Heat Rash : ભયંકર ગરમીમાં થતી અળઈથી છૂટકારો મેળવવા અપનાવો આ ઘરેલૂ ઉપાયો

|

Jun 06, 2022 | 5:57 PM

Heat Rash: ઉનાળાની ભયંકર ગરમીમાં અનેક લોકોને ફોલ્લીઓ (Heat Rash) થવાની સમસ્યાઓ થાય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમે ઘરેલૂ ઉપાય કરી શકો છો. ચાલો જાણીએ ફોલ્લીઓથી છૂટકારો મેળવવાના કેટલાક ઘરેલૂ ઉપાય.

Heat Rash : ભયંકર ગરમીમાં થતી અળઈથી છૂટકારો મેળવવા અપનાવો આ ઘરેલૂ ઉપાયો
Heat Rash
Image Credit source: file photo

Follow us on

આપણા દેશમાં ઉનાળામાં કેટલીકવાર ભયંકર ગરમીમાં લોકોને તાપ અને પરસેવાને કારણે ચામડીને લગતા રોગોનો સામનો કરવો પડે છે. આ ઋતુમાં લોકોને અળઈ, (ફોલ્લીઓ) પણ થાય છે. ગરમીમાં થતા પરસેવાને કારણે લોકોને શરીર પર ફોલ્લીઓ (Heat Rash) વગેરેની સમસ્યાઓ થાય છે. આ અળઈથી બચવા માર્કેટમાં અનેક સૌર્દય પ્રોડક્ટસ મળતી હોય છે, પણ તેમની અસર લાંબા સમય સુધી રહેતી નથી. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે પ્રાકૃતિક અને ઘરેલૂ ઉપાય (Home Remedies) વધારે કારગર સાબિત થઈ શકે છે. તેનાથી અનેક અંશે અળઈમાંથી રાહત મળી શકે છે.

મુલ્તાની માટી

મુલ્તાની માટીથી શરીરની ત્વચા પર ઠંડક મળે છે. તમે ગરમીનીઅળઈથી રાહત મેળવવા મુલ્તાની માટીનો ઉપયોગ કરી શકો છો. મુલ્તાની માટીમાં એંટીબેક્ટીરિયલ ગુણ હોય છે. એક ચમચી મુલ્તાની માટી લો, તેમા એક ચમચી ચંદન પાઉડર અને 2 ચમચી ગુલાબ જળ ઉમેરી તેમને સારી રીતે હલાવો. આ મુલ્તાની માટીની પેસ્ટને ફોલ્લીઓ પર લગાવો. તેને થોડીવાર લગાવી રાખો અને ત્યારબાદ તેને પાણીથી ધોઈ નાંખો. તેનાથી ફોલ્લીઓમાંથી રાહત મળશે.

એલોવેરા (કુંવરપાઠુ)

આ એલોવેરા ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. એલોવેરાનો ઉપયોગ અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સમાં થાય છે. એલોવેરામાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિ-એકને અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે ત્વચાને ઠંડક આપવાનું કામ કરે છે. ભયંકર ગરમીથી છુટકારો મેળવવા માટે તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા પેસ્ટ બનાવવા માટે તમારે 1 ચમચી એલોવેરા જેલ અને ફુદીનાના તેલની જરૂર પડશે. એલોવેરા જેલને થોડીવાર માટે ફ્રીજમાં રાખીને ઠંડુ કરો. હવે તેમાં 2 ટીપા ફુદીનાના તેલના ઉમેરો. હવે તેને સારી રીતે મિક્સ કરો. હવે તમે આ પેસ્ટને તમારી ત્વચા પર લગાવો. આ પેસ્ટને થોડીવાર માટે તમારી ત્વચા પર રહેવા દો. ત્યાર બાદ તેને કાઢી લો.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

ચંદન

ચંદન ગુણોથી ભરપૂર હોય છે. ચંદનમાં ઔષધીય ગુણ હોય છે. ચંદન ત્વચાને ઠંડક આપવાનું કામ કરે છે. અને ચામડીને લગતી સમસ્યામાંથી રાહત આપે છે. ચામડીના ઈન્ફેક્શન અને ફોલ્લીઓમાંથી રાહત મળે છે. ચંદન અને ગુલાબ જળનું પેસ્ટ બનાવો. આ પેસ્ટને શરીરની ફોલ્લીઓ પર લગાવો. તે પેસ્ટને સૂકાવા દો. ત્યારબાદ તેને પાણીથી ધોઈ નાંખો. શરીરની તે સમસ્યામાંથી તમને રાહત મળશે.

 

Next Article