જાણો આપણા દાદીમા ખાધા પહેલા કેરી કેમ પલાળતાં હતા, તેની પાછળ છે રસપ્રદ કારણ

|

May 04, 2022 | 9:27 AM

આપણે ભોજન પૂર્વે કેરી (Mango Fruit) અને ખાસ કરીને દરેક શાકભાજી ફળો પલાળતાં હતા. જે પ્રથા ખાલી ફળમાંથી ગંદકી અને ધૂળ સાફ કરવા માટે જ નથી. આ પ્રથા પાછળના 6 વૈજ્ઞાનિક કારણો રહેલા છે.

જાણો આપણા દાદીમા ખાધા પહેલા કેરી કેમ પલાળતાં હતા, તેની પાછળ છે રસપ્રદ કારણ
Mango Fruit (File Photo)

Follow us on

‘ફળોના રાજા’ (King Of Fruit) ગણાતા કેરીની (Mango Fruit) સિઝનના આગમન સાથે, લોકો વિવિધ વાનગીઓ અજમાવવા માટે તેમના મનપસંદ ફળનો સંગ્રહ કરી રહ્યા છે. કેરીના સમૃદ્ધ સ્વાદને લોકો માણવા માટે અનેક પ્રકારે કેરી ખાવાનું પસંદ કરે છે. તમે કેરીને ખાતા પહેલા તેને પાણીમાં પલાળીને ગંદકી, ધૂળ તેમજ પાક પર વપરાતા રસાયણો (Fertilizer) સાફ કરતા જ હશો. જો કે, ભોજન પૂર્વે કેરી સાફ કરવાની રીતનું કારણ માત્ર સ્વચ્છતા જ નથી. આજે અમને તમે એક રસપ્રદ વાત જણાવીશું કે, શા માટે આપણે કેરી ખાતા પહેલા તેને પાણીમાં પલાળી રાખીએ તે બેશક એક શ્રેષ્ઠ આદત છે.

ફાયટીક એસિડથી છુટકારો મેળવવો

ફાયટિક એસિડ એ એવા પોષક તત્વોમાંનું એક છે જે સ્વાસ્થ્ય માટે સારું અને ખરાબ બંને હોઈ શકે છે. તેને વિરોધી પોષક તત્વો તરીકે ગણવામાં આવે છે. ફાયટીક એસિડ અમુક ખનિજો જેમ કે આયર્ન, જસત, કેલ્શિયમ અને અન્ય ખનિજો દ્વારા શરીરના શોષણને અવરોધે છે, અને આપણા શરીરમાં ખનિજોની ખામીઓને પ્રોત્સાહન આપે છે.

પોષણશાસ્ત્રીઓના મતે, કેરીમાં ફાયટીક એસિડ તરીકે ઓળખાતા કુદરતી તત્વો હોય છે. જે ઘણા ફળો, શાકભાજી અને અખરોટમાં પણ જોવા મળે છે. તેથી, જ્યારે કેરીને થોડા કલાકો માટે પાણીમાં પલાળી રાખવામાં આવે છે, ત્યારે તે શરીરમાં ગરમી પેદા કરતા વધારાના ફાયટીક એસિડને દૂર કરવામાં મદદ કરે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોગોથી બચવા માટે

કેરી સાફ કરવાથી રેશિઝ, પિમ્પલ્સ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે માથાનો દુખાવો, કબજિયાત અને આંતરડા સંબંધિત અન્ય સમસ્યાઓને રોકવામાં પણ મદદ કરે છે. ફળોને પાણીમાં પલાળવાથી તેમાંથી શરીરમાં ગરમી ઉત્પન્ન કરતા તત્વોથી છુટકારો મળશે. આ પ્રક્રિયાને અનુસરવાથી, ઝાડા- ઉલ્ટી જેવી આડઅસરો અને ખીલ જેવી ત્વચાની સમસ્યાઓથી બચી શકાય છે. આયુર્વેદ નિષ્ણાત ડૉ. આશુતોષ ગૌતમે આ વાત જણાવી હતી.

હાનિકારક રસાયણોને સાફ કરવા માટે

કિંમતી પાકને બચાવવા માટે ઉપયોગમાં લેવાતા જંતુનાશકો અને ખાતરો ઝેરી હોય છે. તે શરીરને ખરાબ અસર કરી શકે છે. જેના કારણે શ્વસન માર્ગમાં બળતરા, એલર્જીક સંવેદના, માથાનો દુખાવો, આંખ અને ચામડીની બળતરા, ઉબકા વગેરે જેવી વિવિધ આડઅસરો થાય છે. ભોજન પૂર્વે કેરી પલાળીને ખાવાથી કેરીની છાલ પરનું જામેલું દુધિયા રંગનું પ્રવાહી પણ સાફ થઇ જાય છે.

કેરીને ઠંડી રાખવા માટે

કેરી શરીરના તાપમાનમાં પણ વધારો કરે છે, જેના પરિણામે શરીરમાં થર્મોજેનેસિસ ઉત્પન્ન થાય છે. તેથી, કેરીને થોડા સમય માટે પાણીમાં પલાળી રાખવાથી તેમના થર્મોજેનિક ગુણધર્મને ઘટાડવામાં પણ મદદ મળશે.

વધારાની ચરબીને દૂર કરવા માટે

કેરીમાં પુષ્કળ પ્રમાણમાં ફાયટોકેમિકલ્સ હોય છે. તેથી તેને પલાળવાથી તેની માત્રા ઓછી થાય છે. કેરી એક ‘કુદરતી ચરબી બસ્ટર’ તરીકે કાર્ય કરે છે. આ માટે કેરી ખાવાથી વજન પણ વધી શકે છે.

આ પણ વાંચો – હવે તમે ક્રુઝને પણ ભુલી જશો, આવી ગઈ છે ખાસ પેસેન્જર સબમરીન જે તમને લઈ જશે સમુદ્રના ઉંડાણમાં

 

Next Article