Health Tips: દરરોજ ખાલી પેટ તુલસીનું પાણી પીવાથી થાય છે આ ફાયદા

|

Aug 23, 2021 | 8:02 PM

તુલસીના (Tulsi) પાનમાં ઘણા ઔષધીય ગુણો છે, જે રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. વજન ઘટાડવાથી લઈને શ્વાસ સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે.

Health Tips: દરરોજ ખાલી પેટ તુલસીનું પાણી પીવાથી થાય છે આ ફાયદા
Tulsi benefit

Follow us on

હિન્દુ ધર્મમાં તુલસીના (Tulsi) છોડની પૂજા કરવામાં આવે છે. તેમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે, જે રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે. એટલું જ નહીં આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ થાય છે. આ સિવાય તુલસીના પાનનો ઉપયોગ સ્વાસ્થ્ય (Health) માટે તેમજ ત્વચા માટે ફાયદાકારક છે. આપણે બધા આપણી દાદી અને નાનીના મુખેથી સાંભળતા આવ્યા છીએ કે તુલસીનો ઉપયોગ શરદી અને ફલૂના કિસ્સામાં થાય છે. કદાચ તમે નથી જાણતા કે તે અન્ય રોગોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

 

જો તુલસીના પાનને ઉકાળીને તેનું સેવન કરવામાં આવે તો તેના ફાયદા અનેકગણા વધી જાય છે. તમે ચા અથવા લીંબુ પાણીને બદલે સવારે તુલસીના પાનનું સેવન કરી શકો છો. તુલસીના પાનનું પાણી રોજ ખાલી પેટ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચાલો જાણીએ તેને કેવી રીતે બનાવવું અને તેના ફાયદા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

તુલસીના પાનનું પાણી કેવી રીતે બનાવવું

આ માટે એક પેનમાં એક ગ્લાસ પાણી નાખો અને તેને સારી રીતે ઉકળવા દો. જ્યારે પાણી ઉકળે ત્યારે તુલસીના પાન ઉમેરો. પાણીનો જથ્થો અડધો થઈ જાય ત્યાં સુધી આ પાણીને ઉકાળો. આ પછી ગેસ બંધ કરો અને તેને ગાળી લો. સ્વાદ વધારવા માટે મધનો ઉપયોગ કરી શકાય છે.

 

સુગર લેવલ કંટ્રોલમાં રાખે છે

તુલસીનું પાણી મેટાબોલિઝ્મ વધારવામાં મદદ કરે છે. આ કારણે તે ચરબી અને કાર્બોહાઈડ્રેટ બર્ન કરવામાં મદદ કરશે. બ્લડ શુગર લેવલને પણ જાળવી રાખે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

 

પાચન તંત્ર માટે સારું

જો તમને અપચો અને એસિડિટીની સમસ્યા હોય તો દરરોજ 2થી 3 પાંદડા ચાવો. આ સિવાય તુલસીના પાન અને લીંબુના રસ સાથે નાળિયેરનું પાણી પીવાથી પેટનો દુખાવો સમાપ્ત થાય છે.

 

વજન ઓછું કરે છે

આજે દરેક બીજો વ્યક્તિ વજન વધારવાની સમસ્યાથી પરેશાન છે કારણ કે મોટાપા અને અન્ય રોગોને આમંત્રણ આપે છે. વાસ્તવમાં તુલસીના પાન મેટાબોલિઝ્મને વધારવામાં મદદ કરે છે. આ વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

 

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)

 

Next Article