Chinaમાં ફસાયેલા 16 ભારતીય માછીમારો 14 ફેબ્રુઆરીએ કરશે વતન વાપસી, કેન્દ્રીય મંત્રીએ આપી જાણકારી

|

Feb 10, 2021 | 1:26 PM

China અને ભારતની સીમા પર ચાલી રહેલા તણાવની વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યા છે. ચીનમાં ફસાયેલા 16 જેટલા ભારતીય માછીમારોને...

Chinaમાં ફસાયેલા 16 ભારતીય માછીમારો 14 ફેબ્રુઆરીએ કરશે વતન વાપસી, કેન્દ્રીય મંત્રીએ આપી જાણકારી

Follow us on

China અને ભારતની સીમા પર ચાલી રહેલા તણાવની વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યા છે. ચીનમાં ફસાયેલા 16 જેટલા ભારતીય માછીમારોને પરત વતન લાવવાની તૈયારી ચાલી રહી છે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે ચીનના બંદરમાં ફસાયેલા 16 ભારતીય નાગરિકને 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે પર પરત ભારત લાવવામાં આવશે.

તમને જણાવી દઇએ કે આના પહેલા ચીન બંદર પર ફસાયેલા ભારતીય નાગરિકોને લઇને કોરોનાનું બહાનું આપતુ રહ્યુ હતુ, ચીને કહ્યુ હતુ કે બંને દેશો વચ્ચેના તણાવ સાથે તેને કોઇ સંબંધ નથી અને ફક્ત કોરોનાને કારણે જ જહાજ ફસાયેલુ છે

Next Article