હેલ્થ વેલ્થ : પુરતી ઊંઘ લેવા છતાં ડાર્ક સર્કલ શા માટે થાય છે ? દૂર કરવા માટે ફોલો આ ટીપ્સ, જુઓ વીડિયો
આપણી આંખો ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેથી તેનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આંખની અનેક પ્રકારની સમસ્યાઓ જેવી કે ડાર્ક સર્કલ, આંખોની આસપાસ સોજો, કરચલીઓ થવી સામાન્ય છે. આના ઘણા કારણો હોઈ શકે છે. આમાંનું સૌથી સામાન્ય કારણ લેપટોપ પર લાંબા સમય સુધી કામ કરવું અને બિનઆરોગ્યપ્રદ લાઈફસ્ટાઈલને કારણે હોઈ શકે છે. જો તમારી આંખોની નીચે ઘણા બધા ડાર્ક સર્કલ છે તો આ વીડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. ચાલો જાણીએ તેની સારવાર શું છે.
‘ડાર્ક સર્કલ’…જે આજકાલ મોટી સંખ્યામાં લોકોને પરેશાન કરે છે અને અમુક લોકો પોતાના ડાર્ક સર્કલને લઈને શરમ અનુભવે છે. ડાર્ક સર્કલ થવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે આનુવંશિકતા, ઉંમર, એલર્જી, ઊંઘનો અભાવ અને ડીહાઈડ્રેશન વગેરે. જો કે આ સમસ્યા ને લઈને હેલ્થ ઉપર કોઈ અસર થતી નથી પરંતુ ચહેરા પર સ્પષ્ટ દેખાતું હોવાને કારણે તે ચોક્કસપણે ખરાબ લાગે છે.
જે લોકોને ડાર્ક સર્કલ હોય છે, તેમની આંખોની નીચેનો રંગ બ્લેક થઈ જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો તમને જણાવી દઈએ કે તમારા ઘરમાં આવી ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ છે. જેનો ઉપયોગ કરીને તમે સરળતાથી તેનાથી છુટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે…?
ડાર્ક સર્કલથી આ રીતે છુટકારો મેળવો
- હાઈડ્રેટેડ રહો : ડિહાઈડ્રેશનને કારણે પણ ડાર્ક સર્કલ થઈ શકે છે. તેથી દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવો અને પોતાને હાઇડ્રેટ રાખવા જોઈએ. જેથી કરીને ત્વચાને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે.
- એલર્જી : એલર્જી આંખોની આસપાસ સોજો અને વિકૃતિકરણનું કારણ બની શકે છે. જો તમને એલર્જી હોય તો તેનાથી બચવાનો પ્રયાસ કરો અને એન્ટિહિસ્ટેમાઈન્સ લો.
- ત્વચાને સૂર્યપ્રકાશથી બચાવવી : સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાથી પણ ડાર્ક સર્કલ થઈ શકે છે અથવા હોય તો વધી શકે છે. શક્ય હોય તો તેનાથી બચવું જોઈએ. તમારી ત્વચાને સુરક્ષિત રાખવા માટે SPF 30 અથવા તેનાથી વધુનું સનસ્ક્રીન લગાવી શકાય છે.
- કોલ્ડ કોમ્પ્રેસનો ઉપયોગ કરો : આંખો પર કોલ્ડ કોમ્પ્રેસ લગાવવાથી સોજો અને ડાર્ક સર્કલ પણ ઠીક થઈ શકે છે.
(Credit Source : Tv 9 Bharthvarsh)
ડાર્ક સર્કલ માટે ઘરેલું ઉપચાર
1. કાકડી : કાકડીના ઠંડા ટુકડાને તમારી આંખો પર 10-15 મિનિટ સુધી રાખીને આ સમસ્યાને ઓછી કરી શકાય છે. કાકડીમાં બળતરા વિરોધી અને કુદરતી ત્વચાને ચમકાવવાના ગુણ હોય છે, જે ડાર્ક સર્કલોને ઘટાડવામાં મદદ કરે છે.
2. ટી બેગ્સ : ગ્રીન ટીમાં વપરાયેલી કોલ્ડ ટી બેગને તમારી આંખો પર 10 થી 15 મિનિટ સુધી રાખો. ચામાં કેફીન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે આંખોની આસપાસના સોજા અને કાળાશને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
3. કોલ્ડ કોમ્પ્રેસ : આંખોની આસપાસના ડાર્ક સર્કલ અને સોજાને ઘટાડવા માટે ઠંડા પાણીમાં ડુબાડેલા ટુવાલનો ઉપયોગ કરવો જોઈએ.
4. બદામનું તેલ : તમારી આંખોની નીચે બદામના તેલના થોડા ટીપાં લગાવો અને થોડીવાર હળવા હાથે મસાજ કરો. બદામના તેલમાં વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે. તે ડાર્ક સર્કલ ઘટાડવામાં મદદ કરી શકે છે અને નેચરલ સ્કીનને ચમકાવે છે.
(નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)
Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો