શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવાથી થઇ શકે છે ચામડીની અનેક સમસ્યાઓ
લોકો શિયાળામાં ગરમ પાણીથી નહાવાનું પસંદ કરતા હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઠંડીમાં ગરમ પાણીથી નહાવાથી નુકસાન થાય છે.
શિયાળો એટલે આળસની ઋતુ. શિયાળામાં સવારે એક તો રજાઈમાંથી નીકળવાનું જ મન ના થાય અને સવાર સવારમાં નહાવામાં તો એટલી આળસ આવે કે ના પૂછો વાત. લોકો શિયાળામાં ગરમ પાણીથી નહાવાનું પસંદ કરતા હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઠંડીમાં ગરમ પાણીથી નહાવાથી નુકસાન થાય છે.
ગરમ પાણી નુકસાનકારક
10 મિનીટ કે 5 મિનીટમાં જલ્દીથી ગરમ પાણીથી નાહી લેવામાં આવે તો પણ શરીરને નુકસાન પહોચતું હોય છે. ઠંડીમાં લોકો ગરમ પાણીથી નહાતા હોય છે. ગરમ પાણી ચામડીના મોઈસ્ચર ધોઈ નાખે છે. જો તમે રોજ ગરમ પાણીથી નહાઓ છો તો કુદરતી મોઈસ્ચર ઓછું થવા લાગશે. જે સ્કિન માટે સારી વાત નથી. નિષ્ણાતો માને છે કે તો ઠંડા વાતાવરણમાં લાંબા સમય સુધી ગરમ પાણીનો શાવર લેવો સ્વાસ્થ્ય માટે સારી બાબત નથી. જે આપણા શરીર અને મન બંનેને અસર કરે છે. ગરમ પાણી કેરાટિન નામના ત્વચાના કોષોને નુકસાન પહોંચાડે છે. જેના કારણે ત્વચામાં ખંજવાળ, શુષ્કતા અને ફોલ્લીઓની સમસ્યામાં વધી જાય છે.
સ્કિનને થઇ શકે છે નુકસાન
જો તમે રોજ ગરમ પાણીથી નથી નહાતા તો સ્કિનનું મોઈસ્ચર જળવાઈ રહે છે. ગરમ પાણી અને સાબુના ઉપયોગથી કુદરતી સ્કિનને નુકસાન પહોચે છે. જેના કારણે ચામડીની સમસ્યાઓ વધી જાય છે. જો બે ત્રણ દિવસ સુધી ગરમ પાણીથી નહાવામાં ના આવે તો સ્કિનની ડ્રાયનેશની સમસ્યા ઓછી થઇ જાય છે.
આપણી સ્કિન પર બેડ અને ગૂડ બંને બેક્ટેરિયા હોય છે, પરંતુ રોજ ગરમ પાણીથી નહાવાના કારણે સાથે સાથે ગૂડ બેક્ટેરિયા પણ મરી જાય છે. તેથી શીયાળામાં ગરમ પાણીથી નહાવાનું ટાળવું જોઈએ અને ઠંડા પાણીથી નહાવું જોઈએ.
આ પણ વાંચો: દેશના દિગ્ગ્જ ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીએ 9,000 કરોડનાં શેર વેચ્યા, જાણો શું છે કારણ