દેશના દિગ્ગ્જ ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીએ 9,000 કરોડનાં શેર વેચ્યા, જાણો શું છે કારણ

વિપ્રો(WIPRO)ના સ્થાપક અધ્યક્ષ અઝીમ પ્રેમજી(AZIM PREMJI)એ શેર બાયબેકમાં 9,156 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. આ પછી, તેમનો હિસ્સો 74 ટકાથી ઘટીને 73 ટકા થયો છે.

દેશના દિગ્ગ્જ ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીએ 9,000 કરોડનાં શેર વેચ્યા, જાણો શું છે કારણ
Azim Premji
Ankit Modi

| Edited By: Bhavesh Bhatti

Jan 21, 2021 | 12:22 PM

દેશની મોટી આઇટી કંપની વિપ્રો(WIPRO)ના સ્થાપક અધ્યક્ષ અઝીમ પ્રેમજી(AZIM PREMJI) અને પ્રમોટર ગ્રૂપે બાયબેક ઓફર દ્વારા કંપનીના 22.8 ટકા શેર વેચ્યા છે. શેર બાયબેકમાં પ્રેમજીએ 9,156 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. આ પગલાંથી તેમનો હિસ્સો 74 ટકાથી ઘટીને 73 ટકા થયો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં વિપ્રોની 9500 કરોડ રૂપિયાની શેર બાયબેક ઓફર ખોલવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત કંપની શેર દીઠ રૂ.400 ના દરે 23.75 કરોડ ઇક્વિટી શેર ખરીદી રહી છે.

પ્રેમજીના બે પરોપકારી ટ્રસ્ટ અઝીમ પ્રેમજી ટ્રસ્ટ અને અજીમ પ્રેમજી પરોપકારી પહેલ રૂ.7,807 કરોડ (1 અબજ ડોલરથી વધુ) મેળવશે જેનાથી તેઓ ભારતના સૌથી મોટા ચેરીટેબલ ટ્રસ્ટ બનાવશે. ટ્રસ્ટ શિક્ષણ, પોષણ અને અપંગ લોકો, બાળકો, ઘરેલું હિંસાથી બચી ગયેલા નબળા જૂથોને મદદ કરી રહ્યું છે અને આ ક્ષેત્રમાં નાણાંનું રોકાણ કરીને તેમના જીવનને યોગ્ય દિશા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રોજના 22 કરોડ રૂપિયા દાનમાં આપ્યા આઇટી કંપની વિપ્રોના અઝીમ પ્રેમજી સેવાકાર્યમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2019-20માં તેમણે દરરોજ 22 કરોડ રૂપિયા દાન આપ્યા હતા એટલે કે કુલ 7,904 કરોડ રૂપિયા અને આ મામલામાં તે ટોચ પર પણ છે. સપ્ટેમ્બર 2020માં પ્રેમજી રૂ.1,14,400 કરોડની સંપત્તિ સાથે આઇઆઇએફએલ વેલ્થ હાર્ન ઇન્ડિયા રિચ લિસ્ટમાં પાંચમાં નંબરે હતા. પ્રેમજી પહેલેથી જ તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે 21 અબજ ડોલર ખર્ચ કરવા પ્રતિબદ્ધ છે. તેનું દાન એશિયામાં સૌથી મોટું અને વિશ્વનું સૌથી મોટા દાન પૈકીનું એક છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલીયા પર ભારત જેવો વિજય મેળવવા પાકિસ્તાનના સપના, ભારત જેવી ટીમની હાફિઝે કરી માગ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati