના એરસ્પેસ બંધ કરી દીધો છે. જેના કારણે વિશ્વભરમાં હવાઈ ટ્રાફિક મુસાફરીને અસર થઈ હતી.

ઈરાન પશ્ચિમ એશિયાનો મુખ્ય દેશ છે. 1935 સુધી તેને પર્શિયા કહેવામાં આવતું હતું. ઈરાન પૂર્વમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ઘેરાયેલો છે. અહી ક્લિક કરો

Follow Us