AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનના સિંધમાં ન્યુમોનિયાનો ખતરો, 7 હજારથી વધુ માસૂમ બાળકોએ ગુમાવ્યા જીવ

ભારતમાં ન્યુમોનિયા એક મોટી સમસ્યા છે. બેક્ટેરિયા, વાયરસ અને ઘણા પ્રકારના સુક્ષ્મજીવો ન્યુમોનિયાનું કારણ બની શકે છે. તે ખાસ કરીને ઓછી સામાજિક આર્થિક સ્થિતિ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર હુમલો કરે છે.

પાકિસ્તાનના સિંધમાં ન્યુમોનિયાનો ખતરો, 7 હજારથી વધુ માસૂમ બાળકોએ ગુમાવ્યા જીવ
Child (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 7:43 AM
Share

પાકિસ્તાનના(Pakistan) સિંધમાં (Sindh City) ન્યુમોનિયાના(pneumonia) કારણે 7,462 બાળકોના મોત થયાના સમાચાર છે. તે જ સમયે, પાંચ વર્ષથી ઓછી ઉંમરના 27,136 બાળકો તેનાથી પ્રભાવિત થયા છે. સિંધ આરોગ્ય વિભાગના અધિકારીએ આ માહિતી આપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વર્ષે 46 થી વધુ બાળકો જેમની ઉંમર માત્ર 5 વર્ષ હતી અને જયારે 8,534 લોકો ન્યુમોનિયાથી પીડિત હતા. તેમણે કહ્યું કે 60% થી વધુ કેસ સિંધના ગ્રામીણ વિસ્તારોમાંથી નોંધાયા છે જ્યારે 40% પ્રાંતના શહેરી ભાગોમાંથી નોંધાયા છે.

સિંધના આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, ઘાતક ન્યુમોનિયા વાયરસને કારણે સિંધમાં 2021માં 7,462 બાળકોના મોત થયા છે અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના 27,136 બાળકો અસરગ્રસ્ત થયા છે. યુનિસેફના જણાવ્યા મુજબ, ન્યુમોનિયા બેક્ટેરિયા, વાયરસ અથવા ફૂગના કારણે થાય છે અને બાળકો શ્વાસ માટે લડતા રહે છે કારણ કે તેમના ફેફસામાં પરુ અને પ્રવાહી ભરાય છે. ડબ્લ્યુએચઓના અંદાજ મુજબ, ન્યુમોનિયા કુલ બાળકોના મૃત્યુમાં 16 ટકા હિસ્સો ધરાવે છે.

ન્યુમોનિયા શું છે કોઈપણ સંક્ર્મણને કારણે ફેફસામાં સોઝો થાય છે, જેને ન્યુમોનિયા કહેવાય છે. જો કે મોટાભાગના ન્યુમોનિયા બેક્ટેરિયલ ચેપને કારણે થાય છે, ઈન્ફલ્યુએન્ઝા અથવા કોરોના વાયરસ જેવા વાયરલ ચેપ ફેફસાને પણ અસર કરી શકે છે. કોરોના મહામારી તેનો જીવંત પુરાવો છે. તમને જણાવી દઈએ કે ન્યુમોનિયા ખાસ કરીને વયસ્કો અને બાળકો માટે ઘાતક બની જાય છે.

ભારતમાં ન્યુમોનિયા એક મોટી સમસ્યા છે. બેક્ટેરિયા, વાયરસ અને વિવિધ પ્રકારના સુક્ષ્મસજીવો ન્યુમોનિયાનું કારણ બની શકે છે. તે ખાસ કરીને ઓછી સામાજિક આર્થિક સ્થિતિ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર હુમલો કરે છે. એવું જોવામાં આવ્યું છે કે ધૂમ્રપાન કરનારાઓ અથવા જેઓ આલ્કોહોલનું સેવન કરે છે તેઓને ન્યુમોનિયા થવાની સંભાવના સૌથી વધુ હોય છે.

અન્ય પરિબળો જે ન્યુમોનિયાનું કારણ બની શકે છે બાળકોમાં પોષક તત્વોની ઉણપ. ઘર અથવા કાર્યસ્થળ પર વેન્ટિલેશનનો અભાવ. જે લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અથવા ઓટોઈમ્યુન ડીસ ઓર્ડર માટે સ્ટેરોઇડ્સ અથવા અન્ય ઇમ્યુનોસપ્રેસન્ટ દવાઓ લે છે. કેટલીકવાર અનિયંત્રિત ડાયાબિટીસ ધરાવતા લોકોને પણ ન્યુમોનિયા થવાની સંભાવના રહે છે.

ન્યુમોનિયાની સારવાર ડૉક્ટર ન્યુમોનિયાની સારવાર માટે દવા લખી શકે છે. બેક્ટેરિયલ ન્યુમોનિયાના મોટાભાગના કેસો મૌખિક એન્ટિબાયોટિક્સ વડે સારવાર કરી શકાય છે. હંમેશા એન્ટીબાયોટીક્સનો સંપૂર્ણ કોર્સ લો. પછી ભલે તમને સારું લાગવા લાગે. કેટલાક કિસ્સાઓમાં ડૉક્ટર એન્ટિવાયરલ લખી શકે છે. જો કે, વાયરલ ન્યુમોનિયાના ઘણા કેસો ઘરની સંભાળથી જાતે જ સારા થઈ જાય છે. ફંગલ ન્યુમોનિયાની સારવાર માટે એન્ટિફંગલ દવાઓનો ઉપયોગ થાય છે.

આ પણ વાંચો : Year Ender 2021 : ‘શેર શાહ’થી લઈને ‘ધ ફેમિલી મેન 2’ સુધી, આ વર્ષે આ ફિલ્મો અને વેબ સિરીઝે જીત્યા દર્શકોના દિલ, જુઓ લિસ્ટ

આ પણ વાંચો : Happy Birthday Twinkle Khanna : પહેલી ફિલ્મ હિટ થયા બાદ ટ્વીંકલની એક્ટિંગ કરિયર પર લાગી હતી બ્રેક, કહ્યું હતું કે, મારી ફિલ્મો પર પ્રતિબંધ લગાવો

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">