Health Tips: જો રાત્રે વારંવાર તમારી ઊંઘ ખુલે છે તો આ વાતોનું ખાસ રાખો ધ્યાન

|

Jul 23, 2022 | 5:14 PM

રાત્રે જો બરાબર ઊંઘ ન આવે તો દિવસમાં આખો દિવસ થાકનો અનુભવ થાય છે. તમે આખા દિવસમાં એક્ટિવ નથી રહી શકતા. કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો તમે સારી અને શરીરના સ્વાસ્થ્યને જરુરી એવી ઊંઘ (Sleep) લઈ શકશો.

Health Tips: જો રાત્રે વારંવાર તમારી ઊંઘ ખુલે છે તો આ વાતોનું ખાસ રાખો ધ્યાન
Health Care Tips
Image Credit source: file photo

Follow us on

Health Tips: ઊંઘ કોને ના ગમે ? સારી ઊંઘ દરેક વ્યકિત માટે જરુરી છે. વધારે પડતી ઊંઘ જોખમી છે અને ઓછી ઊંઘ પણ એટલી જ જોખમી છે. એ લોકો ભાગ્યશાળી હોય છે જે સારી ઊંઘ લઈ શકે છે. દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જે ઊંઘના આવવાની સમસ્યાથી પીડાતા હોય છે. અનેક પ્રયત્નો છતા તેઓ તેનાથી બહાર નથી આવી શકતા. આ જમાનામાં ખરાબ જીવનશૈલી ને કારણે લોકો સારી અને જરુરી ઊંઘ નથી લઈ શકતા. તેનો આપણા શરીર પર પ્રભાવ ખુબ ખરાબ પડે છે. દુનિયામાં ઘણા લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રાત્રે જો બરાબર ઊંઘ ના આવે તો દિવસમાં આખો દિવસ થાકનો અનુભવ થાય છે. તમે આખા દિવસમાં એક્ટિવ નથી રહી શકતા. અને સારી રીતે કામ પણ નથી કરી શકતા. કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો તમે સારી અને શરીરના સ્વાસ્થ્યને જરુરી એવી ઊંઘ (Sleep) લઈ શકશો.

ઊંઘની સમસ્યા

ઊંઘ સંબંધિત 4 પ્રકારની સમસ્યાઓ છે. આમાં અનિદ્રા, પેરાસોમ્નિયા, હાઈપરસોમનિયા અને સર્કેડિયન રિધમ ડિસઓર્ડરનો સમાવેશ થાય છે. અનિદ્રા દરમિયાન વ્યક્તિ ઊંઘી શકતો નથી. પેરાસોમ્નિયા દરમિયાન વ્યક્તિ અસામાન્ય વર્તન કરે છે. આમાં ઊંઘમાં ફરવું, વાત કરવી વગેરેનો સમાવેશ થાય છે. હાયપરસોમનિયામાં અતિશય ઊંઘનો સમાવેશ થાય છે. સર્કેડિયન રિધમ ડિસઓર્ડર એ એવી સ્થિતિ છે, જેમાં વ્યક્તિ રાત્રે જાગે છે પરંતુ દિવસ દરમિયાન ઊંઘે છે. આ સમસ્યાઓના વિવિધ કારણો છે. અનિદ્રાના કેટલાક કારણોમાં હતાશા, ચિંતા, તણાવ, કામનું દબાણ અને સાંજે ખૂબ કોફી અને ચાનું સેવન વગેરેનો સમાવેશ થાય છે.

સારી ઊંઘ લેવા આ વસ્તુનું ધ્યાન રાખો

સારી ઊંઘ માટે સારી જીવનશૈલી હોવી ખૂબ જરૂરી છે. સમયસર ભોજન લો. સમયસર સૂઈ જાઓ. સૂવાના 2-3 કલાક પહેલા ખોરાક લો. તંદુરસ્ત પીણાં પીવો, પુસ્તકો વાંચો, તે જ સમયે પથારીમાં જાઓ અને તમારો ફોન બંધ કરો. સારી ઊંઘ માટે લેપટોપ, ટેલિવિઝન અને મોબાઈલ ફોન જેવી વસ્તુઓને બેડરૂમની બહાર રાખો. આ વસ્તુઓ સારી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. તેથી તેમને દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો

કેટલા કલાકની ઊંઘ લેવી ?

સૂવાનો સમય તમારી ઉંમર પર નિર્ભર કરે છે. નવજાત શિશુએ દરરોજ 14-15 કલાકની ઊંઘ લેવી જોઈએ. બાળકોને 12 થી 14 કલાકની ઊંઘની જરૂર હોય છે. ટીનેજર્સને 10-12 કલાક, પુખ્ત વયના લોકોને 8-10 કલાક, 50-60 વર્ષની વચ્ચેના લોકોને 7-8 કલાક અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને 6-7 કલાકની ઊંઘની જરૂર હોય છે. સારી અને ગાઢ ઊંઘ લેવાથી આપણે બીજા દિવસે એકટિવ રહીએ છીએ. કાર્ય કરવાની ક્ષમતા વધે છે. ઊંઘ આપણા દિવસનો થાક પણ દૂર કરે છે.

Next Article