Coronavirus Bulletin: વિશ્વમાં અત્યાર સુધી 13 કરોડ લોકો થયા કોરોનાથી સાજા, જાણો દુનિયાના હાલ

|

May 03, 2021 | 4:34 PM

કોરોના વાયરસ(Covid-19 ) થી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની સૂચિમાં અમેરિકા હજી પ્રથમ સ્થાને છે. જ્યારે બ્રાઝિલ બીજો દેશ છે જ્યાં સૌથી વધુ મૃત્યુ થયા છે. જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી સાજા થયેલા લોકોની સંખ્યા પણ વધીને 13 કરોડને પાર પહોંચી છે

Coronavirus Bulletin: વિશ્વમાં અત્યાર સુધી 13 કરોડ લોકો થયા કોરોનાથી સાજા, જાણો દુનિયાના હાલ
વિશ્વમાં અત્યાર સુધી 13 કરોડ લોકો થયા કોરોનાથી સાજા

Follow us on

સમગ્ર વિશ્વમાં હજુ પણ Corona વાયરસનું સંકટથી યથાવત છે. જેમાં અનેક દેશોમાં કોરોના ચેપના વધતા જતા કેસોનો સામનો કરી રહ્યા છે. સોમવારે તાજેતરના આંકડા મુજબ, કોવિડ -19 ના કેસ વિશ્વભરમાં વધીને પંદર કરોડને પાર થયા છે. હાલ વિશ્વમાં કોરોનાના કુલ કેસ 15, 35, 33, 791 થયા છે. જ્યારે મૃતકોની કુલ સંખ્યા 32 લાખને પાર થઈ છે . જે હાલ 32, 17, 368 સુધી પહોંચી ગઈ છે. કોરોના  વાયરસથી સાજા થયેલા લોકોની સંખ્યા પણ વધીને 13 કરોડને પાર પહોંચી છે. જે હાલ 13,08,87, 317 થઈ ગઈ છે. વિશ્વના સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં અમેરિકા હજી પ્રથમ સ્થાને છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ Corona ના 33,80,441 કેસ છે અને 5,91,062 નાં મોત અત્યાર સુધીમાં નોંધાયા છે જ્યારે ભારત હાલમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેરનો સામનો કરી રહ્યું છે અને આ દેશ વિશ્વના સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં બીજા ક્રમે છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 1,99, 25,604 કેસ નોંધાયા છે અને 2,18,959 દર્દીઓ કોરોનાના લીધે મૃત્યુ પામ્યા છે.

ભારતમાં ત્રણ લાખથી વધુ Corona ના કેસ નોંધાયા
ભારતમાં માં 24 કલાકમાં દેશમાં 3.64 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે રવિવારના આંકડા મુજબ વધુ 3,300 લોકોનાં મોત પણ નોંધાયા હતા. નવા નોંધાયેલા 3,64,910 નવા કેસની સાથે ભારતમાં કોરોનાના ચેપની કુલ કેસની સંખ્યા વધીને 1,99,14,633 થઈ ગઈ છે. તેમજ 3,300 વધુ લોકોના મોત સાથે કોરોનાથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 2,18,824 થઈ ગઈ. જ્યારે ભારતમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 33,49,644 પર પહોંચી ગઈ છે. જે કોરોનાના કુલ ચેપના કેસોના 17.13 ટકા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ દેશમાં  20 લાખથી વધુ કેસ 

યુએસ અને ભારત સિવાય જે દેશોમાં 20 લાખથી વધુ કેસ નોંધાયા છે તેમાં બ્રાઝિલ 1,47,54,910, ફ્રાંસ 56,52,247, તુર્કી 48,75,388,રશિયા 48,31,744, બ્રિટન 44,20,201,ઇટાલી 40,44,762,સ્પેન 35,24,077,જર્મની 34,25,598,આર્જેન્ટિના 30,05,259,કોલમ્બિયા 28,93,655,પોલેન્ડ 28,05,756,ઈરાન 25,34,855,મેક્સિકો 23,48,873 અને યુક્રેન 20,85,938 જેટલા રોનાના કેસ નોંધાયા છે.

બ્રાઝિલમાં 4 લાખથી વધુનાં મોત

કોરોનાથી મૃત્યુ અંગેની વાત કરીએ તો બ્રાઝિલ તેમાં બીજા ક્રમે આવે છે અત્યાર સુધીમાં, કુલ 4,07,639 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે અન્ય દેશોમાં, મેક્સિકો 2,17,233, ભારત 2,18,959, બ્રિટન 1,27,538, ઇટાલી 1,21,177, રશિયા1,11,198, ફ્રાંસ 1,04,819, જર્મની 83,826, સ્પેન 78,216, કોલમ્બિયા 74,700, ઈરાન 72,484, પોલેન્ડ 68,105, આર્જેન્ટિના 64,252, પેરુ 62,126 અને દક્ષિણ આફ્રિકા 54,417 લોકોના મૃત્યુ થયા છે.

Published On - 4:20 pm, Mon, 3 May 21

Next Article