ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગો છો, તો રોંજીદા જીવનમાં કરો આ 5 ફેરફાર..

|

Jun 17, 2022 | 11:29 PM

Healthcare Tips : ડાયાબિટીસનો રોગ એક એવો રોગ છે, જે તેની સાથે અનેક સમસ્યાઓ લઈને આવે છે. જો તમને પણ ડાયાબિટીસનો રોગ છે અને જો તમે તેને કંટ્રોલ કરવા માંગો છો, તો તમારા ડાયટમાં કેટલાક ફેરફાર કરો.

ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગો છો, તો રોંજીદા જીવનમાં કરો આ 5 ફેરફાર..
Healthcare tips
Image Credit source: file photo

Follow us on

બીમારી(Diseases) વ્યક્તિઓ માટે અનેક સમસ્યાઓ લઈને આવે છે. જો તેની યોગ્ય સારવાર ના કરવામાં આવે તો તે વ્યકિતના  શરીરને ઘણી રીતે નુકશાન પહોંચાડે છે. ડાયાબિટીસ (Diabetes) એક એવો રોગ છે, જે રોગ ક્યારેય મૂળથી ખતમ થતો નથી. પણ જો તમે તેના માટે કેટલીક બાબતોનું ઘ્યાન રાખો તો આ ડાયાબિટીસને તમે કંટ્રોલ કરી શકો છો. તમારી જીવનશૈલીમાં સુધારો કરીને તેને ચોક્કસપણે તમે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો. જો ડાયાબિટીસની સમસ્યાને કાબૂમાં ન રાખવામાં આવે તો તે બીજી ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. વિવિધ અભ્યાસો સૂચવે છે કે વર્ષ 2025 સુધીમાં ભારતની લગભગ એક તૃતીયાંશ વસ્તી ડાયાબિટીસ હોઈ શકે છે. આ ડાયાબિટીસ થવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે જીવનશૈલી, ખરાબ આહાર અને સ્થૂળતા. પરંતુ જો આપણે આપણી કેટલીક આદતો પર નિયંત્રણ રાખીએ તો ડાયાબિટીસને પણ સરળતાથી કંટ્રોલ કરી શકાય છે.

ધૂમ્રપાન છોડો

સિગારેટમાં હાજર તમાકુ અને ઝેરી પદાર્થો ડાયાબિટીસના દર્દીઓની સમસ્યાઓ વધારી શકે છે. જેના કારણે તમારા શરીરને નુકસાન થઈ શકે છે. જો ડાયાબિટીસના દર્દીઓ ધૂમ્રપાન કરે છે, તો તેમને હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા કિડનીના રોગનું જોખમ ઘણું વધી જાય છે.

કસરત કરો

ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે શારીરિક પ્રવૃત્તિઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે તમે નિયમિતપણે સ્વિમિંગ, સાઇકલિંગ, જોગિંગ, એરોબિક્સ જેવી શારીરિક પ્રવૃત્તિઓ કરી શકો છો. તેનાથી તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે અને ડાયાબિટીસ પણ નિયંત્રણમાં રહેશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ખાંડ ખાવાનું ટાળો

સોફ્ટ ડ્રિંક્સ, કૃત્રિમ ખાંડવાળા રસ, મીઠાઈઓ, કેન્ડી વગેરે શુદ્ધ ખાંડની શ્રેણીમાં આવે છે. તેઓ શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધારે છે. આ સિવાય આલ્કોહોલથી પણ બચો.

ગ્લુકોઝ સ્તરનું નિરીક્ષણ કરો

ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે ગ્લુકોઝ ટેસ્ટ સૌથી મહત્વપૂર્ણ છે. ગ્લુકોઝ પર દેખરેખ રાખવા સિવાય, તમે વર્કઆઉટ રૂટિન, સ્વસ્થ આહાર અને સ્વસ્થ જીવનશૈલીનું સરળતાથી સંચાલન કરી શકો છો.

માનસિક તણાવના લો

તણાવને કારણે ઘણા પ્રકારના હોર્મોન્સ બહાર આવે છે જે તમારા ગ્લુકોઝનું સ્તર વધારી શકે છે. તેથી તણાવને નિયંત્રિત કરવો ખૂબ જ જરૂરી છે. તણાવથી બચવા માટે તમે યોગ અને ધ્યાન વગેરેની મદદ લઈ શકો છો.

Next Article