દરરોજ હળદરનું પાણી પીવાના છે ઘણાં સ્વાસ્થ્ય લાભો, વાંચીને તમે પણ કરવા લાગશો ઉપયોગ

હળદરનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેને પીવાથી સંધિવાની સાથે ઘણી બીમારીઓમાંથી પણ રાહત મળે છે. હળદરનો ઉપયોગ ઔષધીય ગુણો માટે સદીઓથી કરવામાં આવે છે.

દરરોજ હળદરનું પાણી પીવાના છે ઘણાં સ્વાસ્થ્ય લાભો, વાંચીને તમે પણ કરવા લાગશો ઉપયોગ
Turmeric Water
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Oct 24, 2021 | 10:08 PM

ટરમરિક, જેને સામાન્ય રીતે હળદર તરીકે ઓળખવામાં આવે છે, તે તમામ ભારતીય ઘરોમાં રસોઈનો એક અભિન્ન ભાગ છે. કરીનો ચળકતો પીળો રંગ તેમાં કરવામાં આવેલા હળદરના ઉપયોગને કારણે છે. તે માત્ર ખોરાકમાં રંગ ઉમેરતી નથી પણ અન્ય ઘણા વધારાના ફાયદા પણ ધરાવે છે.

હળદરનો ઉપયોગ ઔષધીય ગુણો માટે સદીઓથી કરવામાં આવે છે. પોતાની કરીમાં ચમક ઉમેરવા ઉપરાંત હળદરનું સેવન કરવાની એક સરળ રીત હળદરના પાણીના રૂપમાં છે. હળદરનું પાણી આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે, ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે અને મોસમી શરદી અને ફ્લૂને દૂર રાખે છે. અહીં જાણો હળદરના પાણીના વધુ ફાયદા અને તેને બનાવવાની સાચી રીત.

1. સંધિવાનો દુખાવો

હાલના સમયમાં મહિલાઓની સાંધાના દુખાવાની સમસ્યા સામાન્ય છે. હળદરમાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે, જે સંધિવાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. હળદરનું એક ગ્લાસ પાણી પીવાથી સાંધાનો દુખાવો દૂર રહે છે.

2. રોગપ્રતિકારક શક્તિ વધારે છે

હળદરમાં રહેલું કરક્યુમિન તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે, જે રોગને દૂર રાખવામાં મદદ કરે છે. હળદરમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ તેને ઓવરઓલ હેલ્થ માટે સારું બનાવે છે. તે ફ્રી-રેડિકલ નુકસાનને અટકાવે છે અને રોગોને દૂર રાખે છે.

3. પોતાના વજનને લઈને જાગૃત રહેનારા  માટે સારું

વજન ઘટાડવા માટે સૌથી મહત્વની બાબત પાચનતંત્રને સ્વસ્થ રાખવું છે. તમારા આહારમાં હળદરનો સમાવેશ કરવાથી પાચન સુધરી શકે છે. અને જ્યારે તમે પાણી સાથે તેનું સેવન કરો છો, ત્યારે તે તમારા ચયાપચયને વધારે છે અને તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.

4. ત્વચા માટે સારું

હળદરમાં એન્ટીઑકિસડન્ટ હોય છે, જે તમારી ત્વચા માટે ઉત્તમ છે. હળદરના પાણીનું સેવન ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનને રોકવામાં મદદ કરે છે જેનાથી તમે વૃદ્ધ દેખાવ છો. નિયમિત સેવન કરવાથી તે તમારી ત્વચાને યુવાન અને ચમકદાર રાખે છે.

5. ડિટોક્સીફિકેશન

ડિટોક્સિફિકેશન એટલે તમારા શરીરમાંથી તમામ કચરો અને ઝેરી પદાર્થોને દૂર કરવા. દરરોજ આપણે આપણા ખોરાક, પર્યાવરણ અને હવા દ્વારા ઘણા ઝેરી રસાયણોના સંપર્કમાં આવીએ છીએ. આ માહોલ તમને બીમાર કરી શકે છે. તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે, આ કચરો દૂર કરવો જરૂરી છે. એક ગ્લાસ હળદરનું પાણી પીવાથી શરીરના ડિટોક્સિફિકેશનમાં મદદ મળી શકે છે.

6. હળદરનું પાણી બનાવવાની સાચી રીત

એક નાની તપેલી અથવા પેન લો, તેમાં એક કપ પાણી નાખો અને તેને ઉકળવા દો. હવે તેમાં 2 ચપટી હળદર નાખીને મિક્સ કરો અને તેને 1-2 મિનિટ સુધી ઉકળવા દો. પાણીને ગાળી લો અને તેને ગરમ કરો. સ્વાદ વધારવા માટે તેમાં તમે થોડું મધ પણ ઉમેરી શકો છો.

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લગતા કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો :  Ajab Gajab : આ જગ્યાની માટીને મસાલાની જેમ ખાઈ શકાય છે ! ચોંકી ગયા ને ? વાંચો અહેવાલ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati