Cancer જેવી બીમારીનો ઈલાજ શક્ય છે, નિષ્ણાંતે લોકોની ગેરસમજ કરી દૂર, જુઓ તેમની Tv9 સાથે ખાસ વાતચીત

|

Jul 06, 2024 | 2:12 PM

TV9 ડિજિટલ દ્વારા કેન્સર જાગૃતિ પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. છે જેમાં 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા મેડિકલ ઓન્કોલોજીના પ્રતિષ્ઠિત ડૉક્ટર ડૉ. દિનેશ પેંઢારકર કેન્સરને લઈને ઘણી વાત કરી હતી.

કેન્સર આજના વિશ્વમાં એક પ્રચંડ પડકાર છે, જે ઘણી વખત ભય પેદા કરે છે, પણ પ્રારંભિક તપાસ અને યોગ્ય સારવાર કરવામાં આવે તો પરિણામોમાં મોટા પ્રમાણમાં સુધારો કરી શકાય છે. ત્યારે આજે કેન્સરને લઈને જાગૃતતા લાવવા માટે TV9 ડિજિટલ દ્વારા કેન્સર જાગૃતિ પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.  જેમાં 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા મેડિકલ ઓન્કોલોજીના પ્રતિષ્ઠિત ડૉક્ટર ડૉ. દિનેશ પેંઢારકર કેન્સરને લઈને ઘણી વાત કરી હતી.

કેન્સરને લઈને લોકોની ગેરસમજ કરી દૂર

ડો. દિનેશ પેંઢારકરે કેન્સરને સમજવું, તેમજ તેના પ્રારંભિક લક્ષણોને કેવી રીતે જાણવા સહીત તેની જાણ બાદ કેવી રીતે તેનુ નિદાન કરાવવું અને શું સાવચેતી રાખવી અંગે ઘણી મૂંઝવણો દૂર કરી હતી. આ સાથે કેન્સર સામેની લડાઈમાં સમયસરની તપાસ નિર્ણાયક છે. જે અંગે ડોક્ટરે જણાવ્યું હતુ. કારણકે સારવારના પરિણામોમાં નોંધપાત્ર સુધારો કરે છે અને જીવન બચાવે છે. તમારી જાતને શિક્ષિત કરવાની અને તંદુરસ્ત ભવિષ્ય તરફ સક્રિય પગલાં ભરવાની આ તક ગુમાવશો નહીં.

ડોક્ટરે આ ચાર મુદ્દાને આપ્યું મહત્વ :

  • પ્રારંભિક ચિહ્નો અને લક્ષણો: કેન્સરના મુખ્ય લક્ષણોને ઓળખવા જરુરી છે આ સાથે તમને કોઈ શંકા પણ હોય તો તમે તાત્કાલિક તબીબને બતાવા જણાવ્યું
  • નિવારણની શક્તિ: જીવનશૈલી કેન્સરના જોખમને કેવી રીતે પ્રભાવિત કરે છે તેની ચર્ચા કરવી, લાઈફસ્ટાઈલમાં નાના નાના ચેન્જ લાવવા
  • સ્ક્રીનીંગનું મહત્વ: કેન્સના રોગમાં સ્ક્રીનીંગનું ઘણુ મહત્વ અંગે પણ ડોક્ટરે સમજાવ્યું
  •  કેન્સરના નિદાન બાદ : કેન્સરના નિદાન બાદ રાખવામાં આવતી સાવચેતીઓ અંગે પણ જણાવ્યું
Next Video