Gujarati News » Photo gallery » This place is best for night out lovers add these places to your traveling list today
નાઈટ આઉટના શોખીન લોકો માટે બેસ્ટ છે આ જગ્યા, તમારા Traveling Listમાં આજે જ સામેલ કરો આ જગ્યાઓ
દુનિયાનોમાં કરોડો લોકો છે. એ તમામનો અલગ-અલગ શોખ હોય છે. ઘણાને ફરવાનો શોખ, ઘણાને ખાવાનો શોખ હોય છે આવા ઘણા શોખીન લોકો હોય છે. પશ્ચિમની સંસ્કૃતિમાં નાઈટ આઉટનો (Night Out) ટ્રેન્ડ છે. આ ટ્રેન્ડ ભારતમાં પણ છે. જાણો ભારતમાં ક્યા એવા સ્થળ છે જે નાઈટ આઉટ માટે ફેમસ છે.
પશ્વિમી સંસ્કૃતિમાં નાઈટ આઉટનો ટ્રેડ છે. આ ટ્રેડ ભારતમાં પણ છે. જાણો ભારતમાં ક્યા એવા સ્થળ છે જે નાઈટ આઉટ માટે ફેમસ છે.
1 / 5
દિલ્હીઃ રાત્રે પાર્ટી કરવાની વાત આવે ત્યારે દેશની રાજધાની દિલ્હીને કેવી રીતે નજરઅંદાજ કરી શકાય. ત્યા ઘણા પબ અને અન્ય જગ્યાઓ છે જ્યાં તમે તમારા મિત્રો સાથે નાઈટઆઉટ કરી મસ્તી-મજા કરી શકો છો. દિલ્હીમાં કેટલીક એવી જગ્યાઓ પણ છે, જ્યાં તમે પરિવાર સાથે રાત વિતાવી શકો છો.
2 / 5
મુંબઈઃ આ શહેર તેની નાઈટ લાઈફ માટે જાણીતું છે. મુંબઈની સંસ્કૃતિ તદ્દન આધુનિક છે. મુંબઈના પબમાં પાર્ટી કરવા સિવાય તમે તમારા પાર્ટનર અને મિત્રો સાથે બીચ પર જઈને મજા માણી શકો છો. મુંબઈમાં એવી ઘણી રેસ્ટોરન્ટ છે, જે માત્ર રાત્રે જ ખુલે છે અને અહીંનું ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
3 / 5
ચંદીગઢઃ પંજાબ અને હરિયાણાની રાજધાની ચંદીગઢને રાત્રે ફરવા માટે પણ શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. ચંદીગઢની સફર દરમિયાન રાત્રે પાર્ટી કરવી, લાઉડ મ્યુઝિક પર ડાન્સ કરવો એ એક મજાની ક્ષણ માનવામાં આવે છે. નાઇટ લાઇફનો આનંદ માણવા અહીં જીવનમાં એકવાર અવશ્ય મુલાકાત લેવી.
4 / 5
ગોવાઃ ગોવાની નાઈટ લાઈફ દુનિયાભરમાં પ્રખ્યાત છે. ભારતનું શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ ગણાતા ગોવામાં ફરવુ ઘણા યુવાનોની ઈચ્છા હોય છે. ગોવાની ઘણી જગ્યાએ આખી રાત લોકો બહાર રહેતા હોય છે. વાઇનથી લઈને ટેસ્ટી ફૂડનો આનંદ માણે છે અને મજાક-મસ્તીના કરતા હોય છે.