ન્યુયોર્કમાં 20% લોકો ગરીબ બન્યા, પરિસ્થિતિ વધુ વણસી, જુઓ DWની વિશેષ ડોક્યુમેન્ટ્રી VIDEO

|

Feb 01, 2023 | 4:53 PM

ન્યુયોર્કમાં કોરોના મહામારી બાદ ગરીબોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. પહેલા જે લોકો પાસે ભરપૂર કામ અને ખાવાનું હતું તે હવે ખાવા માટે ટળવળી રહ્યા છે. જે અંગે એક DWની વિશેષ ડોક્યુમેન્ટ્રી પ્રસારિત થઇ છે.

કોરોના મહામારીને કારણે વિશ્વના કેટલાક દેશોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. ત્યારે વિશ્વના સૌથી ધનિક અને શક્તિશાળી દેશમાં પણ આવી જ કંઇક અસર જોવાઇ રહી છે. વિશ્વનું સૌથી ધનિક શહેર કહેવાતું ન્યુયોર્કમાં ગરીબીનો ગ્રાફ વધી રહ્યો છે. આ અમે નથી કહી રહ્યા. પરંતુ ડીડબલ્યુ-હિન્દીની એક ડોક્યુમેન્ટ્રી સ્ટોરીમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. આ ડોક્યુમેન્ટરીમાં જણાવવામાં આવ્યું છેકે કોરોના મહામારીને કારણે ન્યુયોર્કના પ્રત્યેક પાંચ વ્યક્તિમાંથી એક વ્યક્તિ ગરીબીનો સામનો કરી રહ્યો છે. આ ડોક્યુમેન્ટરી વિડીયોમાં આવા જ કેટલાક લોકોના ઉદાહરણો પણ દર્શાવવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

આ વિડીયોમાં ન્યુયોર્કમાં મેક્સિકોની એક ગેરકાયદે રહેતી મહિલા સિક્સતાની કથા વર્ણવવામાં આવી છે. આ મેક્સિન મહિલા કોરોના મહામારી પહેલા પાંચ અલગ-અલગ જગ્યાએ સફાઇનું કામ કરતી હતી. અને, હવે તેણીની પાસે માત્ર એક જ જગ્યાએ સફાઇનું કામ રહ્યું છે. તેણી પાંચ સંતાનો હોવાથી આર્થિક સ્થિતિ કથળી છે. અને, હવે આ મહિલા ખાલી બોટલો એકઠી કરીને ગુજરાન ચલાવે છે.

ન્યુયોર્કમાં જયાં પહેલા લોકો હોટલ અને બહાર ખાવાનું પસંદ કરતા હતા. ત્યારે હવે કેટલાક લોકોની સ્થિતિ એટલી ખરાબ થઇ છેકે સ્વંયસેવી સંસ્થા દ્વારા અપાતા ભોજન પર ગુજરાન ચલાવવું પડે છે. અહીં, આશરે 200થી વધારે લોકોને રોજ ખાવાનું આપવામાં આવે છે. અને, આ આંકડો પણ સતત વધી રહ્યો છે. જે ન્યુયોર્કમાં ગરીબોની વધતી સંખ્યા સૂચવી રહી છે.

Published On - 4:53 pm, Wed, 1 February 23

Next Video