Solar Energy: જાણો Solar Plantની પૂરી ABCD, આ રીતે ખતમ થશે વીજળી બિલની મગજમારી

|

Jul 30, 2021 | 8:52 AM

ત્રણ પ્રકારના સોલાર પ્લાન્ટ હોય છે. એક હોય છે ઓન ગ્રીડ પ્લાન્ટ, એક હોય છે ઓફ ગ્રીડ પ્લાન્ટ અને એક હોય છે હાઇબ્રીડ પ્લાન્ટ.

Solar Energy: જાણો Solar Plantની પૂરી ABCD, આ રીતે ખતમ થશે વીજળી બિલની મગજમારી
Solar Plant

Follow us on

Solar Energy: તમે સાંભળ્યુ જ હશે કે સોલર પ્લાન્ટની મદદથી તમને વિજળી બિલથી છુટકારો મળે છે. પરંતુ આપણે જણાવી દઈએ કે આમ કરવાથી ન માત્ર આપ વિજળી બિલની પરોજણ માંથી નીકળી જશો સાથે સાથે તમને વિજળી (Power) વેંચીને કમાણી પણ કરી શકશો. ઘણા લોકોને તેવી ઈચ્છા હોય છે કે તે પોતાને ઘરે સોલર પ્લાન્ટ (Solar Plant) લગાવે અને સૌર ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરે. તો આજે આપને અમે અહી જણાવીશું કે કેટલી પ્રકારના સોલાર પ્લાન્ટ હોય છે અને તેને લગાવવા માટે કેટલો ખર્ચ થાય છે (Price of Solar Plant).

ત્રણ પ્રકારના સોલાર પ્લાન્ટ હોય છે. એક હોય છે ઓન ગ્રીડ પ્લાન્ટ, એક હોય છે ઓફ ગ્રીડ પ્લાન્ટ અને એક હોય છે હાઇબ્રીડ પ્લાન્ટ. ઓન ગ્રીડ પ્લાન્ટ તેવો હોય છે કે જેમાં આપણે બેટરી નથી લગાવતા અને તે સીધો જ વીજળી વિભાગ સાથે જોડાયેલો હોય છે. જેમાનો વધારાનો તમામ પાવર સરકારને મળે છે. ઓફ ગ્રીડ પ્લાન્ટ બેટરી લાગેલી હોય છે જેમાં પવાર સ્ટોર થયા છે જેને આપણે પછીથી પણ વાપરી શકીએ છીએ. અને હાઇબ્રીડ પ્લાન્ટની ખાસિયાત એ છે કે તે પહેલા બેકઅપ બનાવે છે અને સાથે સાથે પાવર સપ્લાય પણ કરે છે. આ ઓન/ઓફ પ્લાન્ટનું મિક્સ કામ કરે છે.

ક્યો પ્લાન્ટ લગાવો છે સારો ?
જો તમારા વિસ્તારમાં વધુ વીજળી કાપ (Power cut) નથી થતો તો ઓન ગ્રીડ પ્લાન્ટ લગાવી શકાય છે. લોકો વધારે આ પ્લાન્ટ જ લાગવાનુ જ પસંદ કરે છે. જેની ખાસ વાત એ છે કે આ પ્લાન્ટમાં કોઈ પણ પ્રકારની જાળવણી ખર્ચ લાગતો નથી. અને અમુક વર્ષો સુધી તેના પર વોરંટી લાગુ પડે છે જેને લઈને આ પ્લાન્ટ વધુ પસંદ કરવામાં આવે છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

કિલોવોટના હિસાબે છે ગણિત ?
આમ જોવા જઈએ તો આ બધુ તમારા ઘરના વપરાશ પર નિર્ભર છે. ધારો કે આપનું વિજળી બિલ 1000 રૂપિયા સુધી આવે છે તો આપણે 1 કિલોવોટનો પ્લાન્ટ પૂરતો છે. અને માની લો કે આપના ઘરે 10 હજારનું બિલ આવે છે તો આપણે 10 કિલોવોટનો પ્લાન્ટ લગાવવો જોઈએ (ગુજરાત સિવાયના એક રાજ્યનું અનુમાન છે)

કેટલો આવે છે ખર્ચ?
આનો ખર્ચ આપની પ્લેટ્સ અને વૉટ પર નિર્ભર હોય છે કે તમે કેટલો મોટો પ્લાન્ટ લગાવી રહ્યા છો. માની લો કે તમે 20 પ્લેટનું સોલાર સિસ્ટમ લગાવી રહ્યા છો જેનાથી લગભગ 6.5 કિલોવોટ વિજળી ઉત્પન્ન થાય છે. તો તેનો ખર્ચ લગભગ ત્રણ થી સાડા ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. 10 કિલોવોટના પ્લાન્ટના આપને 3.80 લાખ અથવા 4 લાખ સુધીનો ખર્ચ થાય છે. ત્યાર બાદ અગર જો આપ ઓછા વોટનો પ્લાન્ટ નાખવો છો આપને ઓછા પૈસા ખર્ચવા પડશે. 5 કિલોવોટ માટે આપને અઢી લાખ રૂપિયા જેટલો ખર્ચ થઈ શકે છે.

શું છે વિજળી વિભાગથી સબંધ ?
એક વાર સોલાર પ્લાન ઘરમાં લગાવીને જો તમે વિજળીનું ઉત્પાદન કરો છો અને આપના વપરાશ બાદ પણ વિજળી વધે છે તો તમે તેને વિજળી વિભાગને વેંચીને તેના રૂપિયા મેળવી શકો છો.

 

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 30 જુલાઇ: નવી માહિતીઓ મળવાથી કામ થશે સરળ, વાતાવરણની અસર સ્વાસ્થય પર ન થાય તેનું રાખશો ધ્યાન

આ પણ વાંચો:  નાણાં મંત્રાલય દર મહિને રૂ 1.3 લાખની સહાય આપી રહ્યું છે તે મેસેજ તમને મળ્યો કે નહિ ? જાણો હકીકત, નહીતો રાતા પાણીએ રડવાનો વારો આવશે

 

Published On - 8:30 am, Fri, 30 July 21

Next Article