World AIDS Day : દર વર્ષે શા માટે મનાવવામાં આવે છે World AIDS Day, જાણો આ વર્ષની થીમ

|

Dec 01, 2022 | 2:53 PM

World AIDS Day: વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી 1988 માં શરૂ થઈ. દર વર્ષે, યુએન એજન્સીઓ, સરકારો અને લોકો HIV સંબંધિત વિશેષ થીમ પર જાગૃતિ ચલાવે છે.

World AIDS Day : દર વર્ષે શા માટે મનાવવામાં આવે છે World AIDS Day, જાણો આ વર્ષની થીમ
World AIDS Day

Follow us on

વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે 01 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ તમામ ઉંમરના લોકોમાં એઇડ્સ વિશે જાગૃતિ લાવવાનો છે. WHO એ સૌ પ્રથમ ઓગસ્ટ 1987 માં વૈશ્વિક સ્તરે આ વિશેષ દિવસની ઉજવણી શરૂ કરી હતી.

વિશ્વ એઇડ્સ દિવસ 2022 ની થીમ

આ વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ 2022 ની થીમ સમાનતા (Equalize) રાખવામાં આવી છે. આ થીમ એવા પડકારોની યાદીમાં જોડાઈ છે કે જેના માટે વિશ્વ એઈડ્સ દિવસએ વૈશ્વિક સ્તરે લોકોને ચેતવણી આપી છે.તમને જણાવી દઈએ કે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, વિશ્વ એઇડ્સ દિવસ દરેક વ્યક્તિ અને સમુદાય માટે એક તક છે, જેમાં તેઓ સમગ્ર વિશ્વમાં આ અસાધ્ય રોગને કારણે પોતાનો જીવ ગુમાવનાર દરેક વ્યક્તિને યાદ કરી શકે છે અને તેનું સન્માન કરી શકે છે. છે.

આ દિવસનો ઇતિહાસ શું છે?

તેની ઉજવણી 1988માં શરૂ થઈ હતી. તમને જણાવી દઈએ કે વિશ્વ એઈડ્સ દિવસ વૈશ્વિક સ્વાસ્થ્ય માટેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ હતો. દર વર્ષે, યુએન એજન્સીઓ, સરકારો અને લોકો HIV સંબંધિત વિશેષ થીમ પર જાગૃતિ ચલાવે છે. આ દિવસે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. ઘણા લોકો આ રોગથી પીડિત લોકોને ટેકો આપવા માટે રેડ રિબન પણ પહેરે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

એડ્સ હ્યુમ્યોનો ડેફિશનએન્સી વાયરસ (HIV) ના સંક્રમણને કારણે થતો એક રોગ છે. જે શરીરના શ્વેતકણોને નિષ્ક્રિય કરીને શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી કરી નાખે છે. જેના કારણે શરીરમાં રોગો સામે લડવાની ક્ષમતા ઓછી થઇ જાય છે. અને શરીર બિમારીઓનું ઘર બની જાય છે. આ વાયરસ ઇન્ફેક્ટેડ બ્લડ, સીમન, અસુરક્ષિત યૌન સંબંધથી ફેલાવાની સંભાવના વધારે હોય છે.

શું છે આ રોગની સારવાર ?

એક સર્વેના અહેવાલો અનુસાર, જો કોઈ વ્યક્તિના શરીરમાં HIV એઈડ્સના વાયરસ હોય તો તે લગભગ 3 વર્ષ સુધી દવાઓ વિના જીવિત રહી શકે છે. પરંતુ જો કોઈ વ્યક્તિને એઈડ્સના કારણે વધુ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ રહી હોય, તો દવાઓ વિના તે એક વર્ષથી વધુ જીવી શકતો નથી. એકવાર એચઆઈવી વાયરસ શરીરમાં પહોંચ્યા પછી તેને દૂર કરવું અશક્ય છે. યાગ્ય દવાઓ જ આનો કંન્ટ્રોલ કરી શકે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Next Article