લિબિયામાંથી 250 કિલો યૂરેનિયમ ગાયબ, દુનિયાભરમાં મચી હલચલ

|

Mar 17, 2023 | 8:30 AM

યુનાઈટેડ નેશન્સ ન્યુક્લિયર વોચડોગ જણાવ્યું છે કે યુદ્ધગ્રસ્ત લિબિયામાં એક સાઈટ પરથી લગભગ 2.5 ટન કુદરતી યુરેનિયમ ગુમ થઈ ગયું છે. જેના કારણે સુરક્ષાની ચિંતા વધી ગઈ છે. જો કે, કૃત્રિમ યુરેનિયમનો તરત જ ઊર્જા ઉત્પાદન અથવા બોમ્બ ઈંધણ માટે ઉપયોગ કરી શકાતો નથી.

લિબિયામાંથી 250 કિલો યૂરેનિયમ ગાયબ, દુનિયાભરમાં મચી હલચલ

Follow us on

લગભગ એક મહિના પહેલા પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં હલચલ મચી ગઈ હતી. અહીં 10 સેન્ટના સિક્કા જેટલી કેપ્સ્યુલ રસ્તામાં ક્યાંક પડી. જે બાદ સુરક્ષા એજન્સીઓ દિવસ-રાત તેની શોધમાં લાગી ગઈ હતી. તે વિસ્ફોટક નહોતું પણ તેનાથી ઓછું પણ નહોતું. જો તે કોઈના હાથમાં આવી જાય તો કેન્સર જેવી ખતરનાક બીમારી ફેલાઈ શકે છે. જોકે તેની શોધ થઈ હતી. હવે લીબિયામાંથી 2.5 ટન એટલે કે 250 કિલો યુરેનિયમ ગાયબ થઈ ગયું છે.

યુનાઈટેડ નેશન્સ ન્યુક્લિયર વોચડોગ જણાવ્યું છે કે યુદ્ધગ્રસ્ત લિબિયામાં એક સાઈટ પરથી લગભગ 2.5 ટન કુદરતી યુરેનિયમ ગુમ થઈ ગયું છે. જેના કારણે સુરક્ષાની ચિંતા વધી ગઈ છે. જો કે, કૃત્રિમ યુરેનિયમનો તરત જ ઊર્જા ઉત્પાદન અથવા બોમ્બ ઈંધણ માટે ઉપયોગ કરી શકાતો નથી. પરંતુ ટેકનિકલ માધ્યમો અને સંસાધનો ધરાવતા જૂથો પ્રત્યેક ટનને 5.6 કિલો હથિયાર-ગ્રેડ સામગ્રી બનાવી શકે છે. હવે નિષ્ણાતો માટે ગાયબ થયેલ ધાતુને શોધવાનું અત્યંત મહત્ત્વનું છે.

આ પણ વાંચો: Pakistan : ઈમરાન ખાન અને તેના વિશ્વાસુ શાહ મહેમૂદ કુરેશી વિરુદ્ધ નવો કેસ દાખલ, આ આરોપો લગાવાયા

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

યુરેનિયમ ભરેલા 10 ડ્રમ ગાયબ

વિયેના સ્થિત ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ જણાવ્યું હતું કે તેના ડાયરેક્ટર જનરલ રાફેલ મારિયાનો ગ્રોસીએ બુધવારે ગુમ થયેલા યુરેનિયમ અંગે સભ્ય દેશોને જાણ કરી હતી. IAEAએ ગુમ થયેલ યુરેનિયમ અંગે વધુ વિગતો આપવાનો ઈનકાર કર્યો હતો, જેનો રોઈટર્સે અહેવાલ આપ્યો હતો કે આશરે 2.5 ટન વજન હતું. રોઈટર્સના અહેવાલ મુજબ લગભગ 2.5 ટન કુદરતી યુરેનિયમ ધરાવતા 10 ડ્રમ ગાયબ હતા. રોઈટર્સ અનુસાર, IAEAએ સભ્યોને જણાવ્યું હતું કે સાઇટને ઍક્સેસ કરવા માટે જટિલ લોજિસ્ટિક્સની જરૂર છે કારણ કે તે સરકારના નિયંત્રણની બહાર હતું.

સેનાના નિયંત્રણમાં છે લિબિયા

યુરેનિયમનો સંગ્રહ કરી શકાય તેવી ઘણી બધી સંભવિત જગ્યાઓ છે. આવી જ એક જાહેર કરેલ સાઈટ છે સભા. તે લિબિયાની રાજધાની ત્રિપોલીથી 410 માઈલ (660 કિમી) દક્ષિણપૂર્વમાં સ્થિત છે. 2011ના અરબ વિદ્રોહ પછી સભા વધુને વધુ કાયદાવિહીન બની હતી, જેના કારણે લિબિયાના ભૂતપૂર્વ નેતા કર્નલ ગદ્દાફીનું મૃત્યુ થયું હતું. યુએનના અહેવાલ મુજબ શહેરમાં સ્થળાંતર કરનારાઓને ગુલામ તરીકે વેચવામાં આવી રહ્યા છે. તાજેતરના વર્ષોમાં તે સ્વયંભૂ લિબિયાની રાષ્ટ્રીય સેનાના નિયંત્રણમાં રહ્યું છે. જેનું નેતૃત્વ ખલીફા હિફ્ટર કરી રહ્યું છે.

તાનાશાહ ગદ્દાફીએ યુરેનિયમનો કર્યો હતો સંગ્રહ

મુઅમ્મર ગદ્દાફીની તાનાશાહી હેઠળ લિબિયાએ યલોકેક યુરેનિયમનો હજારો બેરલનો સંગ્રહ કર્યો હતો. ગદ્દાફીએ તેના દાયકાઓ સુધી ચાલતા ગુપ્ત શસ્ત્રોના કાર્યક્રમના ભાગરૂપે એકવાર યુરેનિયમ કન્વર્ઝન સુવિધાની યોજના બનાવી હતી. આ સુવિધા ક્યારેય બનાવવામાં આવી ન હતી અને લિબિયાએ 2003માં તેના પરમાણુ શસ્ત્રો કાર્યક્રમને છોડી દીધો હતો. અંદાજ મુજબ કર્નલ ગદ્દાફી હેઠળ લિબિયાના ભંડારમાં લગભગ 1,000 ટન યલોકેક યુરેનિયમ રાખ્યો છે. ગદ્દાફીએ 2003માં ઈરાક પર યુએસની આગેવાની હેઠળના આક્રમણ બાદ પોતાના પરમાણુ હથિયારોના કાર્યક્રમની જાહેરાત કરી હતી.

Next Article