World Environment Day: પંચમહાલ જિલ્લામાં આવેલા છે આ ઇકો ફ્રેન્ડલી સ્થળો, ઉનાળાની ગરમીમાં આ સ્થળોની મુલાકાત આપશે ઠંડક

કોરોનાના (corona) કારણે હાલ તો સમગ્ર દેશની સાથે જ ગુજરાતમાં (Gujarat) પણ ટુરિઝમને લગતી પ્રવૃતિઓ ઠપ્પ પડી હતી, જો કે હવે કોરોનાના કેસો ઓછા હોવાને કારણે પ્રવાસન સ્થળો પર ભીડ જોવા મળી રહી છે.

World Environment Day: પંચમહાલ જિલ્લામાં આવેલા છે આ ઇકો ફ્રેન્ડલી સ્થળો, ઉનાળાની ગરમીમાં આ સ્થળોની મુલાકાત આપશે ઠંડક
Ratan mahal Forest (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2022 | 3:35 PM

5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ખૂબ ઓછા લોકો જાણે છે કે ગુજરાતમાં (Gujarat) શહેરોથી દૂર ઘણા એવા સ્થળો આવેલા છે જે ઇકો ફ્રેન્ડલી (Eco friendly) છે. કોરોનાના કારણે હાલ તો સમગ્ર દેશની સાથે જ ગુજરાતમાં પણ ટુરિઝમને લગતી પ્રવૃતિઓ ઠપ્પ પડી હતી, જો કે હવે કોરોનાના કેસો ઓછા હોવાને કારણે પ્રવાસન સ્થળો પર ભીડ જોવા મળી રહી છે. આજે અમે તમને પંચમહાલ (Panchmahal) જિલ્લાના કેટલાક એવા સ્થળો વિશે વાત કરીશું, જ્યાં તમે જીવનની ભાગદોડથી દૂર શાંતિનો અનુભવ કરી શકો છો.

‘જાંબુઘોડા અભયારણ્ય’

ગુજરાતમાં પાવાગઢ નજીક આવેલા ચાંપાનેરથી 26 કિ.મી દૂર જાંબુઘોડા આવેલુ છે. જાંબુઘોડા આવતા પહેલાં જ રોડની બંને બાજુ ગાઢ જંગલો શરુ થઇ જાય છે. આ જંગલો ‘જાંબુઘોડા અભયારણ્ય’ તરીકે ઓળખાય છે. આ અભયારણ્ય વિસ્તારમાં જ એક નદી પર કડા ડેમ બાંધેલો છે અને એક જગ્યાએ હનુમાનજી વસેલા છે. જાંબુઘોડાથી આગળ જતો મુખ્ય રસ્તો બોડેલી તરફ જાય છે.

જાંબુઘોડા અભયારણ્યમાં દીપડો, રીંછ, શિયાળ, વરુ, હરણ વગેરે પ્રાણીઓનો વસવાટ છે. અહીં સાપ અને પાયથોન પણ જોવા મળી જાય છે. આ જંગલમાં મુખ્યત્વે ટીક, મહુડો અને વાંસનાં ઝાડ છે. કડા ડેમ જાંબુઘોડાથી ફક્ત 3 કી.મી. દૂર છે. સરોવરની બધી બાજુ જંગલો જ જંગલો છે. જાંબુઘોડા અભયારણ્યમાં રાત્રિરોકાણ કરવું હોય તો કોટેજ અને ટેન્ટની વ્યવસ્થા છે. અહીં હાથણી માતા વોટરફોલ, હનુમાન વગેરે જોવાલાયક જગ્યા છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

રતનમહાલના જંગલો

પંચમહાલ જિલ્લામાં રતનમહાલના જંગલો આવેલા છે. આ જગ્યા અમદાવાદથી 210 કિલોમીટર દૂર છે. ગોધરાથી દેવગઢ બારિયા થઇને ત્યાં જઇ શકાય છે. અહીં રીંછ અભ્યારણ્ય આવેલું છે. રતનમહાલ એ એક વન્ય પ્રાણીઓના રહેઠાણની જગ્યા છે. અહીંના મુલાકાતીઓ વન્ય પ્રાણી અને વનસ્પતિક ખજાનો જોઈને આનંદિત થઈ જાય છે. પાનમ નદી એ અભયારણ્યની ખૂબસૂરતીમાં ખૂબ જ અગત્યની ભૂમિકા અદા કરે છે.

પાનમ નદીનું ઉદ્ગમ સ્થાન પણ રતનમહાલ જ છે. મિશ્ર પ્રકારનું જંગલ ધરાવતા આ અભયારણ્યમાં મહુડો, સાદડ, ટીમરુ, સાગ, દૂધલો, કેસૂડાં, આમળા, વાંસ, કાકડિયો વગેરે ઉપરાંત અન્ય ઘણી જાતો જોવા મળે છે. ગુજરાત રાજ્યમાં જવલ્લે જ જોવા મળતી ઊડતી ખિસકોલી પણ અહીંયાં સામાન્ય રીતે જોવા મળે છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">