AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કિડનીની બિમારી પહેલા શરીર આપે છે આ સંકેત, જો આવા લક્ષણો દેખાય તો તરત જ કરાવો સારવાર

કિડની આપણા શરીરમાંથી ઝેર દૂર કરે છે. જો આમાં કોઈ સમસ્યા હોય તો શરીરમાં ઝેરી તત્વો જમા થવા લાગે છે. કિડનીના રોગોથી બચવા માટે તેના પ્રારંભિક લક્ષણોની ઓળખ કરવી ખૂબ જ જરૂરી છે જેથી યોગ્ય પગલાં લઈ શકાય.

કિડનીની બિમારી પહેલા શરીર આપે છે આ સંકેત, જો આવા લક્ષણો દેખાય તો તરત જ કરાવો સારવાર
kidney disease
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 5:01 PM
Share

આપણા શરીરના મહત્વના અંગોમાં કિડનીનો સમાવેશ થાય છે. વાલના આકાર જેવી દેખાતી કિડની લોહીને શુદ્ધ કરવાની સાથે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે. જો તમારી કીડની કોઈ કારણસર ખરાબ થઈ જાય છે, તો તેના કારણે તમારું શરીર અનેક બીમારીઓથી ઘેરાઈ જાય છે. કિડની શરીરમાં પીએચ સ્તર, મીઠું અને પોટેશિયમ વગેરે નિયંત્રિત કરે છે. ખોટા ખાનપાન અને જીવનશૈલીના કારણે કિડનીમાં અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. વધુ પડતા દારૂનું સેવન, હૃદયરોગ, હેપેટાઈટીસ સી અને એચઆઈવી પણ કિડની ફેલ થવાના મુખ્ય કારણો છે.

શા માટે કિડની રોગ સાઇલેન્ટ કિલર છે

કિડનીના રોગોને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે કારણ કે 90 ટકા દર્દીઓમાં છેલ્લા સ્ટેજ સુધી કોઈ લક્ષણો દેખાતા નથી. આનાથી બચવા માટે, કિડની રોગના પ્રારંભિક સંકેતોને ઓળખીને તેની સારવાર કરવી જરૂરી છે.

આ પણ વાંચો :શું દિવસમાં ત્રણ વખત લીંબુનું શરબત પીવાથી કિડનીને નુકસાન થવાનું જોખમ છે ? જાણો નિષ્ણાતોના મંતવ્ય

કિડની રોગના લક્ષણોને અવગણશો નહીં

કિડનીની બીમારી સામાન્ય રીતે પ્રારંભિક તબક્કામાં શાંત હોય છે. સીરમ ક્રિએટીનાઈન અને યુરીન આલ્બ્યુમિન ડિટેક્શન જેવા ટેસ્ટની મદદથી તેનું નિદાન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. પછીના તબક્કામાં, કિડનીની સમસ્યાથી પીડાતા દર્દીઓને આખા શરીરમાં સોજો, પેશાબમાં ફીણ અને ક્યારેક લોહીનો અનુભવ થઈ શકે છે.

કિડનીનું કાર્ય નબળું પડવાથી શરીરમાં ઝેરી તત્વો જમા થવા લાગે છે, જેના કારણે કમરનો દુખાવો, પેટ અને પાંસળીમાં દુખાવો, ખંજવાળ, ત્વચાની શુષ્કતા પણ કિડનીની બિમારીના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશર એ કિડનીની સમસ્યાઓના સૌથી સામાન્ય અને પ્રારંભિક ચેતવણી ચિહ્નોમાંનું એક છે.

નિયમિત તપાસ કરાવો

ડૉ. પ્રસાદે કહ્યું, “જે દર્દીઓને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને સ્થૂળતા હોય તેઓએ નિયમિતપણે તેમની કિડનીની તપાસ કરાવવી જોઈએ, પછી ભલે કોઈ લક્ષણો ન હોય.” કિડનીમાંથી વહેલાસરની ચેતવણીઓ જાણવા માટે સમય સમય પર કિડનીની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે.

ખાસ કરીને જે દર્દીઓને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર કે કિડનીની બીમારીનો પારિવારિક ઈતિહાસ હોય, તેઓએ સમયાંતરે તેમના ટેસ્ટ કરાવવા જ જોઈએ. કિડનીના રોગોના નિદાન વિશે વાત કરીએ તો, કિડની ફંક્શન ટેસ્ટ, યુરીન ટેસ્ટ અને બ્લડ પ્રેશર પરીક્ષણો કિડનીની સમસ્યાઓને પ્રારંભિક તબક્કે શોધી શકાય છે, જે પછી યોગ્ય સારવારથી કિડનીની બિમારી વધતી અટકાવી અટકાવી શકાય.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

લાઈફસ્ટાઈલ અને હેલ્થના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

હેલ્થ ન્યૂઝ અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">